Gujarat Assembly Election 2022: પ્રથમ તબક્કાની ચૂંટણીમાં તમને ઉપયોગી થાય તેવી તમામ માહિતી, કઇ એપ્લિકેશન થશે મદદરુપ, જાણો તમામ વિગત

|

Nov 30, 2022 | 11:50 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : આ વખતે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા કેટલીક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો કે આ વખતે પ્રથમ તબક્કામાં કેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. કેટલા પોલિંગ બુથ બનાવવામાં આવ્યા છે. કેટલા રાજકીય પક્ષે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે. આ તમામ માહિતી અમે તમને અહીં આપવાના છીએ.

Gujarat Assembly Election 2022: પ્રથમ તબક્કાની ચૂંટણીમાં તમને ઉપયોગી થાય તેવી તમામ માહિતી, કઇ એપ્લિકેશન થશે મદદરુપ, જાણો તમામ વિગત
પ્રથમ તબક્કાના મતદાર અને મતદાન અંગેની તમામ માહિતી મેળવો

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: 1 ડિસેમ્બર એટલે કે આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે આ માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા કેટલીક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો કે આ વખતે પ્રથમ તબક્કામાં કેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. કેટલા પોલિંગ બુથ બનાવવામાં આવ્યા છે. કેટલા રાજકીય પક્ષે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે. આ તમામ માહિતી અમે તમને અહીં આપવાના છીએ. મતદારો પોતાને મતદાનને લગતી માહિતી કઇ વેબસાઇટ પરથી મેળવી શકશે તેની પણ માહિતી તમને અમે જણાવીશું.

પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો

1 ડિસેમ્બર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. મતદારો પોતાના વિસ્તારમાં આવેલા મતદાન મથકમાં સવારે 08.00 થી સાંજે 05.00 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તેમના પોલિંગ બુથ પર બેઠેલા સ્ટાફ પાસેથી પણ તેઓ મતદાન અંગેની તમામ માહિતી મેળવી શકશે.

કેટલા જિલ્લામાં મતદાન યોજાશે ?

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં મતદાન યોજાવાનું છે. જેમાં કુલ 89 બેઠક માટે મતદાન યોજાવાનું છે. આ 89 બેઠક પર કુસ 788 ઉમેદવારોએ ચૂંટણી જંગ માટે ઝંપલાવ્યુ છે. જેમાંથી 718 પુરૂષ ઉમેદવાર છે અને 70 મહિલા ઉમેદવાર છે.

2025થી શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો બાબા વૈંગાની 10 ડરામણી ભવિષ્યવાણીઓ
કેવી રીતે બાજ પોતાની આંખો સાફ કરે છે, કેમેરામાં રેકોર્ડ થયું આશ્ચર્યજનક દ્રશ્ય
લગ્નના 9 વર્ષ બાદ માતા બની અભિનેત્રી, 10માં મહિને પુત્રીને જન્મ આપ્યો
જામફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 23-10-2024
શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?

કેટલા રાજકીય પક્ષો, કેટલા મતદારો લેશે ભાગ ?

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 39 રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. જેમાં કુલ 2,39,76,670 મતદાર લોકશાહીના આ પર્વમાં ભાગ લેશે. કુલ મતદારો પૈકી 1,24,33,362 પુરૂષ મતદાર છે. જ્યારે 1,1,5,42,811 મહિલા મતદાર છે અને 497 ત્રીજી જાતિના મતદારો છે.

18થી 19 વર્ષની વયના મતદારો

આ ચૂંટણીમાં 18થી 19 વર્ષની વયના કુલ 5,74,560 મતદાર છે. તો 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો 4,945 મતદાર છે. તો ચૂંટણી કાર્યમાં સંકળાયેલા કુલ 9,606 સેવા મતદાર છે. જે પૈકી 9,371 પુરૂષ અને 235 મહિલા મતદાર છે. તો 163 NRI મતદાર છે. NRI મતદાર પૈકી 125 પુરૂષ અને 38 મહિલા છે.

કેટલા મતદાન મથક સ્થળો છે?

પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ 14,382 મતદાન મથક સ્થળ છે. જેમાં 3,311 શહેરી વિસ્તારોમાં અને 11,071 ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે. તો કુલ મતદાન મથક 25,430 છે. જે પૈકી 9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથક છે. તમામ 19 જિલ્લાઓમાં તા. 1 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.

વિશિષ્ટ મતદાન મથક કેટલા ?

પ્રથમ તબક્કામાં કુલ 89 મોડલ મતદાન મથક અને 89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથક છે. 89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથક અને 611 સખી મતદાન મથક છે. જેમાં 18 યુવા સંચાલિત મતદાન મથક છે.

EVM-VVPAT વિશેની માહિતી

પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ EVM-VVPATનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન માટે કુલ 34,324 BU, 34,324 CU અને 38,749 VVPATનો ઉપયોગ કરવામાં આવશે. આ ચૂંટણીમાં મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

મતદાન સ્ટાફની વિગત

પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ 1,06,963 કર્મચારી/અધિકારી ખડેપગે રાખવામાં આવશે. તો 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ સ્ટાફને ફરજ પર રાખવામાં આવશે.

મતદારો માટે ઉપયોગી વેબસાઈટ્સ

1. National Voters Service Portal (NVSP) – www.nvsp.in

  • મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે
  •  e-EPIC ડાઉનલોડ કરવા માટે
  •  તમારા મતવિસ્તારની વિગતો જાણવા માટે
  •  તમારા વિસ્તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે

2. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ – ceo.gujarat.gov.in

  • ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે
  • મતદાન મથકોની યાદી અને મતદાર યાદી સંબંધિત માહિતી મેળવવા માટે

મતદારો માટે ઉપયોગી મોબાઈલ ઍપ

1. Voters Helpline App:

  • પોતાનું મતદાન મથક શોધવા માટે
  •  ઉમેદવારની માહિતી મેળવવા માટે
  •  તબક્કાવાર ચૂંટણી પરિણામો જાણવા માટે
  •  EVM વિશેની વિગતો મેળવવા માટે

2. Know Your Candidate:

  • ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે

3. c-VIGIL App: આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવા

4. PwD App

  • દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા
  • વ્હિલચેરની સુવિધા મેળવવા માટે
  • પોતાના મતદાન મથકનું સ્થળ જાણવા

Published On - 10:03 am, Wed, 30 November 22

Next Article