Gujarat Assembly Election 2022: TV9 EXCLUSIVE- એક નહી પણ પચ્ચીસ કારણને લઈ નક્કી છે કે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે કે મોડી, વાંચો કયા મુદ્દે ભાજપ એક્ટીવ અને એક્શનમાં આવી ગયુ

પ્રશાંત હવે 'શાંત' થઈ ગયા છે અને વાત પાછી હવે એ વાયરલ થઈ કે ગુજરાત(Gujarat)માં વહેલી ચૂંટણી આવી રહી છે. રાજકીય પોથી પંડિતોએ ટિપણામાંથી ખબર નથી કે કેવી રીતે અને કયા મુહૂર્ત જોયા છે કે તારીખ સાથે આગાહી કરી દેવાઈ છે કે ગુજરાતમાં વહેલી વિધાનસભા(Gujarat Assembly Election 2022)ની ચૂંટણી આવી રહી છે. 

Gujarat Assembly Election 2022: TV9 EXCLUSIVE- એક નહી પણ પચ્ચીસ કારણને લઈ નક્કી છે કે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે કે મોડી, વાંચો કયા મુદ્દે ભાજપ એક્ટીવ અને એક્શનમાં આવી ગયુ
Gujarat Assembly Election 2022
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: May 12, 2022 | 3:04 PM

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election 2022)ને લઈ આજકાલ ધમાધમ ચાલીરહી છે. અત્યાર સુધી રાજકીય સલાહકાર પ્રશાંત કિશોર (Prashant Kishor)કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે અને ગુજરાતનું સુકાન સંભાળવા માટે તૈયાર છેની વિગતોએ ખાસ્સુ લોકોનું અને રાજકીય પાર્ટી(Political Parties)ઓનું ધ્યાન ખેચ્યુ હતું. સરવાળે પ્રશાંત હવે ‘શાંત’ થઈ ગયા છે અને વાત પાછી હવે એ વાયરલ થઈ કે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી રહી છે. રાજકીય પોથી પંડિતોએ ટિપણામાંથી ખબર નથી કે કેવી રીતે અને કયા મુહૂર્ત જોયા છે કે તારીખ સાથે આગાહી કરી દેવાઈ છે કે ગુજરાત(Gujarat)માં વહેલી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.

આજ મુદ્દો જોર ત્યારે પકડી ગયો કે જ્યારે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યુ કે ગુજરાતમાં ભાજપ સરકાર વહેલી ચૂંટણી કરવા માટેની તૈયારીમાં લાગી ગયું છે. પટેલથી લઈ પાટીલ સુધી વિવાદ વકર્યો અને સુરતમાં તો આપ અને ભાજપ વચ્ચે જુની દુશ્મની ફરી સપાટી પર આવી ગઈ અને મારામારી પણ થઈ ગઈ. હવે જેની શરૂઆત જ આટલી આક્રમક છે તો પ્રસંગ જ્યારે પાટલે આવશે ત્યારે શું થશે તે પણ વિચારવા લાયક બની રહેશે.

હવે વાત મૂળ મુદ્દાની કરીએ તો ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાઈ રહી છે? સંજોગો શું ખરેખર એવા ઉભા થયા છે કે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજી દેવી પડે? વિરોધીઓને રણનીતિ માટે સમય આપ્યા વગર ચૂંટણી યોજી દઈને વધુ એક નવો પ્રયોગ ગુજરાતની પ્રયોગશાળામાં કરવામાં આવશે? ઉત્તરપ્રદેશની ચૂંટણી સહિત અન્ય રાજ્યમાં તાજેતરમાં ભાજપે મેળવેલા વિજયને ભાજપ ગુજરાતમાં અંકે કરી લેવા માગે છે? ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે 182 બેઠક મેળવવા માટે ફેકેલા પડકારને પાર પાડવા માટે આ જ સમય યોગ્ય છે કે જે ગુજરાતમાં વહેલી ચૂંટણી લાવી શકે છે? તો આટલા બધા સવાલોનો એક જ અને ટૂંકો ટચ જવાબ છે ‘ના’. ગુજરાતમાં વહેલી ચૂંટણી નથી આવી રહી, અને ટીવી 9 પાસે 25 એક્સક્લુસિવ પોઈન્ટ છે કે જે કહી રહ્યુ છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તેના નિર્ધારિત સમયે જ યોજાશે.

Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર

આ 25 મુદ્દા એ છે કે જે કહી રહ્યા છે કે ગુજરાતમાં વહેલી ચૂંટણી નહી યોજાય

  1.  વર્તમાન સરકારનો કાર્યકાળ ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થાય છે
  2.  અત્યાર સુધી ગુજરાતમાં ક્યારેય વહેલી ચૂંટણી યોજવાની જરૂર પણ નથી પડી અને જોખમ પણ નથી લેવાયુ
  3.  વહેલી ચૂંટણી યોજાય તો વર્તમાન સરકારને વહીવટી દ્રષ્ટિએ અને સમયની દ્રષ્ટિએ નુકસાન થાય
  4.  વહેલી ચૂંટણી વર્તમાન સરકારની છાપ પર સવાલ ઉભા કરી શકે છે અને રૂપાણી સરકારના રિપ્લેસ બાદ હવે બીજી વાર રિસ્ક નહી લેવામાં આવે
  5.  ભાજપ વિરુદ્ધનું વાતાવરણ બને તો 2017ની સરખામણીએ 2022માં ઉભુ થયેલુ વાતાવરણ ધોવાઈ જાય તે ભાજપને પોષાય તેમ નથી
  6.  વહેલી ચૂંટણી યોજાય તો રૂપાણી સરકાર વિરુદ્ધ એન્ટી ઇન્કમબસીની વાત સાબિત થાય સાથે વર્તમાન સરકારની લોકોમાં પકડ ના હોવાની વાત સાબિત થાય
  7.  સરકારમાં ચીફ સેક્રેટરી પંકજ કુમારનું ટર્મ જુલાઈમાં પતે છે, ચૂંટણી જાહેર કરવામાં આવે ત્યારબાદ ટર્મ એક્સટેન્ડ ના કરી શકાય જે સરકાર માટે નુક્શાનની વાત બની રહે
  8.  ચૂંટણીના 2 મહિના પહેલા કલેક્ટર કચેરીઓમાં ચૂંટણી લક્ષી અધિકારીઓની બદલી થાય છે જેના સત્તાવાર ઓર્ડર થાય છે જે હજુ સુધી થયા નથી
  9.  જૂન- જુલાઈ મહિના માં વરસાદ હોય ત્યારે મતદાતા ઓ બુથ સુઘી લઈ જવા અઘરા છે અને ડિઝાસ્ટર લેવલને ધ્યાનમાં પણ રાખવું પડે
  10.  આઝાદીના અમૃત મહોત્સવમાં જિલ્લામાં 75 તળાવ ઊંડા કરવાનો નિર્ણય લેવાયો છે જેનો મુખ્ય કાર્યક્રમ જુલાઈમાં પ્રથમ સપ્તાહમાં છે
  11.  રાજ્ય સરકાર દ્વારા મહ્ત્વમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં કામનું લિસ્ટ તૈયાર છે જે સપ્ટેબર સુધી અલગ અલગ સમયે થશે
  12.  કોંગ્રેસમાંથી કેટલાક મજબૂત MLA ભાજપમાં જોડવામાં આવશે જે પૈકી અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાઈ ગયા
  13.  સંગઠન દ્વારા નબળી વિધાનસભાને ટાર્ગેટ કરી ત્યાં શક્તિકેન્દ્રોને મજબૂત કરવાનું કામ ચાલી રહ્યું છે
  14.  સંગઠન દ્વારા ઓક્ટોબર સુધીના ગુજરાતમાં ચૂંટણી લક્ષી કાર્યક્રમો તૈયાર કરાયા છે જેમાં વડાપ્રધાન, અમિત શાહના પ્રવાસથી માંડીને કેન્દ્રીય નેતાઓના પ્રવાસનો સમાવેશ છે
  15. રખડતા ઢોર અંગે નું બિલ પાછું ખેંચવા 2 દિવસીય ચોમાસુ સત્ર નું આયોજન કરવામાં આવ્યું છે
  16. ભાજપ દ્વારા MLA ના રિપોર્ટ કાર્ડ મંગાવવામાં આવ્યા છે
  17. જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે
  18. ભૂતકાળ સરકારના કેટલાક મંત્રીઓને આ વખતે ટીકીટ નહી અપાય જે માટેની સૂચના કેન્દ્રીય નેતૃત્વ અંતિમ સમયે આપશે
  19. ભાજપમાં હજુ ચૂંટણી પ્રભારીની નિમણૂક નથી કરાઈ
  20. ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમને પાર્ટીમાં કેટલાક હોદ્દેદારોને ભાજપને લઈ લોકોનાં મગજમાં શું ચાલી રહ્યુ છે તે અંગે કામગીરી સોંપી છે જેના મુદ્દા તૈયાર કરવા 2 મહિનાનો સમય આપવામાં આવ્યો છે
  21. સામાન્ય રીતે ભાજપમાં ચૂંટણીનાં 2 મહિના પહેલા જ ચૂંટણી વ્યવસ્થાની અલગ અલગ ટિમ તૈયાર કરી દેવામાં આવે છે જે હજુ બની નથી
  22.  ચૂંટણી સમયે કોઈ પણ કેન્દ્રીય નેતાઓ કે PMનો પ્રવાસ ચૂંટણી ખર્ચમાં ગણાતો હોય છે એ ના થાય એ માટે PM દિવાળી સુધી સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરશે આગામી મહિનામાં વલસાડ પ્રવાસ છે
  23. અમિત શાહના સહકારી ક્ષેત્ર ને મજબૂત કરવા રાજ્યભરમાં બેઠક કરશે જેના દિવાળી સુધીમાં કાર્યક્રમ નક્કી છે
  24. સૂત્રો પાસેથી જે માહિતિ મળી રહી છે તે પ્રમાણે હાલમાં વિધાનસભાની બેઠક પ્રમાણે ભાજપ સરવે કરાવી રહ્યું છે જે પણ હજુ ફાઈનલ તબક્કે નથી પહોચ્યો
  25. સૌથી છેલ્લો પણ મહત્વનો મુદ્દો કે ભાજપ હંમેશા તેની ભુલમાંથી શિખતો હોય ચે અને એટલે જ ભૂતકાળમાં શાઇનિંગ ઇન્ડિયા કેમ્પેઈન કે જે NDA સરકાર વખતે દેશભરમાં ચલાવવામાં આવ્યું હતું, તે વખતે વડાપ્રધાન અટલબિહારી વાજપેયી હતા અને એ લહેરનો લાભ લેવા વહેલી ચૂંટણી યોજી પણ સરકારને લાભ તો દુર પણ આખે આખી સરકાર જ સત્તામાંથી ફેંકાઈ ગઈ.
g clip-path="url(#clip0_868_265)">