ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ, ADRએ આપ્યો રિપોર્ટ

|

Nov 28, 2022 | 10:48 PM

Gujarat Election 2022: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડનું દાન મળ્યુ છે અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકીય પક્ષોને કુલ 591.27 કરોડનું દાન મળ્યુ છે. જેમાં ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 343 કરોડ અને ડાયરેક્ટ ડોનેશનથી 174 કરોડનું દાન મેળવ્યુ છે.

ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ, ADRએ આપ્યો રિપોર્ટ
ભાજપ-કોંગ્રેસ

Follow us on

અત્યારે જ્યારે ગુજરાતની ચૂંટણીઓ થવા જઈ રહી છે, જેને લઈને તમામને જાણવામાં રસ હોય કે ઉમેદવાર કેવું બેગ્રાઉન્ડ ધરાવે છે. ગુનાહિત છે. સંપત્તિ કેટલી છે વગેરે જેવી બાબતો જાણવામાં લોકોને રસ હોય છે. જેને લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ સર્વે કરતી હોય છે. જેણે થોડા દિવસ પહેલા પ્રથમ તબક્કાના ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ સહિત મિલકત અને શિક્ષણને લઈને રિપોર્ટ જાહેર કરી પોલ ખુલી પાડી હતી.

ત્યારે એ જ સંસ્થાએ વધુ એક રિપોર્ટ ફંડને લઈને જાહેર કર્યો છે. જે રિપોર્ટ આ વિશ્લેષણ ગુજરાતમાંથી મુખ્ય પક્ષોને કેટલું દાન મળ્યું છે? અને તે કોના દ્વારા મળ્યું છે? તે સમજવા માટે કરેલ છે, જોકે ઈલેક્ટોરલ બોન્ડ યોજના આવતાં બોન્ડ થકી મળેલ દાન કોણે આપ્યું તેનો ખ્યાલ આવતો નથી તે પણ જાહેર કરેલ છે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજકીય પક્ષોને 591.27 કરોડનું દાન મળ્યુ

રાષ્ટ્રીય પક્ષો અને ક્ષેત્રિય પક્ષો દ્વારા વર્ષ 2016-17થી 2020-21 સુધીની ફૂલ આવક 16,071.60 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી છે. તેમાંથી 79.91% એટલે 12.842.28 કરોડની આવક 8 રાષ્ટ્રીય પક્ષોની છે. જ્યારે ક્ષેત્રીયપક્ષોને રૂપિયા 3229.32 (20%) આવક છેલ્લા 5 વર્ષમાં થઈ છે. લોકસભામાં ચૂંટણીના વર્ષ 2019-20માં 4780.09 કરોડ નું ફંડ મળ્યું છે, જ્યારે ક્ષેત્રિય પક્ષો ને વર્ષ 2018-19 દરમ્યાન સૌથી વધુ એટલે કે 1089,422 કરોડ નું ફંડ મળ્યું છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
મોંઘી દાટ કેરી ખરીદ્યા પછી તેની છાલને ફેંકવાની જરૂર નથી, આ રીતે કરી શકો છો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા રજૂ કરાયેલી વિગત અનુસાર કુલ આવકમાં રાષ્ટ્રીય પક્ષોને મળેલું દાન 10,471.04 (82.15%) કરોડ છે અને 2274.57 કરોડ રૂપિયા (7.85%) પ્રદેશિક પક્ષોને દાન દ્વારા મળ્યા છે.

ગુજરાતમાંથી મળેલ દાનની વાત કરીએ તો

– ઇલેક્ટોરલ બોન્ડ થકી – 313 કરોડ

– ઇલક્ટોરલ ટ્રસ્ટ થકી – 74.27 કરોડ
– સીધુ કોર્પોરેટ દાન – 174 કરોડ પ્રાપ્ત થયુ છે.

ઇલેક્ટોરલ બોન્ડ થકી 13 તબક્કામાં જે 343 કરોડ દાનમાં મળ્યા છે, જેમાં સૌથી વધુ એપ્રિલ 2019ના તબક્કામાં 87.5 કરોડ, ત્યારબાદ ઓક્ટોબર 2022ના તબક્કામાં 81.5 કરોડ મળ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાને રાખી આ વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાતની મુખ્ય રાજકીય પાર્ટીઓને કેટલુ દાન મળ્યુ, કોના દ્વારા મળ્યુ તે સમજવા માટે કરાયુ છે. ઈલેક્ટોરલ બોન્ડ યોજના આવતા બોન્ડ થકી મળેલુ દાન કોણે કેટલુ આપ્યુ તે બહાર ન આવે તેની તકેદારી રાખવામાં આવે છે.

સૌથી વધુ ડોનેશન આપનાર કોર્પોરેટ ડોનેશનમાં ટોરેન્ટ પાવર, નિરમા ટોરેંટ ફાર્માસ્યુટીકલ, ટોરેંટ ફાર્મા, કેડિલા હેલા કેર, આદિ એન્ટરપ્રાઈસ રહ્યા છે.

Published On - 9:37 pm, Mon, 28 November 22

Next Article