Junagadh : ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ પહોંચ્યા

હરીહરાનંદ બાપુએ(Hariharanand Bharti ) વડોદરા ક્રાઇમ બ્રાંચ સમક્ષ કરેલા ખુલાસાની Tv9ને Exclusive માહિતી હાથ લાગી છે. બાપુના ખુલાસા પર નજર કરીએ તો આશ્રમ ત્યજીને બાપુ ત્રમ્બકેશ્વરમાં સ્થાયી થવા ઇચ્છતા હતા.અને ત્રમ્બકેશ્વરમાં જ ઝૂંપડુ બાંધીને રહેવાનો નિર્ણય કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 10:55 PM

જૂનાગઢ(Junagadh) ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ ભારતી (Hariharanand Bharti)  બાપુ જૂનાગઢ પહોંચ્યા છે. છેલ્લા ચાર દિવસથી ગુમ થયા બાદ તેવો નાસિકથી મળી આવ્યા હતા. વડોદરાથી(Vadodara)  જૂનાગઢ ભારતી આશ્રમ પહોંચ્યા હતા. તેમજ સરખેજના ભારતી આશ્રમના વિવાદને લઇને હરીહરાનંદ બાપુ નાસિક ચાલ્યા ગયા હતા તેવો ખુલાસો થયો હતો. આ ઉપરાંત હું વાદ-વિવાદથી દૂર ત્રમ્બકેશ્વરમાં ઝૂંપડુ બાંધીને ધાર્મિક માહોલમાં રહેવા ઇચ્છતો હતો. આ મોટો ખુલાસો કર્યો છે નાસિકથી મળી આવેલા ગુમ હરીહરાનંદ બાપુએ. બાપુએ વડોદરા ક્રાઇમ બ્રાંચ સમક્ષ કરેલા ખુલાસાની Tv9ને Exclusive માહિતી હાથ લાગી છે. બાપુના ખુલાસા પર નજર કરીએ તો આશ્રમ ત્યજીને બાપુ ત્રમ્બકેશ્વરમાં સ્થાયી થવા ઇચ્છતા હતા.અને ત્રમ્બકેશ્વરમાં જ ઝૂંપડુ બાંધીને રહેવાનો નિર્ણય કર્યો હતો.

વિવાદથી વ્યથિત બાપુએ ગાદી, સંપત્તિ છોડવાનો નિર્ણય કર્યો હતો. 30મી એપ્રિલે બાપુ કપુરાઇ ચોકડીથી ટેમ્પોમાં બેસી ત્રમ્બકેશ્વર જવા નિકળ્યા હતા અને મનોર નજીક ફૂટપાથ પર રાતવાસો કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે વડોદરાથી 300 કિમી દૂર નાસિક નજીકથી મળેલા બાપુએ સરખેજ આશ્રમની સંપત્તિ માટે દબાણ કરાતુ હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારે હવે પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

તો 4 દિવસના નાટકીય ઘટનાક્રમનો અંત આવ્યો અને ગુમ હરીહરાનંદ બાપુને નાસિક નજીકથી સેવકોએ શોધી કાઢ્યા. બાપુ મળતા જ તેઓના ભક્તો અને શિષ્યોમાં ખુશીની લહેર ફરી વળી. બાપુને વડોદરા લવાતા હોવાના અહેવાલને પગલે, ગુરૂને આવકારવા સંતો-ભક્તોએ ભીડ કરી. હરીહરાનંદ બાપુને સીધા જ વડોદરા ક્રાઇમ બ્રાંચ લઇ જવાયા. જ્યાં તેઓની પુછપરછ કરવામાં આવી. પુછપરછમાં બાપુએ વિવાદોથી કંટાળીને ત્રમ્બકેશ્વર સ્થાયિ થવાનો નિર્ણય કર્યાનો ખુલાસો કર્યો. તો પુછપરછ પૂર્ણ થતાં બાપુ પોતાના શિષ્યો સાથે જૂનાગઢ આશ્રમ રવાના થયા. તો જૂનાગઢમાં પણ બાપુના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરાઇ છે..જોકે સરખેજ આશ્રમના ઋષિ ભારતીએ બાપુ ગુમ થવાના કેસમાં પોતાની ભૂમિકાના આરોપને ફગાવ્યો છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">