Rahul Gandhi Gujarat Visit Highlight: આપણે નવા ગુજરાતનું નિર્માણ કરવાનું છે, તેના માટે યુવાનોએ આગળ આવીને લડવું પડશેઃ રાહુલ ગાંધી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 5:52 PM

Rahul Gandhi addressing the Adivasi Satyagraha Rally Highlight: કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે દાહોદના પ્રવાસે છે.

Rahul Gandhi Gujarat Visit Highlight: આપણે નવા ગુજરાતનું નિર્માણ કરવાનું છે, તેના માટે યુવાનોએ આગળ આવીને લડવું પડશેઃ રાહુલ ગાંધી
Rahul Gandhi addressing the Adivasi Satyagraha Rally

Rahul Gandhi Gujarat Visit Highlight: ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતના પ્રવાસ વધારી દીધા છે. હવે કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે દાહોદના પ્રવાસે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં આદિવાસી સત્યાગ્રહ રેલીનો પ્રારંભ થશે. આ પ્રસંગે આદિવાસી સંમેલનને (Tribal Convention) રાહુલ ગાંધી સંબોધશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 May 2022 04:49 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: સિનિયર નેતાઓને પાર્ટીથી ઉપરવટ ના જવા પણ સૂચના આપી

    Rahul Gandhi Gujarat Visit Live: ધારાસભ્યોને સંઘર્ષ કરવા રાહુલ ગાંધીએ સૂચના આપી હતી. સિનિયર નેતાઓને પાર્ટીથી ઉપરવટ ના જવા પણ સૂચના આપી હતી. રાહુલ ગાંધીએ પાર્ટી અને પંજાથી કોઈ મોટું નથી તેમ પણ કહ્યું હતું. આ સાથે તમામ ધારાસભ્યોને સક્રિય થઈ જવા રાહુલ ગાંધીએ સૂચના આપી હતી.

  • 10 May 2022 04:25 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: નરેશ પટેલને લઈને કોંગ્રેસ જલ્દી નિર્ણય લે તેવી રજૂઆત

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધી સાથેની બેઠકમાં ધારાસભ્યોએ ગુજરાત કોંગ્રેસ માટે રણનીતિકાર આપવા માંગ કરી હતી. આ ઉપરંત નરેશ પટેલને લઈને કોંગ્રેસ જલ્દી નિર્ણય લે તેવી રજૂઆત પણ કરાઈ છે. આ સાથે પ્રિયંકા અને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વધારવા પણ માંગ કરાઈ હતી.

  • 10 May 2022 04:23 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: ધારાસભ્યોની રાહુલ ગાંધી સાથેની બેઠક પૂર્ણ, ધારાસભ્યોએ ઝોન પ્રમાણે સમસ્યાઓની રજૂઆત કરી

    Rahul Gandhi Gujarat Visit Live: ધારાસભ્યોની રાહુલ ગાંધી સાથેની બેઠક પૂર્ણ થઈ છે. ધારાસભ્યોએ ઝોન પ્રમાણે સમસ્યાઓની રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. સામાજિક આગેવાન અને સ્વચ્છ ચહેરાઓને કોંગ્રેસમાં લાવવા માંગ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

  • 10 May 2022 02:53 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીની ધારાસભ્યો સાથે બંધ બારણે બેઠક, ચૂંટણીમાં ક્યા મુદાઓ લઇ જવા તેની થઈ શકે છે ચર્ચા

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીની ધારાસભ્યો સાથે બંધ બારણે બેઠક ચાલી રહી છે. બેઠકમાં કયા મુદ્દા અંગે ચર્ચા થશે તે વિશે અટકળો શરૂ થઇ ગઈ છે. ચૂંટણીમાં ક્યા મુદાઓ લઇ જવા તેમજ ચૂંટણી લક્ષી બેઠક મનાઇ રહી છે.

  • 10 May 2022 02:33 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધી સાથેની બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ હાજર

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધી સાથેની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં તેમના પ્રશ્નોને લઈને ચર્ચા પણ કરવામાં આવશે. કોંગ્રેસના વિધાનસભામાં વિપક્ષના નેતા સહિતના સિનિયર નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે.

