AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: રાહુલ ગાંધીએ સૂતરની આટી પહેરવાની ના પાડી! ભાજપના નેતા ભરત ડાંગરે વીડિયો ટ્વીટર પર કર્યો પોસ્ટ

આજે કોંગ્રેસના (Congress) પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ભાજપે રાહુલ ગાંધીને જાણે ઘેરવાનો પ્રયાસ શરુ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 2:46 PM
Share

મહાત્મા ગાંધીના ગુજરાતને સૂતરની આટીથી અલગ ના કરી શકાય. ખાદીના વિચારે સ્વદેશીની ચળવળમાં ક્રાંતિ કરી હતી. ત્યારે ભાજપના (BJP) નેતા ભરત ડાંગરે (Bharat Dangre)  ટ્વીટરના માધ્યમથી સૂતરની આટીથી અંતર રાખતા રાહુલ ગાંધીનો (Rahul Gandhi) એક વીડ઼િયો શેયર કર્યો છે. આ વીડિયોમાં આપ જોઈ શકાય છે કે રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓએ સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના નેતા તેમને સૂતરની આટી પહેરાવીને તેમનું ગુજરાતમાં સ્વાગત કરવાનો પ્રયાસ કરે છે પણ રાહુલ ગાંધી આ સૂતરની આટી પહેરતા જ નથી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે. તમામ પક્ષોની નજર આદિવાસી વોટબેંક પર છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ભાજપે રાહુલ ગાંધીને જાણે વિવાદથી ઘેરવાનો પ્રયાસ શરુ કર્યો છે. ભાજપના નેતા ભરત ડાંગરે ટ્વીટરના માધ્યમથી સૂતરની આટીથી અંતર રાખતા રાહુલ ગાંધીનો એક વીડ઼િયો શેયર કર્યો છે. ભાજપના નેતાએ આ વીડિયો પોસ્ટ કરીને સવાલ પણ પૂછ્યો છે કે બાપુની પ્રિય ખાદીની આટી પહેરવામાં રાહુલ ગાંધીને તકલીફ કેમ છે. ગાંધીની અટક ધારણ કરીને જે પરિવારે વર્ષો સુધી દેશ પર રાજ કર્યું તે પરિવારને ગુજરાતમાં આવીને ખાદીની આટી પહેરવામાં કેમ વાંધો છે.

જો કે સુતરની આટી પ્રત્યે રાહુલ ગાંધીનો આ અણગમો અન્ય એક જગ્યાએ પણ જોવા મળ્યો. વડોદરામાં સર્કિટ હાઉસમાં ધારાસભ્યોની બેઠક સમયે પણ રાહુલ ગાંધીના હાથમાં સૂતરની આટી જોવા મળી પણ તેમણે જાણે તેનું મહત્વ ખબર જ ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જાણે કોઈ ફાલતુ ચીજને કોરાણે મૂકતા હોય તેમ તે સીડીઓની રેલિંગ પણ આ આટી ધીમે રહીને મૂકી દે છે અને આગળ વધે છે. રાહુલ ગાંધી ખાદીની આટીથી જાણો પીછો છોડાવી રહ્યા હોય તેવુ જોવા મળ્યુ.

મહત્વનું છે કે રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો. સાથે જ આદિવાસી અધિકાર સત્યાગ્રહ સભાનું સંબોધન કરી રાહુલ ગાંધીએ કાર્યકરોમાં જોમ અને જુસ્સો પુર્યો. જો કે આ મુલાકાત દરમિયાન તેઓ વિવાદમાં સપડાયા છે.

g clip-path="url(#clip0_868_265)">