ગુજરાતની અંકલકેશ્વર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election અંકલેશ્વર બેઠક ઉપર ભાજપના ઇશ્વર પટેલની જીત થઈ છે. ભાજપે ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલને ટિકિટ આપી હતી. તેમની પાસે રૂપિયા 7422247 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને B.A., LLB સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે અંકુરકુમાર લક્ષ્મણભાઈ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 4414000ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેઓએ Diploma in Mechanical Engineering નો અભ્યાસ કર્યો છે.
અંકલેશ્વર દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે. આ શહેર મુંબઇથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. આ સાથે જ ગુજરાતની 182 વિધાનસભા સીટો પૈકી અંકલેશ્વર 154 નંબરની વિધાનસભા બેઠક છે. વર્ષ 2017 પ્રમાણે આ મતવિસ્તારમાં કુલ 220311 મતદારો છે, જેમાંથી 115421 પુરૂષ, 104884 મહિલા અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
અંકલેશ્વર રાજપીપળા, હાંસોટ, વાલિયા, માંગરોળ, ડેડીયાપાડા, ઝઘડીયા, ભરૂચ સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે. અહીંથી અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપળા તેમ જ અંકલેશ્વર-ઝઘડીયા-નેત્રંગ એમ બે જગ્યા પર નેરોગેજ રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે. અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાં GIDC અને ONGCના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં 1500થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં ખેતી અને પશુપાલન કરે છે, જે પૈકી મુખ્ય ખેતી શેરડી, ડાંગર તેમ જ કપાસની થાય છે.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો વિજય થયો અને કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતની હાર થઈ હતી. AAPએ ક્ષેત્રપાલ દુર્ગાપ્રસાદને ટિકિટ આપી, બસપાએ ચતનભાઈ કાનજીભાઈને ટિકિટ આપી હતી.
2012ની વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ગત વખતે કોંગ્રેસના મગનભાઈ બાલુભાઈ પટેલને હરાવીને આ બેઠક કબજે કરી હતી. આ દરમિયાન ઈશ્વરસિંહને 82645 મત મળ્યા હતા અને માત્ર 51202 મતદારોએ કોંગ્રેસના મગનભાઈ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ લગભગ 20 હજાર મતોથી જીત્યા હતા.
અહી ઉલ્લેખનીય છે કે આ સીટ પર 1990થી ભાજપનો કબજો છે અને ઈશ્વર સિંહ છેલ્લા ત્રણ વખતથી આ સીટ પરથી ધારાસભ્ય છે. આ વખતે પણ ભાજપે ઈશ્વરસિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2012, 2007, 2002માં ઇશ્વરસિંહ, 1998માં આયંતભાઇ જીણાભાઇ પટેલ, 1995માં રતનજીભાઇ બાલુભાઇ પટેલ જીત્યા હતા. અહીં કોંગ્રેસે છેલ્લી વખત 1985માં જીતનો સ્વાદ ચાખ્યો હતો.
આ પણ વાંચો:
Published On - 12:10 pm, Thu, 8 December 22