  • 10 May 2022 02:20 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: કોગ્રેસ ચૂંટણી માટે તૈયાર હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય વજુ પણદાએ જણાવ્યું

    Rahul Gandhi Gujarat Visit Live: દાહોદમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે રાહુલ ગાંધીની બેઠક, શરૂ થઈ ગઈ છે. કોગ્રેસ દ્વારા ચુટણીનુ બ્યૂગલ ફુંકી દીધુ છે અને કોગ્રેસ ચુંટણી માટે તૈયાર હોવાનું કોંગ્રેસના ધારાસભ્ય વજુ પણદાએ જણાવ્યું છે. આ સાથે દાહોદ જીલ્લાની છ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની  જીતનો દાવો પણ કર્યો હતો.

  • 10 May 2022 02:08 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: આદિવાસી સત્યાગ્રહ સભા સંબોધીને રાહુલ ગાંધી સર્કિટ હાઉસ પહોચ્યા

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહ સભા સંબોધ્યા બાદ તેની આભારવિધી કરવામાં આવી હતી. ત્યારે બાદ તેઓ ત્યાંથી રવાના થયા હતા અને દાહોદમાં સર્કીટ હાઉસ પર પહોંચ્યા હતા. અહીં તેઓ સ્થાનિક નેતાઓ સાથે મીટિંગ કરશે.

  • 10 May 2022 01:41 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: ભાજપ બધું છીનાવવા માંગે છે, પણ આ લડાઈમાં અમે તમારી સાથે છીએ- રાહુલ ગાંધી

    Rahul Gandhi Gujarat Visit Live:  નવું ગુજરાત બનાવવું પડશે તમને રોજગાર અને શિક્ષા તેમજ સ્વાસ્થ્ય જોઈએ તો તમારે આગળ આવવું પડશે. ભાજપ બધું છીનાવવા માંગે છે, પણ આ લડાઈમાં અમે તમારી સાથે છીએ. અમારું જૂનું મોડેલ પરત લાવવા માંગીએ છીએ અને બધા મળીને સરકાર ચલાવીશું. અહીંયા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અને તેમાં આદિવાસીઓના ધારાસભ્ય હશે અને સરકાર એમના માટે કામ કરતી હશે.

     

  • 10 May 2022 01:39 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: આંદોલન કરવા માટે ગુજરાતમાં પરમિશનની જરૂર પડે છે

    Rahul Gandhi Gujarat Visit Live: આપણે બિરસા મુંડા અને ગુરુજીના વિચારો સાથે આગળ વધવું પડશે. જીજ્ઞેશ મેવાણીને જુઓ અને આંદોલન કરવા માટે ગુજરાતમાં પરમિશનની જરૂર પડે છે. જીજ્ઞેશને 3 મહિનાન સજા કરાઇ છે. પણ હું જાણું છું કે 10 વર્ષની જેલ આપો. એને ફરક નહીં પડે.

  • 10 May 2022 01:38 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: અમે આવીશું તો પાર તાપી નર્મદા લિંક પ્રોજેકટ રદ્દ કરીશું- રાહુલ

    Rahul Gandhi Gujarat Visit Live: અહીંયા મોટા મોટા પ્રોજેકટ બને મૂર્તિઓ બને અને તમને એનો કોઈ ફાયદો થતો નથી. અમે આવીશું તો પાર તાપી નર્મદા લિંક પ્રોજેકટ રદ્દ કરીશું. આદીવાસીઓનું પાણી બિઝનેસમેનોને વેચવા માટેનો તખતો તૈયાર કરાઈ રહ્યો છે.

  • 10 May 2022 01:33 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: અમે ગેરેન્ટી આપીશું એટલે એ કામ શત પ્રતિશત થશે- રાહુલ ગાંધી

    Rahul Gandhi Gujarat Visit Live: આંદોલનનું લક્ષ્ય છે કે આદિવાસીઓને શું જોઈએ છે અને કોંગ્રેસ શું ગેરેન્ટી આપશે. અમે ગેરેન્ટી આપીશું એટલે એ કામ શત પ્રતિશત થશે. આ સાથે રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોના ઉદાહરણો આપ્યાં હતાં.

