
દિલ્હી વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ, સામે આવી રહેલા એક્ઝિટ પોલના તારણો અનુસાર, ભાજપ દિલ્હીની ગાદી કબજે કરી રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું તારણમાં જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસને દિલ્હીમાં એક કે બે બેઠક એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવી છે.
દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 699 ઉમેદવારોના ભાવિનો નિર્ણય આજે ઈવીએમમાં થશે. દિલ્હીની ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે, પરંતુ દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ વખતે દિલ્હીમાં કોની સરકાર બનશે. આ માટે મતદાન કર્યા પછી ટીવી-9 ડિજિટલ પ્લેટફોર્મ પર એક્જિટ પોલના તારણો રજૂ કરવામાં આવ્યા છે.
| પાર્ટી | આમ આદમી પાર્ટી | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| મૈટ્રિજ | 32-37 | 35-40 | 00-01 | 00 |
| જેવીસી | 21-31 | 39-45 | 00-02 | 01 |
| ચાણક્ય સ્ટ્રૈટેજીજ | 25-28 | 39-44 | 02-04 | 00 |
| પીપલ્સ પલ્સ | 10-19 | 51-60 | 00 | 00 |
| પીપલ્સ ઈનસાઈટ | 25-29 | 40-44 | 00-01 | 00 |
| પોલ ડાયરી | 18-25 | 42-50 | 00-02 | 00 |
એક્ઝિટ પોલ ચૂંટણીના કોઈ અંતિમ પરિણામ નથી હોતા, તે માત્ર મતદાનનો એક અંદાજ હોય છે. મતદારો દ્વારા કરાયેલા મતદાનના આધારે એક્ઝિટ પોલ કરવામાં આવે છે. તેના ડેટાનું વિશ્લેષણ કરીને અંદાજ લગાવવામાં આવે છે કે મતદારોનો મૂડ કેવો રહ્યો છે અને કયા પક્ષના મત અને સરકાર રહેવા જોઈએ. આ રીતે એ પણ જણાવવામાં આવે છે કે કઈ પાર્ટીને કેટલા ટકા વોટ અને કેટલી બેઠક મળી રહી છે. જોકે, દિલ્હી ચૂંટણીના અંતિમ પરિણામો, આગામી 8 ફેબ્રુઆરીએ મતગણતરી વખતે આવશે.
દિલ્હીમાં વિધાનસભાની કુલ 70 બેઠક છે, જેના પર 699 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ વખતે 96 મહિલા ઉમેદવારો વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. દિલ્હીમાં કુલ 1,56,14,000 મતદારો છે, જેમાંથી 83,76,173 પુરુષ અને 72,36,560 મહિલા છે, જ્યારે અન્ય ત્રીજા લિંગના મતદારો 1,267 છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો તમામ 70 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવારો 68 બેઠક પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ભાજપે તેના સહયોગી માટે બે બેઠકો છોડી હતી, જેમાં એલજેપી દેવલી બેઠક પર અને જેડીયુ બુરારી બેઠક પર ચૂંટણી લડી રહી છે.
Published On - 6:57 pm, Wed, 5 February 25