PM મોદીની હત્યાની ધમકી આપનાર શખ્સની ગુજરાત ATSએ યુપીથી કરી ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અને કેન્દ્રીય સચિવાલયની ઈમારતના બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની ગુજરાત ATSએ યુપીમાંથી ધરપકડ કરી છે. આ શખ્સે એકતરફી પ્રેમમાં પાગલ હતો અને પ્રેમિકાને ફસાવવા માટે ધમકીભર્યા ઈમેઈલ કર્યા હતા.

PM મોદીની હત્યાની ધમકી આપનાર શખ્સની ગુજરાત ATSએ યુપીથી કરી ધરપકડ
PMની હત્યાની ધમકીભર્યો ઈમેલ કરનાર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 28, 2022 | 5:12 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા અને કેન્દ્રીય સચિવાલયની ઈમારતના બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીની યુપીમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રેમિકાને ફસાવવા યુવકે ઈમેલ કરીને ધમકી આપી હતી. એકતરફી પ્રેમમાં પાગલ આ યુવકે પ્રેમિકાને ફસાવવા માટે ધમકીભર્યા ઈમેલ કર્યા હતા. ગુજરાત ATSએ આ શખ્સની ધરપકડ કરી છે. ATS ઝડપેલા આ શખ્સનું નામ અમન ઉર્ફે તન્નુ સક્સેના છે. એક તરફી પ્રેમમાં ભાન ભૂલેલા આ શખ્સે પીજી પોર્ટલ પર જામનગરમાં પીએમ મોદીના કાર્યક્રમમાં હત્યા તેમજ દિલ્હી કેન્દ્રીય સચિવાલયની ઈમારત બ્લાસ્ટ કરવાની યોજના ઘડી હોવાનો ઈમેઈલ પીજી પોર્ટલમાં કર્યો હતો.

ગુજરાત ATSએ  ઈમેઈલ કરી ધમકી આપનાર શખ્સ અમન ઉર્ફે તન્નુ સક્સેનાની કરી ધરપકડ

અમન નામના યુવકે યુપીમાં બદાયુ ગેંગ બનાવી ષડયંત્ર રચ્યુ હોવાનો ઈમેઈલ કર્યો. આ ઈમેઈલની ગંભીરતાને જોતા ગુજરાત ATSએ દિલ્હી તપાસ કરતા શુભણ છાલેરિયા નામનું ફેક આઈડી બનાવી મેઈલ કર્યો હોવાનું સામે આવતા ATSએ ટેકનિકલ એનાલિસીસના આધારે અમન સક્સેનાની ધરપકડ કરી છે.

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાને બદનામ કરવા ઘડ્યુ હતુ ષડયંત્ર

આરોપી અમન સક્સેનાની પૂછપરછમાં ખુલ્યું કે એક તરફી પ્રેમમાં પાગલ આરોપીએ પ્રેમિકાને બદનામ કરવા અને ફસાવવા આ કાવતરું ઘડ્યું હતું. આરોપી મુંબઈમાં એન્જીનીયરનો અભ્યાસ કર્યો છે અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મેટ્રી મોનિયલ સાઈટ પર અમન અને તાન્યા સંપર્કમાં આવ્યા હતા. બન્ને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ કોઈ કારણોસર બન્ને વચ્ચે મનમેળ ન મળતા તાન્યાએ સંબંધ ખતમ કરી દીધો હતો અને અમન સાથે વાત કરવાની બંધ કરી દીધી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બ્રેકઅપ બાદ બદલો લેવા પ્રેમિકાના નામથી ધમકીભર્યો ઈમેઈલ કર્યો

પ્રેમિકા સાથે બ્રેકઅપ થઈ જતા ઉશ્કેરાયેલા અમને બદલો લેવા પ્રેમિકાના નામથી ચૂંટણી દરમ્યાન બ્લાસ્ટ કરવા અને PM ની હત્યાની ધમકી આપતો ઇમેઇલ કર્યો. પરંતુ ATS ની તપાસમાં તેનો ભાંડો ફૂટી જતા જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો. પ્રેમમાં નિષફળતા મળતા આરોપીએ પ્રેમિકાને ફસાવવા કાવતરું ઘડ્યું. પરંતુ ATSએ આ ષડયંત્ર ને પણ નિષ્ફળ બનાવ્યું. આરોપીએ 3 માસમાં 15 જેટલી અરજીઓ DGP પોર્ટલ પર ભારત અને વિદેશ ના મહાનુભાવોની હત્યાને લઈને કરી હતી. જેથી ATS એ આરોપીના મોબાઈલ અને લેપટોપ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">