  • 10 May 2022 01:30 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: આદિવાસીઓના આ દબાયેલા અવાજને અમે રસ્તાઓ પર ઉતારવા માંગીએ છીએ- રાહુલ

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આદિવાસીઓના આ દબાયેલા અવાજને અમે રસ્તાઓ પર ઉતારવા માંગીએ છીએ. સરકાર તમારો અવાજ નથી સાંભળવા માંગતી, પણ કોંગ્રેસ તમને એટલા મજબૂત કરવા માંગે છે કે ગુજરાત જ નહીં પીએમને પણ તમારો અવાજ સંભળાય.

  • 10 May 2022 01:28 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: અદિવાસીઓને રાહુલે કહ્યું કે જળ, જમીન અને જંગલ તમારું છે ગુજરાતની સરકારનું નથી

    Rahul Gandhi Gujarat Visit Live: ગુજરાતમાં આદિવસીઓ સાથે શુ થઈ રહ્યું છે, જળ, જમીન અને જંગલ તમારું છે ગુજરાતની સરકારનું નથી. ગુજરાતનાં બિઝનેસમેનનું નથી, અને જે ફાયદો તમને નથી મળતો એ હકીકત છે. આદિવાસી પણ આ વાતને સમજે છે, હોસ્પિટલમાં જાય પૈસા માંગે અને દવા ન મળે આદિવાસી હેરાન થાય. શિક્ષણ માટે કોલેજમાં એડમિશન ન મળે, રોજગારની વાત તો છોડી જ દેજો.

  • 10 May 2022 01:26 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: કોરોનામાં હોસ્પિટલની બહાર ગુજરાતના હજારો લોકોએ છેલ્લો શ્વાસ લીધો -રાહુલ

    Rahul Gandhi Gujarat Visit Live: કોરોનાકાળમાં હોસ્પિટલ લોકો ગયા તો મારવા માટે ગયા. ત્યાં નહોતો ઓક્સિજન કે નગોતા પલંગ. હોસ્પિટલની બહાર ગુજરાતના હજારો લોકોએ છેલ્લો શ્વાસ લીધો. પીએમ કહે છે કે થાળી વગાડો, મોબાઈલની લાઈટ ચાલુ કરો. ગંગા મા લાશોથી ભરાઈ ગઈ હતી, એમ નથી કહેતા કે 50 લાખ લોકો મર્યા, પણ એમ કહે છે કે થાળી વગાડો અને લાઈટ જલાઓ.

  • 10 May 2022 01:23 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: મનરેગાથી દેશના કોડો લોકોને ફાયદો થયો પણ ભાજપ માનરેગનો મજાક બનાવ્યો- રાહુલ

    Rahul Gandhi Gujarat Visit Live: અમે એ માટે મોટા પગલાં લીધા, પેસા કાનૂન લાવ્યા,મનરેગા આપ્યું 100 દિવસ કામની ગેરેન્ટી આપી. આખા દેશે એને ચલાવ્યું અને કરોડો લોકોને એનો લાભ મળ્યો. ભાજપ માનરેગનો મજાક બનાવ્યો.

  • 10 May 2022 01:20 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: જળ, જંગલ અને જમીન ઉદ્યોગપતિઓની નથી, આદિવાસીઓનાં હિન્દુસ્તાનવાસીઓનાં છેઃ રાહુલ ગાંધી

    Rahul Gandhi Gujarat Visit Live: યુપીએ સરકાર હતી ત્યારે અમે પ્રયાસ કર્યો કે હીદુસ્તાનનું ધન, જળ, જંગલ અને જમીન જેનો લાભ દેશના બધા નાગરિકોને મળે, પણ અત્યારની સરકાર બધુ ઉદ્યોગપતિઓને આપી રહી છે. હકિકત તો એ છે કે જળ, જંગલ અને જમીન ઉદ્યોગપતિઓની નથી, આદિવાસીઓનાં હિન્દુસ્તાનવાસીઓનાં છે.

