Dharampur Election Result 2022 LIVE Updates: ધરમપુરમાં ભાજપના અરવિંદ પટેલની જીત, કોંગ્રેસના કિશન પટેલની હાર

|

Dec 08, 2022 | 2:49 PM

વલસાડ (Valsad) જિલ્લામાં ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ગત ટર્મમાં ભજપે સત્તા મેળવી હતી. સંપૂર્ણ આદિવાસી સમાજના મતદારો અહીં વસવાટ કરે છે. જો કે વર્ષોથી અહી કોંગ્રેસની પકડ રહી છે. ધરમપુર રાજવી સમયનું રજવાડું ધરાવતી બેઠક છે.

Dharampur Election Result 2022 LIVE Updates: ધરમપુરમાં  ભાજપના અરવિંદ પટેલની જીત, કોંગ્રેસના કિશન પટેલની  હાર
ધરમપુર વિધાનસભા બેઠક

Follow us on

ધરમપુર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election  ધરમપુર બેઠકની વાત કરીએ તો ભાજપે અહીં અરવિંદ પટેલને ટિકિટ આપી હતી.  ભાજપના ઉમેદવારે અહીં વિજય મેળવ્યો હતો.  55 વર્ષના અરવિંદભાઇએ BA કરેલુ છે. તેમની પાસે 15 લાખની જમીન અને એક લાખ રુપિયાનું ઘર છે. તેમના બેંક ખાતામાં 7 લાખ 56 હજાર 880 રુપિયા જેટલી રકમ છે.તેમની પાસે કુલ 1 કરોડ 9 લાખ 1 હજાર 570 રુપિયા જંગમ મિલકત છે. આ બેઠક પર કોંગ્રેસે કિશનભાઇ પટેલને ટિકિટ આપી છે. 59 વર્ષના કિશનભાઇએ BA સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 5 લાખ રુપિયાની જમીન છે. તો 8 લાખ રુપિયાનું ઘર છે. તેમના બેંક ખાતામાં 5 હજાર 282 રુપિયા છે અને તેમની પાસે 40 હજાર રુપિયા રોકડ રકમ છે.તેમની કુલ જંગમ મિલકત 42 લાખ 50 હજાર રુપિયા છે. આમ આદમી પાર્ટીએ ધરમપુર બેઠક પર કમલેશભાઇ પટેલને ટિકિટ આપી છે. કમલેશભાઇએ FYBcom કરેલુ છે. તેમની પાસે 20 લાખ રુપિયાની જમીન છે. તેમની પાસે 12 લાખ 69 હજાર 166 રુપિયા જંગમ મિલકત છે.

ગુજરાત ઇલેક્શન 2022: રાજકીય ઈતિહાસ

વલસાડ જિલ્લામાં ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ગત ટર્મમાં ભજપે સત્તા મેળવી હતી. સંપૂર્ણ આદિવાસી સમાજના મતદારો અહીં વસવાટ કરે છે. જો કે વર્ષોથી અહી કોંગ્રેસની પકડ રહી છે. ધરમપુર રાજવી સમયનું રજવાડું ધરાવતી બેઠક છે. 2002માં કોંગ્રેસના કિસાનભાઈ પટેલે 23,397ના જંગી માર્જીન સાથે આ બેઠક પોતાના કબ્જે કરી હતી. 2007માં કોંગ્રેસે ફરી બાજી મારી અને ચનાભાઈ ચૌધરી વિજેતા બન્યા હતા. 2012માં પણ આ બેઠક કોંગ્રેસને મળી હતી અને ઈશ્વરભાઈ પટેલ વિજયી બન્યા હતા.

ગુજરાત ઇલેક્શન 2022 : ધરમપુર બેઠક પર વર્ષ 2017નું પરિણામ

વર્ષ 2017માં ધરમપુર વિધાનસભા બેઠકમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 78.01 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 22,246 સાથે ભાજપના અરવિંદભાઈ વિજેતા થયા હતા. આ ચૂંટણીમાં 2017માં કોંગ્રેસના ઈશ્વર ઢેડાભાઈ પટેલને 72,698 મત, બહુજન સમાજ પાર્ટીના પટેલ લક્ષ્મણ ચુનીલાલને 2572 મત મળ્યા હતા. 2012ની સરખામણી એ વર્ષ 2017માં ભાજપને બેઠક મળતાં સીધો ફાયદો મળ્યો હતો અને 22,246 મતો વડે અરવિંદભાઈ વિજેતા થયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુજરાત ઇલેક્શન 2022 : બેઠક પર મતદારો અને જાતિગત સમીકરણ

ધરમપુર વિધાનસભા બેઠક પર વર્ષ 2022માં કુલ મતદારોની સંખ્યા 246816 છે. જેમાં 123371 પુરૂષ મતદારો અને 123445 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.  આ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ વધારે રહેલું છે. જેથી તમામ પક્ષોએ ચૂંટણી પહેલા આદિવાસી સંબંધિત પ્રશ્નો પર ધ્યાન આપી વોટબેંક વધારવામાં જ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 2:48 am, Thu, 8 December 22

Next Article