ચૂંટણી પહેલા તંત્ર એક્શનમાં : ‘PM સહિત સ્ટાર પ્રચારકોનો ખર્ચ પક્ષમાં ગણવા’ ભાજપની ચૂંટણીપંચને રજૂઆત

|

Sep 26, 2022 | 2:51 PM

ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા (Gordhan Zadafia) અને ચૂંટણી લીગલ સેલના કન્વીનર પરિંદુ ભગત ચૂંટણી અધિકારીને મળ્યા હતા.

ચૂંટણી પહેલા તંત્ર એક્શનમાં : PM સહિત સ્ટાર પ્રચારકોનો ખર્ચ પક્ષમાં ગણવા ભાજપની ચૂંટણીપંચને રજૂઆત
gujrat election 2022

Follow us on

Gujarat Assembly Election :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે વહીવટીતંત્ર પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર (Rajiv Kumar) અને અનુપ ચન્દ્રા આજે ગુજરાત મુલાકાતે છે. આજે વિવિધ રાજકીય પાર્ટીઓ સાથે ચૂંટણી પંચે (Election commission of India) બેઠક કરી. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat election 2022) માટે ભાજપે કેન્દ્રીય ચૂંટણી પંચને અનેક રજૂઆત કરી છે.

SOPનું  યોગ્ય રીતે પાલન કરવા ભાજપની રજૂઆત

ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા (Gordhan Zadafia) અને ચૂંટણી લીગલ સેલના કન્વીનર પરિંદુ ભગત ચૂંટણી અધિકારીને મળ્યા હતા. જેમાં ચૂંટણી જાહેર થયા બાદ રોકડ અને અન્ય ચૂંટણી લક્ષી  બાબતોની  SOPનું પાલન કરવા, તો રોકડ મામલે સામાન્ય નાગરિકોને કનડગત ન થાય તેનું ધ્યાન રાખવા પણ રજૂઆત કરવામાં આવી છે. તો સાથે જ આ મામલે ફક્ત રાજકીય પક્ષોના (Political Party) કાર્યકરો કે હોદેદારોની તપાસ થાય અને સામાન્ય નાગરિકોને બિન જરૂરી ન અટકાવવા પણ ભાજપે રજૂઆત કરી છે. તેમજ સ્ટાર પ્રચારકોની યાદીમાં સુધારાની છુટ આપવા પણ જણાવવામાં આવ્યુ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સ્ટાર પ્રચારકનો ખર્ચ ઉમેદવારના બદલે રાજકીય પક્ષના ખર્ચમાં ગણવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ ઉમેદવારી પત્ર ભર્યા બાદ ચકાસણી માટે ઓછામાં ઓછા એક દિવસનો સમય રાખવા માટે કહેવામાં આવ્યુ છે. આ ઉપરાંત વેબસાઇટ (Website) પર નામાંકન પત્ર અપલોડ કરવા સમયે નોમિનેશન ફોર્મ (Nomination Form) અપલોડ કરવા તેઓએ રજૂઆત કરી છે.

પ્રચારનો ખર્ચ પક્ષના ખર્ચમાં ગણવા રજૂઆત

આ ઉપરાંત પોલીંગ એજન્ટ મામલે તે જ વિધાનસભાના મતદાન મથકની (Voter booth) આસપાસના એજન્ટને નિયુક્તિ મામલે પહેલેથી દિશા નિર્દેશ જાહેર કરવા રજૂઆત કરવામાં આવી છે. મતદાન મથકથી રાજકીય પક્ષનું કાર્યાલય 200 ના બદલે 100 મીટરના અંતરે રાખવા પણ રજૂઆત કરવામાં આવી છે. તો સાથે 11 કલાકમાં મતદાન પૂર્ણ કરાવવા માટે એક મતદાન કેન્દ્ર પર 1000 થી વધુ મતદાર ન રાખવા પણ જણાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત ભાજપે 1 હજારથી વધુ મતદારો વાળા કેન્દ્ર પર વ્યવસ્થા કરવા જણાવ્યુ છે. મતદારોને પોતાના ઘર આસપાસ મતદાન મથક મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા તેમજ પ્રચાર માટેની સામગ્રીનો ખર્ચ પક્ષના ખર્ચમાં ગણવા રજૂઆત કરવામાં આવી છે.

Published On - 2:48 pm, Mon, 26 September 22

Next Article