Gujarat Election2022: ભાજપે પ્રચારની આગમાં દિલ્હીની ઝેરીલી હવાને હોમી, બે મોડેલ રાજ્યના ફરક બતાવવા મંત્રીઓ અને ધારાસભ્યો મેદાને

|

Nov 07, 2022 | 12:14 PM

ગુજરાત ચૂંટણી(Gujarat Election 2022)માં દિલ્હીની ઝેરીલી હવા અને પ્રદૂષણને પણ ભાજપે મુદ્દો એટલા માટે બનાવ્યો છે કે અહીં વાત બે મોડેલ સ્ટેટની છે. કેજરીવાલ દિલ્હીના મોડેલને લઈ ગુજરાતમાં છવાઈ જવા માગે છે જ્યારે ભાજપ આ મોડેલ સ્ટેટના ફુગ્ગામાં ભરાયેલી હવાને કાઢી નાખવાના મૂડમાં છે.

Gujarat Election2022: ભાજપે પ્રચારની આગમાં દિલ્હીની ઝેરીલી હવાને હોમી, બે મોડેલ રાજ્યના ફરક બતાવવા મંત્રીઓ અને ધારાસભ્યો મેદાને
Delhi poluuted air in gujarat election campaign

Follow us on

ગુજરાતની ચૂંટણીને લઈને માહોલ અને રંગ બંને જામી ચુક્યો છે. મોટે ભાગે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ વાકયુદ્ધ જોવા મળતુ હતુ જો કે 2017ની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની ડિપોઝીટ ગુમાવી ચુકેલી આમ આદમી પાર્ટીએ આ વખતે કેન્દ્ર અને રાજ્યના નેતાઓને તેમજ સરકારને સીધો પડકાર આપીને આક્રમક રીતે ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે. આ પ્રચારકોમાં કેજરીવાલને ચેહરો બનાવીને અને દિલ્હીને મોડેલ સ્ટેટ બતાવીને ભાજપની જ સ્ટ્રેટેજીથી ચૂંટમી લડવા માગતુ ‘આપ’ જો કે ગુજરાતમાં ઘણા મુદ્દે થાપ ખાઈ ગયુ છે અથવા તો ટ્રોલ થઈ રહ્યુ છે. એમ કહેવાય છે કે ભાજપના રાજકીય આટાપાટામાં આ વખતે કેજરીવાલ સાથે તેમના રાજ્યની પ્રદૂષિત હવા પણ ચકરાવે ચઢી છે, કારણ સ્પષ્ટ છે ગુજરાત અને દિલ્હી વચ્ચેનો ફરક જનતાને બતાવવો અને વિરોધીઓના આક્રમણને તેમની સામે જ ઉપયોગમાં લેવું.

દિલ્હીની હવા અને પ્રદૂષણ

લોકલ સર્કલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોમ્યુનિટી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે દિલ્હી-એનસીઆરના 80 ટકા પરિવારોમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઓછામાં ઓછા એક સભ્યને વાયુ પ્રદૂષણ સંબંધિત બીમારીઓ છે. દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા હાલમાં ખૂબ જ નબળી અને ગંભીર શ્રેણીઓ વચ્ચે છે. સર્વેમાં જણાવાયું છે કે લગભગ 18 ટકા લોકોએ સૂચવ્યું છે કે તેઓ અથવા તેમના પરિવારના સભ્યો ડૉક્ટરની મુલાકાત લઈ ચૂક્યા છે. તે જ સમયે, લગભગ 22 ટકાએ કહ્યું કે તેમના પરિવારના એક અથવા વધુ સભ્યોએ પહેલાથી જ ડૉક્ટર સાથે વાત કરી હતી. સર્વેક્ષણ દરમિયાન, 69 ટકા લોકોએ કહ્યું કે તેઓ ગળામાં દુખાવો અથવા ઉધરસ અનુભવી રહ્યા હતા. 56 ટકા લોકોએ આંખોમાં બળતરાની ફરિયાદ કરી હતી. 50 ટકાને નાક વહેતું હતું, 44 ટકાને શ્વાસ/અસ્થમામાં તકલીફ હતી. 44 ટકાને માથાનો દુખાવો હતો, 44 ટકાને ઊંઘમાં તકલીફ હતી અને 31 ટકાને ચિંતા અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પ્રદૂષણને લઈ લોકો શેર કરી રહ્યા છે MEMES

બગડતી સ્થિતિને જોતા દિલ્હી સરકારે આજથી 5 તારીખ સુધી શાળાઓ બંધ કરી દીધી છે. સરકારી અને ખાનગી કંપનીઓમાં 50% કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે.દિલ્હીની હવામાં ઓગળતા ઝેરને કારણે ઘણા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે લોકો તેની મજાક કરવા લાગ્યા છે. #DELHIPOLLUTION ટ્વિટર પર ટોચ પર છે. લોકો સોશિયલ મીડિયા પર આ હેશટેગ્સ સાથે દિલ્હીની તેમની પીડા અને સ્થિતિ વર્ણવી રહ્યા છે.

 

 

 

ગુજરાતની ચૂંટણી અને ભાજપ માટે પ્રચારનો મુદ્દો

ચૂંટણી પ્રચારમાં દિલ્હીની ઝેરીલી હવાના ફોટા હોય કે ટ્વિટ ભાજપના ધારાસભ્ય અને સાંસદો સહિત ગુજરાત ભાજપની સોશ્યલ ટીમ પણ શેર કરી રહી છે અને કેજરીવાલ પર આક્ષેપોનો મારો કરીને સવાલ પુછી રહી છે કે દિલ્હી અને ગુજરાતની હવા ગુણવત્તા વચ્ચે ઘણો ફરક છે. આ ફરક બતાવીને જનતાના મગજમાં પણ એ ઉતારવા માગી રહ્યા છે કે કોનું શાસન શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યું છે.  ભાજપે આ ઝેરીલી હવાને પ્રચારના ચક્કરમાં ફેરવીને દિલ્હીના સીએમ કેજરીવાલ તરફ વાળી દીધી છે અને તેમની નાકામી પર સવાલ પણ ઉભા કર્યા છે. આ રહ્યા એ ટ્વિટ કે જેમણે દિલ્હીની ઝેરીલી હવાને ઝપેટમાં લીધી છે.

 

 

 

Next Article