AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election : ઘરમાં ચાલી રહેલા ધમસાણ વચ્ચે ડૂબતી કોંગ્રેસને તારવા અશોક ગેહલોત ગુજરાતમાં, જનસભા સહિત નેતાઓ સાથે કરશે બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સત્તાના શિખર કરવા CM અશોક ગેહલોત (Ashok Gehlot) આજથી બે દિવસની દિવસની ગુજરાત મુલાકાતે છે, આ દરમિયાન તેઓ ઉતર ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત કરવા મથામણ કરશે.

Gujarat Election : ઘરમાં ચાલી રહેલા ધમસાણ વચ્ચે ડૂબતી કોંગ્રેસને તારવા અશોક ગેહલોત ગુજરાતમાં, જનસભા સહિત નેતાઓ સાથે કરશે બેઠક
CM Ashok Gehlot Gujarat Visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 9:20 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) ના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે કથળતી સ્થિતિ વચ્ચે પણ મહતમ બેઠકો હાંસલ કરવા કોંગ્રેસ મથામણ કરી રહી છે. મોડે મોડે સક્રિય થયેલી કોંગ્રેસે હવે પ્રચાર માટે રાજસ્થાનના CM અશોક ગેહલોત ને મેદાનમાં ઉતાર્યા છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મિશન 2022 પાર કરવા અશોક ગેહલોત (Ashok Gehlot) ગુજરાતમાં પ્રચાર કરવા આજથી બે દિવસની દિવસની મુલાકાત છે. તેઓ 17 અને 18 ઓકટોબરના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન ઉત્તર ગુજરાતના (Radhanpur)રાધનપુર અને થરાદમાં જનસભા કરશે. તેમજ યૂથ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રાના સમાપન માં પણ જોડાશે.

ઉતર ગુજરાતમાં પકડ મજબૂત કરવા કોંગ્રેસની કવાયત

મહત્વનું છે કે, ગુજરાતમાં કોંગ્રેસના સંગઠન પ્રભારી તરીકે ડો. રઘુ શર્માને (Raghu Sharma) જવાબદારી સોંપવામાં આવી છે. એવામાં કોંગ્રેસે હાઇ કમાન્ડ દ્વારા રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોતની (CM Ashok Gehlot)  સિનિયર ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપવામાં આવતા એક વાત સ્પષ્ટ થાય છે કે ક્યાંક તો પાર્ટીમાં હજી પણ કોઈ એવી ઉણપ છે કે જેને નિયંત્રણમાં લેવાની જરૂર છે. ડો. રઘુ શર્મા ગુજરાતની પરિસ્થિતિને લઈને પાર્ટીને (Congress party)  મજબૂત કરવામાં સફળ થશે એ પ્રકારની હાઈકમાન્ડની અપેક્ષાઓ ક્યાંક વામણી સાબિત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતના સંગઠન પ્રભારી તરીકે તેમજ સહ પ્રભારી તરીકે પ્રભારીઓની નિમણૂક બાદ પણ અશોક ગેહલોતને આ જવાબદારી સોંપવામાં આવી છે.

જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

અશોક ગેહલોતની ગુજરાત મુલાકાત કાર્યક્રમની વિગત વાર વાત કરીએ તો ગેહલોત આજે સાંજે રાધનપુરમાં જનસભા સંબોધશે. તો 18 ઓક્ટોબરે થરાદમાં રોડ શો અને બાદમાં જનસભાને સંબોધશે. તો અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સાથે પણ બેઠક કરશે. આ બેઠક બાદ અશોક ગેહલોત પત્રકાર પરિષદ પણ સંબોધશે.

g clip-path="url(#clip0_868_265)">