Dahod Election Result 2022 LIVE Updates: દાહોદ બેઠક પર ભાજપ કનૈયાલાલ કિશોરીની જીત

|

Dec 08, 2022 | 7:23 PM

Dahod MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: દાહોદ બેઠક પર ભાજપ કનૈયાલાલ કિશોરીની જીત થઈ છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વજેસિંગ પણદાએ પ્રચંડ જીત નોંધાવી હતી. તેમણે ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીને હરાવ્યા હતા.

Dahod Election Result 2022 LIVE Updates:  દાહોદ બેઠક પર ભાજપ કનૈયાલાલ કિશોરીની જીત
Dahod

Follow us on

ગુજરાતની દાહોદ બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીની જીત થઈ છે. આ ટર્મમાં કોંગ્રેસે હર્ષદ નિનામાને ટિકિટ આપી  ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 22,54,232ની જંગમ મિલકત છે. તેમને બી.કોમ અને એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે કનૈયાલાલ કિશોરીને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 20,25,143ની જંગમ મિલકત છે. કનૈયાલાલ કિશોરીના અભ્યાસની વાત કરીએ તો તેમને બી.એ., બી.એડ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે દિનેશ મુનિયાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 60,58,382ની જંગમ મિલકત છે. દિનેશ મુનિયાએ પી.એચ.ડી કરી છે.

વજેસિંગ પણદાએ લગાવી જીતની હેટ્રિક

કોંગ્રેસના ઉમેદવાર વજેસિંગ પણદાએ આ બેઠક 2007, 2012 અને 2017માં જીતી હતી. 2017માં વજેસિંગ પણદાએ 79,850 મત મેળવ્યા હતા જ્યારે કનૈયાલાલ કિશોરીએ 64347 મત મેળવ્યા હતા. 2017માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વજેસિંગ પણદાએ ભારતીય જનતા પાર્ટીના કનૈયાલાલ કિશોરીને 15,503 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. આ પહેલા 2012માં વજેસિંગ પણદાએ ભારતીય જનતા પાર્ટીના પલાસ નાગરસિંહને 39,548 મતથી હરાવ્યા હતા. 2012 વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા વજેસિંહભાઈ પારસીગભાઈ પણદાને ઉમેદવાર બનાવાયા હતા. તેઓ આજે કોંગ્રેસના વજેસિંગ પણદા દાહોદ (એસટી) વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે.

આ બેઠક પર આદિવાસી સમુદાયની મજબૂત પકડ

દાહોદ બેઠક પર આદિવાસી વોટ બેન્કનું પ્રભુત્વ વધારે છે. જે પાર્ટી આ વોટ બેન્કને પોતાની તરફ કરી શકે છે એ અહીં જીતના સિકંદર બની શકે એમ છે. આ જિલ્લામાં 75 ટકા આદિવાસી સમાજની વસ્તી છે. જેમાં મહત્તમ ભીલ અને ત્યારબાદ પટેલીયા સમુદાયના આદિવાસી પ્રજા વસવાટ કરી રહી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Next Article