Dehgam Election Result 2022 LIVE Updates: દહેગામ વિધાનસભા બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણની જીત, કોંગ્રેસના વખતસિંહ ચૌહાણની હાર

|

Dec 08, 2022 | 2:37 PM

Dehgam MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: વર્ષ 2017માં થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણે કોંગ્રેસના રાઠોડ કામીનીબા ભુપેન્દ્રસિંહને હરાવ્યા હતા. આ બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણની 16 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના વખતસિંહ ચૌહાણની હાર થઈ છે.

Dehgam Election Result 2022 LIVE Updates: દહેગામ વિધાનસભા બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણની જીત, કોંગ્રેસના વખતસિંહ ચૌહાણની હાર
Dehgam Election Result 2022

Follow us on

ગુજરાતની દહેગામ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022દહેગામ વિધાનસભા બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણની 16 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના વખતસિંહ ચૌહાણની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે બલરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 4604979 ની જંગમ મિલકત છે. તેમણે BA, LLB નો અભ્યાસ કર્યો છે. કોગ્રેંસે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે. અભ્યાસની વાત કરીએ તો તેમને SSC નો અભ્યાસ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે સુહાગભાઈ પંચાલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 9674780 ની જંગમ મિલકત છે. તેમણે B.Com. સુધીનો અભ્યાસ કર્યો છે.

બીજેપીના બલરાજસિંહ ચૌહાણે કોંગ્રેસના કામીનીબા રાઠોડને હરાવ્યા હતા

દહેગામ વિધાનસભા બેઠક પર વર્ષ 2017માં થયેલી ચૂંટણીમાં મતદારોની કુલ ટકાવારી 50.88 નોંધાઈ હતી. તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણે કોંગ્રેસના રાઠોડ કામીનીબા ભુપેન્દ્રસિંહને હરાવ્યા હતા. વર્ષ 2012માં કોગ્રેસના ઉમેદવાર કામીનીબા રાઠોડ જીત્યા હતા. તેમણે ભાજપના ઉમેદવાર રોહિતજી ચંદુજી ઠાકોર સામે જીત મેળવી હતી. કામીનીબાએ 61,043 વોટ મેળવ્યા હતા અને બીજેપીના ઉમેદવારે 58,746 વોટ મેળવ્યા હતા.

જાતિગત સમીકરણ

દહેગામ વિધાનસભા બેઠકમાં ઠાકોર સમાજની 1 લાખ જેટલી વસ્તી છે. દહેગામ પર ઠાકોર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે. દહેગામમાં 7 પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં અમરાજીના મુવાડામાં 25,317 કુલ મતદારોમાં સૌથી વધુ ઠાકોર મતદારો છે અને તેમના 14 હજાર મત છે. પાટીદાર 2 હજાર અનુસુચિત જાતીના 1 હજાર વોટ છે. બહિયલમાં 24,100 મતદારોમાંથી 12 હજાર ઠાકોર, 36 હજાર મુસ્લિમ, 2 હજાર પાટીદાર અને અનુસુચિત જાતિ 1 હજાર મત છે. હાલિસામાં 26,873થી વધુ મતદારોમાં 12 હજાર ઠાકોર, પાટીદાર 2 હજાર મત, મુસ્લીમના 2 હજાર મત છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાજકીય સમીકરણ

ગાંધીનગરના દહેગામ વિધાનસભા મતવિસ્તારમાં 286 મતદાન મથક અને 54 ગ્રામપંચાયત છે. આશરે 2.17 લાખ જેટલા મતદાતા છે. આવી સ્થિતિમાં આગામી વિધાનસભા ચૂંટણી સમયે 70 ટકા મતદાન થાય તો પણ આશરે 1.45 લાખ જેટલા મત પડ્યા કહેવાય. આ પરિસ્થિતિમાં ચૂંટણી જીતવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 75 હજાર જેટલા મત તો લાવવા જ પડે અને જો ચૂંટણીમાં 4 ઉમેદવાર ઊભા હોય તો 65 હજાર જેટલા મતની જરૂર પડે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Next Article