AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર ,આ વખતે ચૂંટણીમાં યુનિક શું હશે, જાણો

Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે આ વખતે શું શું યુનિક હશે તે વિશે જાણીએ

Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર ,આ વખતે ચૂંટણીમાં યુનિક શું હશે, જાણો
આ વખતે ચૂંટણીમાં યુનિક શું હશેImage Credit source: TV9 Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 4:59 PM
Share

Gujarat Elections 2022 : ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 15 નવેમ્બરે થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

1. 2017ની તુલનાએ આ વખતે ટ્રાન્સ ઝેન્ડરની સંખ્યા બમણી

કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, 2017ની તુલનાએ આ વખતે ટ્રાન્સ ઝેન્ડરની સંખ્યા બમણી થઈ છે.જે અત્યારે 100% વધ્યા, 1417 ટ્રાન્સજેન્ડર મતદારો અત્યારે છે, દેશમાં કુલ 44 હજારથી વધુ ટ્રાન્સજેન્ડર મતદારો છે

2. વડીલો ઘરેથી મતદાન કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા

દરેક મતદાન કેન્દ્ર પર સરેરાશ 948 મતદારો આવશે. સિનીયર સિટીઝન માટે ઘરેથી મતદાન કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે. મહત્વનું છે કે, 9.87 લાખ મતદારો 80 વર્ષથી વધુના ઉંમરના છે.

3.દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા

કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. આથી તેમને મતદાન કરવામાં સરળતા રહેશે.

4. શિપિંગ કન્ટેનરને પણ મતદાન મથક બનાવવામાં આવ્યું હતું

33 મતદાન મથકો હશે જેનું સંચાલન યંગ પોલિંગ ટીમ દ્વારા કરવામાં આવશે, આનાથી યુવાનો મતદાન કરવા પ્રેરિત થશે. અનોખા મતદાન મથકો હશે. શિપિંગ કન્ટેનરને પણ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત, શિપિંગ કન્ટેનર પણ મતદાન મથક તરીકે કાર્ય કરશે.

5.રાજ્યમાં મોડલ 182 મતદાન મથકો બનાવવામાં આવશે

રાજ્યમાં મોડલ 182 મતદાન મથકો બનાવવામાં આવશે, જેમાં 1274 પર મહિલાઓની કમાન્ડ રહેશે. કુલ મતદાન મથકો 51,782 , શહેરી વિસ્તારમાં 17,506 ગ્રામીણ વિસ્તારોમાં-34,276

6.ઘરે બેઠા મતદાનની સુવિધા આપશે

  • વરિષ્ઠ નાગરિકોને ઘરેથી મતદાન કરી શકશે
  • સરળ મતદાન મથકો હશે.
  • ટીમ તેની મદદ કરશે.
  • વરિષ્ઠ નાગરિકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • વિકલાંગ લોકો માટે પોસ્ટલ બેલેટનો વિકલ્પ પણ હશે.
  • તેમજ જો ચૂંટણી દરમિયાન કોરોનાનો ચેપ લાગે છે, તો કોરોના દર્દીને ઘરેથી મતદાન કરવાની સુવિધા મળશે.

7. નાગરિક CVigil મોબાઈલ એપ દ્વારા ફરિયાદ કરી શકશે

ચૂંટણી પંચે કહ્યું છે કે, CVigil મોબાઈલ એપ દ્વારા કોઈપણ નાગરિક ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે,પરિણામ 100 મિનિટમાં ઉપલબ્ધ થશે.

8. એક મત લેવા માટે 15 લોકોની ટીમ જશે

મત લેવા માટે 15 લોકોનો સ્ટાફ જશે, જાફરાબાદના શિયાળબોટના 457 મતદારો માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે

9.સિદ્દી સમુદાયના લોકો માટે વિશેષ મતદાન

સિદ્દી સમુદાયના લોકો માટે વિશેષ મતદાનની સુવિધા કરવામાં આવી છે માધવપુર-ગીર વિસ્તારમાં 200થી વધુ મતદારો છે.સિદ્દી સમુદાય માટે કે જેઓ પૂર્વ આફ્રિકન છે, તેના માટે ગીર સોમનાથમાં ત્રણ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવશે.

10. યુવા સ્ટાફ તૈનાત રહેશે

ગુજરાતમાં 33 મતદાન મથકો એવા હશે જેમાં સૌથી યુવા સ્ટાફ એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.

11. ‘ચુનાવ પાઠશાલા’ની બેઠકો શરુ

‘અવસર લોકશાહીનો’ અંતર્ગત બૂથ લેવલ ઑફિસર કક્ષા સુધી ‘ચુનાવ પાઠશાલા’ની બેઠકો કરવામાં આવી છે. 51,782 મતદાન મથકોએ આવી બેઠકો કરવાનું આયોજન છે. બૂથ લેવલ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ વ્હોટસએપ ગ્રુપ બનાવીને, સ્થાનિક કક્ષાએ વ્હોટસએપ ગ્રુપમાં જોડાઈ મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

12. ‘સેલ્ફી બુથ’ ની વ્યવસ્થા

વર્તમાનની લોકપ્રિયતાને ધ્યાને રાખીને કેટલાક સ્થળોએ  ‘સેલ્ફી બુથ’ ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઑનલાઇન ‘પ્લેજ કેમ્પેઈન’ જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજીને મતદારોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહયા છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">