ગુજરાતની જનતાનો સ્પષ્ટ જનાદેશ ‘પરિવર્તન નહીં પુનરાવર્તન’, જાણો ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના ફાઈનલ પરિણામો

|

Dec 08, 2022 | 11:40 PM

ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. જીત માટે જરુરી 92 બેઠકની બહુમતી શરુઆતના રુઝાનમાં જ મળી ગઈ હતી. ચાલો જાણીએ ગુજરાત વિધાનસભા 2022ના દરેક ઝોનના ફાઈનલ પરિણામ વિશે.

ગુજરાતની જનતાનો સ્પષ્ટ જનાદેશ પરિવર્તન નહીં પુનરાવર્તન, જાણો ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના ફાઈનલ પરિણામો
Gujarat Assembly Election 2022 Final Results
Image Credit source: File photo

Follow us on

Gujarat Election Result 2022: આજે ગુજરાત ફરી ભગવા રંગે રંગાયુ છે. આ જીત સાથે ભાજપે સતત સાતમી વાર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપ વર્ષ 1995થી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી રહી છે. સતત સાતમીવાર ગુજરાતમાં જીત મેળવીને ભાજપ દ્વારા પશ્વિમ બંગાળના વામપંથી દળોનો સાત ચૂંટણી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોંલકી ગુજરાતમાં 149 બેઠક જીત્યા હતા. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. જીત માટે જરુરી 92 બેઠકની બહુમતી શરુઆતના રુઝાનમાં જ મળી ગઈ હતી. ચાલો જાણીએ ગુજરાત વિધાનસભા 2022ના દરેક ઝોનના ફાઈનલ પરિણામ વિશે.

ગુજરાત વિધાનસભા 2022ની ફાઈનલ બેઠક

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં 77 બેઠક મળી છે જેમાંથી આ વર્ષે તેમણે 60 બેઠક ગુમાવી છે. કોંગ્રેસને આ વર્ષે માત્ર 17 બેઠક પર જીત મળી છે. તેને વિપક્ષની પાર્ટી બનવા માટે જરુરી 10 ટકા બેઠક પણ મળી નથી. આપ પાર્ટી પહેલી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહી હતી. તેમના નેતાઓના નિવેદનો અનુસારનું તેઓ પ્રદર્શન ન કરી શક્યા. તેમના તમામ મોટા નેતાઓ પોતાની બેઠક પરથી હાર્યા હતા. અન્યને આ વર્ષે 2 બેઠક ઓછી મળી છે.

દક્ષિણ ગુજરાતની બેઠકના પરિણામ 2022

દક્ષિણ ગુજરાતની 35 બેઠકના પરિણામ 2022 :  ભાજપના ગઢ માનવામાં આવતા દક્ષિણ ગુજરાતમાં કુલ 35 વિધાનસભા બેઠકો છે. વર્ષ 2017માં ભાજપને 25 બેઠકો મળી છે, જેમાં 8 બેઠકોના વધારે સાથે આ વર્ષે 33 બેઠકો પર ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં કોંગ્રેસને 10 બેઠક મળી હતી. જે ઘટીને આ વર્ષે માત્ર 1 બેઠક મળી છે. જ્યારે આ વર્ષે આપ પાર્ટીને એક બેઠક મળી છે.

મધ્ય ગુજરાતની બેઠકના પરિણામ 2022

મધ્ય ગુજરાતની 61 બેઠકના પરિણામ 2022 :  મધ્ય ગુજરાતની 61 બેઠકમાંથી ભાજપે 55 બેઠક, કોંગ્રેસે 05 બેઠક જ્યારે અન્યને 1 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને આ ઝોનમાં એક પણ બેઠક પર જીત મળી નથી.

કચ્છ-સૌરાષ્ટ્રની બેઠકના પરિણામ 2022

કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠકના પરિણામ 2022 : કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠક પર આ વર્ષે ભાજપને 23 વધારાની બેઠક મળી છે. આ વર્ષે ભાજપને 46 બેઠક પર જીત મળી છે. કોંગ્રેસને 23 બેઠકના નુકશાન સાથે માત્ર 3 બેઠક મળી છે. આમ આદમી પાર્ટીને માત્ર 4 બેઠક અને અન્યને 1 બેઠક પર જીત મળી છે.

ઉત્તર ગુજરાતની બેઠકના પરિણામ 2022

ઉત્તર ગુજરાતની 32 બેઠકના પરિણામ 2022 :  દક્ષિણ ગુજરાતની 32માંથી ભાજપને સૌથી વધારે 22 અને કોંગ્રેસને 8 બેઠક પર જીમ મળી છે. ઉત્તર ગુજરાતમાં પણ આપ પાર્ટીને એક બેઠક મળી નથી.

ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન કરવામાં આવ્યુ હતુ. પ્રથમ તબક્કાનું મતદાન 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કાના મતદાન માટે 25,430 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બેઠકો પર કુલ 2,39,76,670 મતદાતાઓ હતા. બીજા તબક્કાનું મતદાન 14 જિલ્લાની 93 બેઠકો પર થયુ હતુ. બીજા તબક્કાના મતદાન માટે 26,409 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બેઠકો પર કુલ 2,51,58,730 મતદાતા હતા. બીજા તબક્કામાં લગભગ 60 ટકા મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં પણ કુલ 63.14 ટકા મતદાન થયુ હતુ. ગુજરાતમાં લગભગ 64 ટકા મતદાન મતદાન થયુ હતુ.

Next Article