  • 10 May 2022 01:17 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધી એ કહ્યું કે આ પબ્લિક મિટિંગ નથી એક આંદોલન, એક સત્યાગ્રહની શરૂઆત છે

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ પોતાની આ સભાને સત્યાગ્રહની શરૂઆત ગણાવી હતી તેમણે કહ્યું હતું કે આ પબ્લિક મિટિંગ નથી એક આંદોલન, એક સત્યાગ્રહની શરૂઆત છે.

  • 10 May 2022 01:13 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ ગુજરાતમાં ફરી સહકાર મોડલ શરૂ કરવાનું વચન આપ્યું

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે આ સરકારમાં તમામ ક્ષેત્રમાં પ્રાવેટાઈજેશન કરીને મુઠ્ઠીભર લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે. પણ જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો આપણે આ સ્થિતિ બદલી નાખશું. આપણ ફરીથી રાજ્યમાં સહકારનું ક્ષેત્ર વિકસાવીશું,

  • 10 May 2022 01:08 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: આપણે નવા ગુજરાતનું નિર્માણ કરવાનું છે, તેના માટે યુવાનોએ આગળ આવવું પડશે

    Rahul Gandhi Gujarat Visit Live:  રાહુલ ગાંધીએ કહ્યું કે આજે બે ત્રણ લોકોનું ચાલે છે અને ગુજરાત સરકાર ચુપ બેઠી છે. આપણે આ સ્થિતિ બદલવાની છે. યુવાનોએ આગળ આવવું પડશે, લડવું પડશે. મને ભરોશો છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે અને આ આંદોલન બાદ એ સરકારમાં આદીવાસીઓનો અવાજ હશે અને આદીવાસી એમએલએ હશે અને ગુજરાતની જનતાની જંગલ અને જમીનની રક્ષા કરાશે.

  • 10 May 2022 01:05 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live:છત્તીસગઢમાં સરકારી અંગ્રેજી શાળાઓનું જાળ બીછાવી દેવામાં આવ્યું છે ગુજરાતમાં પણ તેવું કરીશું

    Rahul Gandhi Gujarat Visit Live: રાજસ્થાનમાં હેલ્થ મોડેલ બનાવ્યું છે જેમાં તમામ ગરીબ લોકોને મફતમાં મેડિકલ સેવા આપવામાં આવે છે. આવી જ રીતે છત્તીસગઢમાં અંગ્રેજી શાળાઓનું જાળ બીછાવી દેવામાં આવ્યું છે. જેથી તમામ ગરીબ અને ગામડાના બાળકો પણ અંગ્રેજીમાં શિક્ષણ મેળની શકે છે અને અહીં તો બધુ પ્રાઇવેટ કરવામાં આવ્યું છે.

  • 10 May 2022 01:02 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: અમારી સરકાર આવશે તો તમામ વાયદા પૂરા કરવાં આવશે તેવી ગેરેટી આપી

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ પોતાની સ્પીટમાં રાજસ્થાન અને છત્તીસગઢની કોંગ્રેસ સરકારે કરેલા સારા કામો ગણાવ્યા હતા અને તે પ્રમાણે ગુજરાતમાં પણ પોતાના વચન પુરા કરવાની ગેરેન્ટી આપી હતી.

  • 10 May 2022 12:58 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: પ્રાઇવેટાઈજેશન પર સરકાર પર પ્રહારો કર્યા

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર બધુ પ્રાઇવેટ કરી રહી છે. સ્કૂલો પ્રાવેટ કરી નાખી, થોડાક લોકોના હાથમાં શિક્ષણ આપી દીધું છે. આવી જ રીતે હવે હોસ્પિટલો પણ પ્રાઈવેટ કરાઈ રહી છે. ગરીબ લોકોને મળતી તમામ સુવિધા આ રીતે બંધ કરાઈ રહી છે.

