Gujarat Election 2022 : પ્રથમ તબક્કામાં મતદાનને લઇને કોંગ્રેસે 6 બેઠકો પર અલગ-અલગ બાબતો અંગે નોંધાવી ફરિયાદ

|

Dec 02, 2022 | 9:16 AM

લીંબડીમાં બુથ કેપ્ચરિંગની ફરિયાદ તથા ભાજપની જાહેર સભાના પ્રવચન બાબતે પણ કોંગ્રેસે ફરિયાદ કરી છે. તથા સુરતના પરસાણામાં સરકારી અધિકારીઓએ રાજકીય પાર્ટીઓના ખેસ અને ઝંડા સાથે મતદાન કરાવ્યું હોવાની ફરિયાદ કોંગ્રેસે નોંધાવી છે.

Gujarat Election 2022 : પ્રથમ તબક્કામાં મતદાનને લઇને કોંગ્રેસે 6 બેઠકો પર અલગ-અલગ બાબતો અંગે નોંધાવી ફરિયાદ
કોંગ્રેસના નેતાઓએ કર્યુ મતદાન

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે 6 બેઠકોને લઇને ફરિયાદ નોંધાવી છે. જેમાં જામનગર બેઠક પર ધીમું મતદાન કરાવવાની કોંગ્રેસે ફરિયાદ કરી છે. તો બોટાદમાં 11 બુથ પર બોગસ મતદાન થયાની કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે. લીંબડીમાં બુથ કેપ્ચરિંગની ફરિયાદ તથા ભાજપની જાહેર સભાના પ્રવચન બાબતે પણ કોંગ્રેસે ફરિયાદ કરી છે. તથા સુરતના પરસાણામાં સરકારી અધિકારીઓએ રાજકીય પાર્ટીઓના ખેસ અને ઝંડા સાથે મતદાન કરાવ્યું હોવાની ફરિયાદ કોંગ્રેસે નોંધાવી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કોંગ્રેસે એવી પણ ફરિયાદ કરી છે કે ગુજરાતના વિવિધ ભાગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓનું જીવંત પ્રસારણ પણ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. કારણ કે જ્યારે રેલીઓનું પ્રસારણ થઈ રહ્યું હતું ત્યારે મતદાન ચાલી રહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મતદાનમાં લોકોની નિરસતા પણ જોવા મળી

તો બીજી તરફ ચૂંટણી પંચને અલગ- અલગ 104 ફરિયાદ મળી છે. EVMને લગતી 6, બોગસ વોટિંગની 2 ફરિયાદ, પાવર કટની લિંબાયતથી ફરિયાદ મળી છે. મોક પોલ દરમિયાન BU 144, 244 CU, 335 VVPAT રીપ્લેસ કરાયા. જ્યારે મતદાનમાં લોકોની નિરસતા પણ જોવા મળી હતી. કુલ 6 ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જેમાં નર્મદાના સામોટ, જામનગરના ધ્રાફા અને ભરુચના કેસર ગામમાં એકપણ મત પડ્યો નહોતો.

Next Article