AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election : ગૌરવ યાત્રાથી ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ, કેન્દ્રીય પ્રધાનો સહિત જુના જોગીઓ પણ મેદાનમાં

અમદાવાદના વિરમગામમાં (viramgam) કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવ અને પરશોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત જાહેરસભા યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય પ્રધાનોએ કોંગ્રેસ અને AAP પર આકરા પ્રહારો કર્યા હતા.

Gujarat Election : ગૌરવ યાત્રાથી ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ, કેન્દ્રીય પ્રધાનો સહિત જુના જોગીઓ પણ મેદાનમાં
Gujarat Gaurav yatra
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 7:22 AM
Share

ભાજપે ગૌરવ યાત્રાથી (BJP Gaurav Yatra)  ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા છે . ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ (JP Nadda) બહુચરાજીથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. બહુચરાજી બાદ જેપી નડ્ડાએ દેવભૂમિ દ્રારકામાં યાત્રાને લીલીઝંડી આપી. આ તરફ અમદાવાદના વિરમગામમાં (viramgam) કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવ અને પરશોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત જાહેરસભા યોજાઇ.  કેન્દ્રીય પ્રધાનોએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. યાત્રાના પ્રસ્થાનમાં CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયપ્રધાન ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ,(C R Patil)  વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા. મહત્વપૂર્ણ છે કે, ગુજરાત ગૌરવ યાત્રા 20 ઓક્ટોબર સુધી ચાલશે.

સમગ્ર રાજ્યમાં ભાજપ ડંકો વગાડશે: રૂપાલા

ગૌરવ યાત્રામાં જોડાયેલા પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala)એ કહ્યું કે, સમગ્ર રાજ્યમાં ભાજપ ડંકો વગાડશે. 2017માં પાટીદાર આંદોલન અમારી વિરૂદ્ધમાં હતું અને આવા માહોલમાં પણ અમે જીત્યા હતા. આ વખતે તો 2017 કરતા પણ ઘણી વધુ બેઠકો આવશે.વધુમાં તેણે ઉમેર્યું કે, કર્મચારીઓના આંદોલન દર ચૂંટણીમાં (Election)  થાય, તે સિઝનલ છે. આંતરીક વિખવાદને લઈ રૂપાલાએ કહ્યું કે,મોટું ઘર હોય તો થોડા ડખા તો થાય.

રાજનીતિ માં ટ્રોલ થવું એ અલગ વાત : હાર્દિક પટેલ

તો બીજી બાજુ વિરામગામથી હાર્દિક પટેલ (hardik patel)  પણ આ ગૌરવ યાત્રામાં જોડાયા. તેમણે કહ્યું કે, કાયદાકીય ગૂંચના કારણે મહેસાણા ખાતે યાત્રામાં ન જોડાયો. ભાજપ તરફી વાત કરીને ટ્રોલ થાઉં તો કોઈ અફસોસ નથી. યુવાઓ પોતાની વાત સ્વીકારશે તેવો હાર્દિક પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">