  • 10 May 2022 12:54 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: નોટબંધને કારણે માત્ર પૈસાદારોને ફાયદો થયો, સામાન્ય લોકોની મુશ્કેલી વધી,

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ નોટબંધી વિશે કહ્યું કે નોટબંધને કારણે માત્ર પૈસાદારોને ફાયદો થયો, સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. વિમાનમાં ફરતા લોકોના ફાયદો કરવા માટે નોટબંધી લાગુ કરાવી હતી. તેનાથી લોકોની કમાણીના બધા પૈસા બેન્કમાં ભરાવી દીધા અને તેનો ફાયદો ઘનવાનોને થયો.

  • 10 May 2022 12:50 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીનું સમારંભમાં સંબોધન, ભાજપ સરકાર પર પ્રહારો કર્યા

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીએ પોતાની સ્પીચની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરી હતી અને અત્યારની ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે અત્યારની સરકારમાં ધનવાનોનું અને ગરીબોનું એમ બે ભારત બની ગયાં છે. પૈસાદાર વધુ પૈસાદાર થઈ રહ્યો છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે. અત્યારે બે ભારત બની ગયા છે. આપણે બે ભારત ઇચ્છતા નથી.

  • 10 May 2022 12:43 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: સમારંભમાં આદિવાસી પત્ર રજુ કરવામાં આવ્યું

    Rahul Gandhi Gujarat Visit Live: આ સમારંભમાં આદિવાસી પત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના હસ્તે તેનું અનાવરણ કરાયું હતું. અને આ પત્ર રાહુલ ગાંધી દ્વરા વાંચવામાં આવ્યું હતું.

  • 10 May 2022 12:37 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: ગુજરાતમાં 2022માં 125+ સીટ સાથે કોંગ્રેસની સરકાર બનાવીશુંઃ રઘુ શર્મા

    Rahul Gandhi Gujarat Visit Live: આદિવાસી વિસ્તારમાં પાણી, આરોગ્ય અને શિક્ષણ સહિતના મુદ્દાઓ અસર કરી રહ્યા છે. કોંગ્રેસના સમયમાં આદિવાસીઓના ભલા માટે કાયદાઓ બનાવ્યા પણ ભાજપ સરકાર એને લઈને ગંભીર નથી. રાહુલ ગાંધીને ભરોસો અપાવું છું કે 6 મહિના સુધી 10 લાખ આદિવાસીઓમાં જઈને અધિકાર પત્ર ભરવામાં આવશે. અમારો 1 વોલન્ટિયર 2 વખત સંવિધાન ચૌપાલ કરશે. રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધી આદિવાસીઓને મહત્વ વધુ આપતા હતાં. અમારું વચન છે કે ગુજરાતમાં 2022માં 125+ સીટ સાથે કોંગ્રેસની સરકાર બનાવીશું. વિપક્ષને આંદોલન કરવાની પરમિશન ન મળે તેવી સ્થિતિ છે. જીગ્નેશ મેવાણીએ આંદોલન કર્યું અને એમને સજા થઈ. અમે વિપક્ષ છીએ, અમારી જવાબદારી છે કે લોકોના પ્રશ્નોને લઈને લડીએ.

  • 10 May 2022 12:32 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધી દાહોદ સમારોહમાં પહોંચ્યા

    Rahul Gandhi Gujarat Visit Live:  રાહુલ ગાંધી દાહોદ સમારોહમાં પહોંચી ચૂક્યા છે. વડોદરાથી તેઓ બાય રોડ દાહોદ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે.

  • 10 May 2022 12:09 PM (IST)

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર આગમન, કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત, વડોદરાથી દાહોદ જવા રવાના

    Rahul Gandhi Gujarat Visit Live: રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. કોંગ્રેસના નેતાઓએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. વડોદરાથી તેઓ દાહોદ જવા રવાના થયા હતા. રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. સાથે જ આદિવાસી અધિકાર સત્યાગ્રહ સભાનું સંબોધન કરી રાહુલ ગાંધી કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરશે.ઉપરાંત ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે.

Published On - May 10,2022 12:08 PM

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">