AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી, આ રીતે આજે જ ચકાસી લો

કેટલાક મતદારો (Voters) જે પોતાના નામ અંગે અવઢવમાં છે તેઓ ઘેર બેઠા પોતાનું નામ સરળતાથી ચકાસી શકે છે. ઓનલાઇન તમારુ નામ ચકાસવા માટે તમે સરળતાથી કેટલાક સ્ટેપને અનુસરીને સરળતાથી આ કામ કરી શકો છો

Gujarat Election 2022:  મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી, આ રીતે આજે જ ચકાસી લો
check your name in Voters list
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 12:27 PM
Share

આવતીકાલે ગુજરાતમાં  બીજા  તબક્કાની ચૂંટણી મતદાન આયોજિત થવાનું છે. ત્યારે મોટા ભાગના સ્થળો પર મતદાન સ્લિપનું વિતરણ પણ થઈ ગયું છે, તો કેટલાક મતદારો જે પોતાના નામ અંગે અવઢવમાં છે તેઓ આજે જ ઘેર બેઠા પોતાનું નામ સરળતાથી ચકાસી શકો છે. ઓનલાઇન તમારા નામ ચકાસવા માટે તમે સરળતાથી કેટલાક સ્ટેપને અનુસરીને તરત જ તમે તમારા નામ ચકાસી શકો છો. તમે વેબસાઇટ ઉપર લોગ ઇન કરીને તમારું નામ ચકાસી શકો છો.1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મતદારો પોતાના વિસ્તારમાં આવેલા મતદાન મથકમાં સવારે 08.00 થી સાંજે 05.00 વાગ્યા સુધી મત આપવા માટે જઈ શકશે. પોલિંગ બુથ પર બેઠેલા સ્ટાફ પાસેથી પણ તેઓ મતદાન અંગેની તમામ માહિતી મેળવી શકશે.

કેટલા જિલ્લામાં મતદાન યોજાશે ?

ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનમાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે, ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે.   37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે.

આ રીતે ચકાસો મતદાર યાદીમાં તમારું નામ

  • સૌ પ્રથમ Electoralsearch.in વેબસાઇટ પર જાવ
  • જેમાં મતદાર યાદી શોધવા બે વિકલ્પ આપવામાં આવ્યા છે
  • તેમાં સર્ચ બાય ડિટેઇલ ઓપ્શનમાં જાવ
  • તમે મતદાર આઇડીનો ઉપયોગ પણ કરી શકો છો.
  • રાજ્ય જિલ્લા અને વિધાનસભા મત વિસ્તાર પસંદ કરીને પણ માહિતી અપડેટ કરી શકો છો તેમજ વધુ માહિતી માટે તમે આ વીડિયોની મદદ પણ લઈ શકો છો.

ગુજરાત ઇલેકશન 2022 : મતદારોને NVSP વેબસાઇટ થશે મદદરુપ

નવા મતદારો માટે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ https:/www.nvsp.in તથા Voter Helpline એપ્લિકેશન ઉપરથી મતદારો માહિતી મેળવી શકશે. આ વેબસાઇટ અને એપ્લિકેશનમાં મતદારો પોતાનું મતદાર યાદીમાં નામ, કયા ભાગ નંબરમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલું છે, કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે, તે અંગેની માહિતી મેળવી શકશે.

1. National Voters Service Portal (NVSP) – www.nvsp.in નીચેની બાબતોમાં મદદરુપ થશે

મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે e-EPIC ડાઉનલોડ કરવા માટે તમારા મતવિસ્તારની વિગતો જાણવા માટે તમારા વિસ્તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે

2. Voters Helpline App નીચેના કામ માટે મદદરુપ થશે

પોતાનું મતદાન મથક શોધવા માટે ઉમેદવારની માહિતી મેળવવા માટે તબક્કાવાર ચૂંટણી પરિણામો જાણવા માટે

EVM વિશેની વિગતો મેળવવા માટે આ સાથે ચૂંટણી પંચે કરેલી વ્યવસ્થાની વાત કરીએ તો તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રુમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે. શિપિંગ કન્ટેનરને પણ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">