Bhuj Election Result 2022 LIVE Updates : ભુજમાં ભાજપના કેશવલાલ પટેલની જીત,કોંગ્રેસના અરજણ ભૂડિયાની હાર

|

Dec 08, 2022 | 11:55 AM

Bhuj MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ડો. નિમાબેન આચાર્યનો 14,022 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 86,532 મત મળ્યા હતા.

Bhuj Election Result 2022 LIVE Updates : ભુજમાં ભાજપના કેશવલાલ પટેલની જીત,કોંગ્રેસના અરજણ ભૂડિયાની  હાર
Bhuj election result 2022
Image Credit source: TV9 gfx

Follow us on

ગુજરાતની ભુજ બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election કચ્છની ભુજ બેઠક ઉપરથી બાજપના ઉમેદવાર કેશવલાલ પટેલની જીત થઈ છે અને  કોંગ્રેસના ઉમેદવાર  અરજણ ભૂડિયાની હાર થઈ છે.  ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અરજણ ભૂંડિયા એ ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 8,62,582 રુપિયાની જંગમ મિલકત છે. જ્યારે ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલે ધોરણ 7 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 44,40,984ની  જંગમ મિલકત છે. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ પિડોરીયા એ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 18,13,945 ની જંગમ મિલકત છે.

ભુજ બેઠક પર 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયુ હતુ. આ વખતે છેલ્લા 2 ટર્મથી ભુજ બેઠકના ભાજપના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યના સ્થાને કેશવલાલ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જયારે કોંગ્રેસ પાર્ટી તરફથી અરજણ ભૂડિયા અને આપ પાર્ટી એ રાજેશ પંડોરીયાને ટિકિટ આપી હતી.

છેલ્લી વિધાનસભા ચૂંટણીઓના પરિણામો

-વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ડો. નિમાબેન આચાર્યનો 14,022 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 86,532 મત મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

-વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભુજ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ડો. નીમાબહેન આચાર્ય ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તેમણે કોંગ્રેસના અમીરાલી હાજીહુસેન લોઢીયાને 11 % મતથી હરાવ્યા હતા.

-વર્ષ 2007માં ભાજપના વાસણ આહિરે કોંગ્રેસના શિવજી આહિરને 16 ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી.

રાજકીય અને જાતિગત સમીકરણ

ભુજ બેઠક પર ભાજપનું જ પ્રભુત્વ રહ્યુ છે. ભાજપ છેલ્લી 7 ચૂંટણીમાંથી માત્ર વર્ષ 2002માં જ ચૂંટણી હાર્યું હતુ.વર્ષ 2002માં આવેલા વિનાશક ભૂકંપથી આ વિસ્તારમાં ઘણું નુકસાન થયુ હતુ. ભૂકંપ પછી ગુજરાત રમખાણને કારણે ભુજના મતદાતાઓમાં ઘણી નારાજગી જોવા મળી રહી હતી. આ કારણે વર્ષ 2002ની ચૂંટણી ભાજપના વાસણભાઈ આહિર હારી ગયા હતા.

ભુજ બેઠકના મતદારોની વાત કરીએ ગ્રામીણ અને શહેરી બંને પ્રકારના મતદારો આ બેઠક પર જોવા મળે છે. આ બેઠક પર NRI મતદારોની સંખ્યા પણ વધારે છે.આ બેઠકના પર  પાટીદાર, દલિત અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે. આ બેઠક 37 % સવર્ણ મતદારો, 36 % લધુમતી મતદારો, 35 % પાટીદાર, 22 % એસસી અને 9 % ઓબીસી મતદારો છે.

ભુજ બેઠક પર મતદાતાની સંખ્યા કેટલી?

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ, ભુજ બેઠક પર કુલ 2,90,952 મતદારો છે. પુરુષ મતદાતાઓની સંખ્યા 1,47,483 અને મહિલા મતદાતાઓની સંખ્યા 1,43,468 છે. આ બેઠક પર 1 ટ્રાન્સઝેન્ડર મતદાતા પણ છે.

ભુજ બેઠક વિષે

ભુજ એ કચ્છ જિલ્લાનું વડુમથક છે અને તેની લોકસભા બેઠક કચ્છ છે.ભુજની સ્‍થાપના ઇ.સ. 1549માં કરવામાં આવી હતી.ભુજીયા ડુંગરની તળેટીમાં વસેલું ભુજ કચ્છનું સૌથી મોટું શહરે છે. અહીં 2001ના ભૂકંપમાં મોતને ભેટેલા લોકોની યાદમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ભુજમાં સુંદર કોતરણી ધરાવતા મહેલ, મંદિરો જોવાલાયક છે. પાંચ ગઢના નાકા ભુજના ઇતિહાસની યાદ અપાવે છે.ભુજના જોવાલાયક સ્થળોમા પ્રાગ મહેલ, કાળો ડુંગર, દત્ત મંદિર, આઇના મહેલ, હમિરસર તળાવ છે. ભુજ તાલુકામાં આવેલું માધાપર ગામ એશિયાનું સૌથી ધનિક ગામ ગણાય છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 11:54 am, Thu, 8 December 22

Next Article