Gujarat Assembly Election 2022 : વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે મીડિયા વર્કશોપનું આયોજન કર્યુ

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસની (Congress) વાત વિવિધ પ્લેટફોર્મ પરથી અસરકારક રીતે રજૂ કરી શકે તે માટે 200થી પ્રવકતા-મીડિયા પેનલિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે..

Gujarat Assembly Election 2022 : વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે મીડિયા વર્કશોપનું આયોજન કર્યુ
Gujarat Congress Media Workshop
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 5:26 PM

Gujarat Assembly Election 2022:  ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસની (Congress) વાત વિવિધ પ્લેટફોર્મ પરથી અસરકારક રીતે રજૂ કરી શકે તે માટે 200થી પ્રવકતા-મીડિયા પેનલિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે..ચૂંટણીમાં ડિજિટલ માધ્યમોમાં પણ પ્રચાર અને પ્રસાર માટે કોંગ્રેસ પોતાના પ્રવક્તાઓ અને અને સોશિયલ મીડિયાની(Social Media)એક ટિમ તૈયાર કરી રહ્યા છે. 200થી વધુ નક્કી કરેલા લોકો માટે કોંગ્રેસે આજે મીડિયા વર્કશોપનું આયોજન કર્યું.. આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આજે વર્કશોપ છે અને આગામી દિવસોમાં તાલીમ આપવામાં આવશે. દરેક ઝોન અને જિલ્લામાં અમારી વાત વિવિધ માધ્યમો દ્વારા લોકો સમક્ષ પહોચે તે અમારો હેતુ છે.

કોંગ્રેસ 1 કરોડ 55 લાખ પત્રિકાઓ વહેંચશે

ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં અત્યાર સુધી ક્યારેય ના બન્યું હોય એમ કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યના તમામ 52 હજાર બુથ સુધી પહોંચવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યના દરેક બુથમાં ઘર-ઘર સુધી પહોંચવા કોંગ્રેસે 1 કરોડ 55 લાખ પત્રિકાઓ તૈયાર કરી છે. જે પત્રિકાઓ લઈને કોંગ્રેસના કાર્યકરો ત્રણ દિવસ રાજ્યભરમાં ફરી રહ્યા છે. કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને ટિકિટ માટે દાવેદારી કરનારને પત્રિકાઓ ઘર ઘર સુધી પહોંચે એ માટે ટાસ્ક અપાયા છે.

કોંગ્રેસના 8 વચન પુરા કરવાનું વચન

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નરોડામાં, પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આંકલાવ માં જ્યારે કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલે બાપુનગરમાં પત્રિકાઓ વહેંચી હતી. હિંમતસિંહે જણાવ્યું કે જણાવ્યું કે 52 હજાર બુથ પર કોંગ્રેસ પહોંચી રહ્યું છે અને લોકોને જોડી રહ્યા છે. પત્રિકા સાથે અમે એ વચન પણ આપી રહ્યા છીએ કે જે 8 વાયદાઓ કોંગ્રેસે કર્યા છે એ અમારી સરકાર બનતા જ પૂર્ણ કરાશે. સાથે જનજન સુધી પહોંચવાથી કોંગ્રેસનું સંગઠન પણ વધુ મજબૂત બનશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

શું છે કોંગ્રેસના 8 વચન?

રાહુલ ગાંધીએ જે આઠ વચનો આપ્યા હતા તેને કોંગ્રેસે ‘નાગરિક અધિકાર પત્ર’ નામ આપ્યું છે. જેમાં દસ લાખની મફત સારવાર, ખેડૂતોનું ત્રણ લાખ દેવું માફ, 10 લાખ યુવાનોને રોજગારી અને યુવાનોને 3,000 બેરોજગારી ભથ્થુ સહિતના મુદ્દાઓ સામેલ છે. પત્રિકાની એક તરફ કોંગ્રેસના વાયદાઓ તો બીજી તરફ ભાજપ સરકારમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય, ડ્રગ અને ખેડૂતોની સ્થિતિનું વર્ણન છે.

g clip-path="url(#clip0_868_265)">