AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022: રાજ્યમાં નવા મતદાર NVSP વેબસાઇટ પર મેળવી શકશે પોતાની માહિતી

Gujarat assembly election 2022: જે સમયે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી તે સમયે ચૂંટણી પંચે જણાવ્યુ હતુ કે, નવા 3.4 લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ લીધો છે, હવે આ નવા યુવાન મતદારો આ વખતે મતદાનનો લાભ લઇ શકશે.

Gujarat Assembly Election 2022: રાજ્યમાં નવા મતદાર NVSP વેબસાઇટ પર મેળવી શકશે પોતાની માહિતી
નવા મતદાર માટે NVSP વેબસાઇટ મદદરુપ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 3:54 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે યોજાવાનું છે. ગુજરાતમાં 3.24 લાખ જેટલા નવા મતદારો ઉમેરાયા છે. જે પૈકી પ્રથમ તબક્કામાં કેટલાક ઉમેદવારે મતદાન કર્યુ છે. જે સમયે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી તે સમયે ચૂંટણી પંચે જણાવ્યુ હતુ કે, નવા 3.4 લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ લીધો છે, હવે આ નવા યુવાન મતદારો આ વખતે મતદાનનો લાભ લઇ શકશે. ચૂંટણીપંચે નામાંકનની તારીખ સુધારી ન હોત તો તેઓ 1 જાન્યુઆરી 2023 પછીની ચૂંટણી માટે ક્વોલિફાય થઈ શક્યા હોત.

ગુજરાત ઇલેકશન 2022 : દરેક જિલ્લામાં એક નવા યુવા અધિકારી ફરજ બજાવશે

રાજીવ કુમારે કહ્યું હતું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. દરેક જિલ્લામાં એક એવા ગુજરાતમાં 33 મતદાન મથકો એવા હશે. જેમાં સૌથી યુવા સ્ટાફ એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે. એટલે કે 33 મતદાન મથકો હશે જેનું સંચાલન યંગ પોલિંગ ટીમ દ્વારા કરવામાં આવશે, આનાથી યુવાનો મતદાન કરવા અંગે પ્રેરિત થશે. આ તમામ અનોખા મતદાન મથકો હશે.

ગુજરાત ઇલેકશન 2022 : નવા મતદારોને NVSP વેબસાઇટ થશે મદદરુપ

નવા મતદારો માટે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ https:/www.nvsp.in તથા Voter Helpline એપ્લિકેશન ઉપરથી મતદારો માહિતી મેળવી શકશે. આ વેબસાઇટ અને એપ્લિકેશનમાં મતદારો પોતાનું મતદાર યાદીમાં નામ, કયા ભાગ નંબરમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલું છે, કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે, તે અંગેની માહિતી મેળવી શકશે.

1. National Voters Service Portal (NVSP) – www.nvsp.in નીચેની બાબતોમાં મદદરુપ થશે

  • મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે
  • e-EPIC ડાઉનલોડ કરવા માટે
  • તમારા મતવિસ્તારની વિગતો જાણવા માટે
  • તમારા વિસ્તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે

2. Voters Helpline App નીચેના કામ માટે મદદરુપ થશે

  • પોતાનું મતદાન મથક શોધવા માટે
  • ઉમેદવારની માહિતી મેળવવા માટે
  • તબક્કાવાર ચૂંટણી પરિણામો જાણવા માટે
  • EVM વિશેની વિગતો મેળવવા માટે

આ સાથે ચૂંટણી પંચે કરેલી વ્યવસ્થાની વાત કરીએ તો તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રુમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે. શિપિંગ કન્ટેનરને પણ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">