જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર કોંગ્રેસે લીધો મોટો નિર્ણય, જાણો કોને સોંપી હતી તપાસ

|

Dec 02, 2022 | 7:09 PM

બ્રિટિશ પોલીસે બીનહથિયારી લોકો પર અંધાધુંધી ગોળીબાર કર્યો હતો. બ્રિટિશ પોલીસે 1650 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં 379 લોકોના મોત થયા હતા. આ ઘટના પછી લોકોએ દેશના ખૂણે- ખૂણે વિરોધ પ્રદર્શન કર્યા હતા.

જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર કોંગ્રેસે લીધો મોટો નિર્ણય, જાણો કોને સોંપી હતી તપાસ
જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર કોંગ્રેસે લીધો મોટો નિર્ણય ગુજરાતીને સોંપી તપાસ

Follow us on

દેશની આઝાદીના ઈતિહાસમાં તારીખ 13 એપ્રિલ 1919 એક દુઃખદ ઘટના માટે જાણીતી છે. આ દિવસે જલિયાંવાલા બાગમાં શાંતિપૂર્ણ સભા યોજાઈ હતી. આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ત્યારે બ્રિટિશ પોલીસે બીનહથિયારી લોકો પર અંધાધુંધી ગોળીબાર કર્યો હતો. બ્રિટિશ પોલીસે 1650 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં 379 લોકોના મોત થયા હતા. આ ઘટના પછી લોકોએ દેશના ખૂણે- ખૂણે વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ સમગ્ર ઘટનાની તપાસની કામગીરી માટે એક કમિટિ બનાવવામાં આવી હતી, જેના અધ્યક્ષ ગુજરાતીને બનાવ્યા હતા. જેમનું નામ અબ્બાસ તૈયબજી હતું. આ હત્યાકાંડ પહેલા અબ્બાસ તૈયબજી કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત ન હતા છતા પણ પાર્ટીએ તપાસની કામગીરી તેમને સોંપી હતી. આ સમય દરમિયાન તૈયબજી હજારો ગવાહો અને પીડિતોની મુલાકાત લીધી હતી અને તેમની પીડાને સમજી હતી ત્યાર પછી તૈયબજી કોંગ્રેસને સમર્થન કરવા લાગ્યા હતા.

અબ્બાસ તૈયબજી વડોદરાના રહેવાસી હતા

અબ્બાસ તૈયબજીનો જન્મ 1 ફેબ્રુઆરી 1854ના રોજ ગુજરાતના વડોદરામાં થયો હતો. તેમનો જન્મ સંપન્ન પરિવારમા થયો હતો. અબ્બાસ તૈયબજી પહેલા પશ્ચિમી સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત હતા. તેઓ પશ્ચિમી સંસ્કૃતિના કપડાં પહેરતા હતા. પરંતુ જલિયાંવાલા બાગ હત્યાકાંડની તેમના મન મસ્તિષ્ક પર મોટી અસર થઈ હતી. એવુ કહેવામાં આવે છે કે તેમને પશ્ચિમી સંસ્કૃતિના બધા કપડાં સળગાવી દીધા હતા. ત્યારબાદ તેમને અંગ્રેજોએ બનાવેલ વસ્તુઓનો બહિષ્કાર કર્યો હતો.

અબ્બાસ તૈયબજી ગાંધીજીના મોટા સમર્થક હતા

અબ્બાસ તૈયબજી ગાંધીજીના મોટા સમર્થક હતા. તેમને ગાંધી વિચારોને આખા પ્રદેશમા ફેલાવાનો સંકલ્પ કર્યો હતો. તૈયબજીએ પૂરા પ્રદેશમાં બળદગાળાથી ભ્રમણ કરીને ખાદીના કપડાનું વેચાણ કર્યુ હતુ. 1928માં સરદાર પટેલના બારડોલી સત્યાગ્રહને તૈયબજીએ ખૂબ જ સમર્થન આપ્યુ હતું. દાંડી યાત્રાની શરુઆત પહેલા તૈયબજી અને તેમના પરિવાર સાથે ગાંધીજીને મળવા આશ્રમ પહોંચ્યા હતા. ગાંધીજીએ તેમને ગળે લગાવીને સ્વાગત કર્યુ હતું અને તેઓ પણ ગાંધીજી સાથે યાત્રામા જોડાયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગાંધીજી સાથે આંદોલનમાં ભાગ

દાંડી યાત્રામાં ભાગ લેનાર તમામ લોકોના નામ અખબારમાં છાપવામાં આવ્યા હતા. તેમાંથી એક નામ “અબ્બાસ ભાઈ” હતું. આ જોઈને ભાવુક થયેલા અબ્બાસ તૈયબજી ગાંધીજીના સાથે મળીને દેશની આઝાદી અપાવવામાં ભાગ લીધો હતો. તે જોઈને અંગ્રેજ હુકૂમતે તેમને જેલમાં પૂર્યા હતા. ત્યારે અબ્બાસ તૈયબજીની ઉંમર 76 વર્ષ હતી.

જીવનના અંતિમ ક્ષણ સુધી અંગ્રેજી હુકૂમતનો વિરોધ કર્યો

ગુજરાતમા ગાંધીજીના આંદોલનને સફળ બનાવવામાં તૈયબજીનો મહત્વપૂર્ણ હાથ હતો. તેમને દેશના અલગ -અલગ વિસ્તારોમાંથી યુવા અને વૃદ્ધોને તેમના સાથે જોડયા હતા અને આઝાદીનું મહત્વ સમજાવ્યુ હતુ. અબ્બાસ તૈયબજી તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી અંગ્રેજો સામે લડ્યા હતા. તેમનું અવસાન 9 જૂન 1936 રોજ થયુ હતું.

Next Article