Goa Election Result 2022: ગોવાની ગાદી કોણ સંભાળશે?, કોંગ્રેસને ફરી લાગશે ઝટકો કે પછી ભાજપ ફરી લહેરાવશે ભગવો

કોંગ્રેસ(Congress)ને ફરી એકવાર ઝટકો લાગશે કે ભાજપને ફરી સત્તા મળશે. 10 તારીખની સાંજ સુધીમાં નક્કી થશે. ગોવા (Goa Vidhan Sabha)માં 40 બેઠકો માટે મેદાનમાં રહેલા 301 ઉમેદવારોના ભાવિનો નિર્ણય આજે એટલે કે 10 માર્ચે થશે.

Goa Election Result 2022: ગોવાની ગાદી કોણ સંભાળશે?, કોંગ્રેસને ફરી લાગશે ઝટકો કે પછી ભાજપ ફરી લહેરાવશે ભગવો
Goa Election Result 2022Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 7:30 AM

જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ઘડી લગભગ નજીક આવી ગઈ છે. માત્ર થોડા કલાકોમાં, રૂજાન બતાવવાનું શરૂ થશે કે ગોવાની ગાદી કોણ સંભાળશે. કોંગ્રેસ(Congress)ને ફરી એકવાર ઝટકો લાગશે કે ભાજપને ફરી સત્તા મળશે. 10 તારીખની સાંજ સુધીમાં નક્કી થશે. ગોવા(Goa Vidhan Sabha)માં 40 બેઠકો માટે મેદાનમાં રહેલા 301 ઉમેદવારોના ભાવિનો નિર્ણય આજે એટલે કે 10 માર્ચે થશે. એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ આગળ છે અને ભાજપ તેને બરાબરી પર ટક્કર આપી રહી છે.

આજે 301 ઉમેદવારોના ભાવિનો નિર્ણય

ગોવામાં 40 બેઠકો માટે મેદાનમાં રહેલા 301 ઉમેદવારોના ભાવિનો આજે નિર્ણય થશે. એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ આગળ છે અને ભાજપ તેને બરાબરી પર ટક્કર આપી રહી છે. આવી સ્થિતિમાં અપક્ષ ઉમેદવારો સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તે જ સમયે, કેટલાક એક્ઝિટ પોલના પરિણામો ભાજપને જીત અપાવી રહ્યા છે. જો કે, બંને સરકાર બનાવવા માટે 21 સીટોના ​​જાદુઈ આંકડાથી પાછળ દેખાય રહ્યા છે. આવી સ્થિતિમાં અપક્ષ ઉમેદવાર મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર

ઇન્ડિયા ટીવી-સીએનએક્સ એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસ+ને 11-17, ભાજપને 16-22, આમ આદમી પાર્ટીને 0-2 અને અન્યને 4-5 બેઠકો મળી શકે છે. આ સિવાય ટાઈમ્સ નાઉ-નવભારતના એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસ+ને 16, BJPને 14, આમ આદમી પાર્ટીને 4 અને અન્યને 6 સીટો મળી શકે છે. બીજી તરફ, ઇન્ડિયા ટુડે-એક્સિક્સ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલના વલણો અનુસાર, કોંગ્રેસ+ને 15-20 બેઠકો, ભાજપને 14-18, AAPને 1-2 અને અન્યને 0-7 બેઠકો મળી શકે છે. ABP-Cvoterના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસ+ને 12-16, ભાજપને 13-17, આમ આદમી પાર્ટીને 1-5 અને અન્યને 0-9 બેઠકો મળી શકે છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

2017 માં, કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, પરંતુ સરકાર ભાજપ દ્વારા બનાવવામાં આવી હતી

છેલ્લી ગોવાની ચૂંટણીમાં, ગઠબંધન સરકારની રચના કરવામાં આવી હતી, જેમાં ભાજપે GFP અને MGP અને અપક્ષ ઉમેદવારોની મદદથી સત્તાનો દાવો કર્યો હતો. મનોહર પર્રિકર મુખ્ય પ્રધાન તરીકે ગોવાના રાજકારણમાં પાછા ફર્યા. તેમના મૃત્યુ પછી, પ્રમોદ સાવંતે 19 માર્ચ 2019 ના રોજ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. ગત વખતે ગોવામાં 40 બેઠકોમાંથી કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે 13 બેઠકો જીતી હતી. આમ છતાં ભાજપે સરકાર બનાવી. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી અને ત્રણ અપક્ષોના સમર્થનથી સરકાર બનાવી હતી.

આ પણ વાંચો: PHOTOS : પાંચ રાજ્યોમાં આ દિગ્ગજ નેતાઓની શાખ દાવ પર, પાર્ટી જીતે તો મુખ્યમંત્રી બનવાનું નક્કી

આ પણ વાંચો: 5 State Election 2022 LIVE: નેતાઓના હૃદયના ધબકારા તેજ , CM ચન્ની પહોંચ્યા ગુરુદ્વારા, વિજયવર્ગીયએ કહ્યું- રાજ્યાભિષેકની કરો તૈયારી આવી રહ્યા છે ભગવાધારી

g clip-path="url(#clip0_868_265)">