Gujarat Election 2022 : ચૂંટણી પહેલા AICC હરકતમાં, ગુજરાત કોંગ્રેસના નેતાઓને આપી કડક સૂચના

|

Sep 09, 2022 | 11:25 AM

સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલે (K. C. Venugopal) આ સુચના આપી છે.તો માત્ર ફોટોગ્રાફી માટે વિરોધ પ્રદર્શનમાં જોડાતા નેતાઓને લઈને પણ સૂચનો કર્યા છે.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા AICC હરકતમાં, ગુજરાત કોંગ્રેસના નેતાઓને આપી કડક સૂચના
Gujarat Congress

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મહતમ બેઠકો હાંસલ કરવા મથામણ કરી રહી છે. આ બધાની વચ્ચે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિમાં પણ ટકી રહેવા મેદાનમાં છે. હવે ગુજરાત કોંગ્રેસના (gujarat congress) નેતાઓ માટે AICC પણ હરકતમાં આવી છે. આંદોલનાત્મક કાર્યક્રમો થકી રસ્તા પર ઉતારવા કડક સુચના આપવામાં આવી છે.

જેમાં તમામ સિનિયર નેતાઓ આંદોલનાત્મક કાર્યક્રમમાં ધરપકડ વ્હોરે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે. સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલે (K. C. Venugopal) આ સુચના આપી છે. તો માત્ર ફોટોગ્રાફી માટે વિરોધ પ્રદર્શનમાં જોડાતા નેતાઓને લઈને પણ સૂચનો કર્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઉમેદવાર પસંદગીને લઇ કોંગ્રેસની તૈયારી

ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચુંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ લઈને નીકળેલ કોંગ્રેસે(Congress)અંતિમ સમયે ઉમેદવાર જાહેર કરવાની પરંપરામાં બદલાવ લાવતા ઉમેદવારજલ્દી જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર બનવા માંગતા કાર્યકરો પાસેથી 12 સપ્ટેમ્બરથી બાયોડેટા મંગાવવાની શરૂઆત થશે. તેમજ 21 થી 23 સપ્ટેમ્બરે સ્ક્રુટીની માટે પુનઃ સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળશે.કોંગ્રેસે ઉમેદવારોને લઈ અગાઉ જ જાહેરાત કરી હતી કે તેઓ પ્રથમ યાદી વહેલી જાહેર કરશે.

આ બાબતને વળગી રહેતા કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી (Congress Screening committee) અને ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવાર પસંદગી અંગે મેરેથોન 4 કલાક ચર્ચા કરાઈ, જેમાં ઉમેદવાર અંગે 130 સૂચનો થયા. આ સિવાય નવા શિક્ષિત, યુવા અને મહિલાઓને પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું.. ચુંટણી લડવા ઇચ્છુંકો પાસેથી કોંગ્રેસે બાયોડેટા મંગાવવાની તારીખો જાહેર કરી છે. આ મુજબ 12 સપ્ટેમ્બર થી જિલ્લા સમિતિએ ઉમેદવારે બાયોડેટા જમા કરાવવાનો રહેશે.

Next Article