VIDEO : ‘ધર્મ વિરોધી લોકોને ઓળખી લેજો’, રાજકોટમાં આતશબાજી કાર્યક્રમમાં પાટીલે AAP પર સાધ્યું નિશાન

|

Oct 23, 2022 | 9:53 AM

પાટીલે સંબોધનમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો સામે નિશાન સાધતા કહ્યુ હતું કે, "દિલ્હીમાં તો મુખ્યમંત્રીએ ફટાકડા ફોડવા (Crackers) પર પ્રતિબંધ મૂક્યો છે અને ગુજરાતમાં આવવાની કોશિશ કરે છે."

 Gujarat Election 2022 : રાજકોટમાં (Rajkot)  ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે મ્યુનિ.ની આતશબાજી નિહાળી હતી. અને કાર્યક્રમના સંબોધનમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો સામે નિશાન સાધ્યું હતું, અને કહ્યુ હતું કે, “દિલ્હીમાં તો મુખ્યમંત્રીએ ફટાકડા ફોડવા (Crackers) પર પ્રતિબંધ મૂક્યો છે અને ગુજરાતમાં આવવાની કોશિશ કરે છે. આવા ધર્મ વિરોધી અને દેશ વિરોધી લોકો ગુજરાતમાં (Gujarat) આવવા માગે છે એ આવશે તો અહીંયા પણ ફટાકડા ફોડવા નહીં દે. માટે આવા ધર્મ વિરોધી લોકોને તમે ઓળખી લેજો.’

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પાટીલે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જે અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે જણાવ્યુ કે નરેશ પટેલની આ મુલાકાતથી ફાયદાની આવશ્યક્તા નથી. ભાજપના કાર્યકર્તા ચૂંટણી જીતવા સક્ષમ છે. જોકે પાટિલે એવુ પણ કહ્યુ કે એક સામાજિક અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા ખોડલધામના અધ્યક્ષ પીએમ મોદીને મળ્યા છે. આ સંસ્થા પ્રત્યે અનેક લોકોની નિષ્ઠા જોડાયેલી છે. આવી સંસ્થાના વડા જ્યારે પીએમ મોદીને મળ્યા છે. ત્યારે એવુ ચોક્કસ લાગે છે કે આવનારા દિવસોમાં આવી રહેલી રાજ્યની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ જે ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે તે પૂ્ર્ણ થશે તેવો વિશ્વાસ છે

Published On - 9:52 am, Sun, 23 October 22

Next Article