Goa Election 2022 : “ગોવામાં માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો”, કોંગ્રેસના નેતા ચિદમ્બરમે વિપક્ષી પાર્ટીઓને આડે હાથ લીધી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યુ કે, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ ગોવામાં વોટને વિભાજિત કરવાનું જ કામ કરશે, એટલે ગોવામાં મુકાબલો માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે.
Goa Election 2022 : ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણીને (Goa Assembly Election) લઈને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સ્પર્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. સત્તાધારી ભાજપ પાસેથી ખુરશી આંચકી લેવા તમામ રાજકીય પક્ષો પૂરા પ્રયાસો કરી રહ્યા છે. જ્યાં ટીએમસીએ કોંગ્રેસ (Congress Party) સાથે ગઠબંધનની ઇચ્છા વ્યક્ત કરી છે, તો બીજી તરફ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી પાર્ટી AAPએ તેની ગોવા યોજનાની ફરી જાહેરાત કરી છે.
AAP અને TMC માત્ર બિન-ભાજપ વોટને વિભાજિત કરવાનું કામ કરશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યુ કે, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ ગોવામાં માત્ર બિન-ભાજપ વોટને વિભાજિત કરવાનું કામ કરશે. તેથી ગોવામાં મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘ગોવામાં મતદાતાની સામે ચૂંટણી સ્પષ્ટ અને સ્પષ્ટ છે. તમે સિસ્ટમ બદલવા માંગો છો કે નહીં ? હું ગોવાના મતદારોને અપીલ કરું છું કે તેઓ સત્તા પરિવર્તન માટે મત આપે અને કોંગ્રેસને મત આપે.
जो लोग शासन बदलना चाहते हैं (10 साल के कुशासन के बाद) वे कांग्रेस को वोट देंगे। जो चाहते हैं कि शासन जारी रहे, वे भाजपा को वोट देंगे।
— P. Chidambaram (@PChidambaram_IN) January 17, 2022
તેમણે વધુમાં કહ્યું, ‘જે લોકો શાસન બદલવા માંગે છે, તેઓ કોંગ્રેસને મત આપશે. જે લોકો કુશાસન ચાલુ રાખવા માગે છે, તેઓ ભાજપને મત આપશે. “મારું મૂલ્યાંકન છે કે આમ આદમી પાર્ટી અને ટીએમસી ગોવામાં બિન-ભાજપ વોટને જ ખંડિત કરશે”.
मेरा आकलन है कि आम आदमी पार्टी (और तृणमूल कांग्रेस) गोवा में गैर-भाजपा वोट को केवल खंडित करेगा, श्री अरविंद केजरीवाल द्वारा पुष्टि की गई है।
गोवा में मुकाबला कांग्रेस और भाजपा के बीच है।
— P. Chidambaram (@PChidambaram_IN) January 17, 2022
TMCએ કોંગ્રેસ સામે ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો
મળતા અહેવાલ અનુસાર રાજ્યમાં ભાજપને હરાવવા માટે, ટીએમસીએ કોંગ્રેસ સામે ગઠબંધનનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસના ગઠબંધનના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે એવું ગઠબંધન ન હોઈ શકે જેમાં પક્ષ મુખ્ય ભૂમિકા ભજવતો ન હોય. તૃણમૂલ કોંગ્રેસના ગોવાના પ્રભારી મહુઆ મોઇત્રાએ આ અંગે કહ્યુ કે, પાર્ટી કોંગ્રેસના જવાબની રાહ જોઈ રહી છે. વધુમાં તેમણે કહ્યુ કે, “કોંગ્રેસ નેતૃત્વને સમજવું જોઈએ કે ભાજપનો સામનો કરવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસે જાણવું જોઈએ કે તે એકલી આ લડાઈ લડવા સક્ષમ નથી.”