Assembly Election: ચૂંટણી પ્રચારમાં છૂટ મળશે કે પ્રતિબંધ વધશે, આવતીકાલે ચૂંટણી પંચની બેઠકમાં લેવાશે મહત્વનો નિર્ણય

|

Jan 30, 2022 | 10:46 PM

22 જાન્યુઆરીએ ચૂંટણી પંચે પાંચ ચૂંટણી રાજ્યોમાં રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો. જો કે, ડોર ટુ ડોર પ્રચારની મંજૂરી આપવામાં આવી હતી.

Assembly Election: ચૂંટણી પ્રચારમાં છૂટ મળશે કે પ્રતિબંધ વધશે, આવતીકાલે ચૂંટણી પંચની બેઠકમાં લેવાશે મહત્વનો નિર્ણય
Election Commission - File Photo

Follow us on

દેશમાં કોરોના વાયરસની મહામારી (Corona Virus Pandemic) વચ્ચે ફેબ્રુઆરી અને માર્ચમાં પાંચ રાજ્યોમાં સૂચિત ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, રેલીઓ, રોડ શો અને શેરી સભાઓ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે અથવા હટાવવામાં આવશે, ચૂંટણી પંચ (Election Commission) 31 ​​જાન્યુઆરી એટલે કે સોમવારે નિર્ણય જાહેર કરશે. 22 જાન્યુઆરીએ ચૂંટણી પંચે પાંચ ચૂંટણી રાજ્યોમાં રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો. જો કે, ડોર ટુ ડોર પ્રચારની મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ સોમવારે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં કોવિડ-19ની સ્થિતિ અને કોરોના રસીકરણ અભિયાનની સમીક્ષા કરશે.

આયોગ કેન્દ્રીય આરોગ્ય સચિવ, મુખ્ય સચિવો અને પાંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સહિત અન્ય લોકો સાથે પણ આ અંગે ચર્ચા કરશે. સૂત્રોએ જણાવ્યું છે કે દેશમાં કોવિડ-19ની સ્થિતિમાં સુધારો થયો હોવા છતાં ચૂંટણી પંચ હજુ પ્રતિબંધ હટાવવાના મૂડમાં નથી. જોકે, પ્રતિબંધોમાં થોડી છૂટછાટ મળવાની શક્યતા છે.

10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ચૂંટણી રાજ્યોમાં મતદાન

આયોગે અગાઉ રાજકીય પક્ષો અને ઉમેદવારોને 10 ફેબ્રુઆરીએ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન અને 14 ફેબ્રુઆરીએ યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે 28 જાન્યુઆરીથી મહત્તમ 500 લોકોની મર્યાદા સાથે જાહેર સભાઓ યોજવાની મંજૂરી આપી હતી. 1 ફેબ્રુઆરીથી જાહેર સભાને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રચાર માટે વિડિયો વાનને પણ COVID-19 પ્રતિબંધો સાથે નિયુક્ત ખુલ્લી જગ્યાઓ પર મંજૂરી આપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે 15 જાન્યુઆરી સુધી રેલીઓ, રોડ શો અને બાઇક રેલીઓ અને અન્ય આવા પ્રચાર કાર્યક્રમો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. 15 જાન્યુઆરીએ કમિશને આ પ્રતિબંધોને 22 જાન્યુઆરી સુધી લંબાવી દીધા હતા. આ પછી આ પ્રતિબંધો 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા હતા.

જો કે, પ્રતિબંધ આગળ ચાલુ રહેશે કે નહીં, જો તે વધશે તો કેટલા સમય માટે, તેનો નિર્ણય આવતીકાલે ચૂંટણી પંચ લેશે. પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 10 ફેબ્રુઆરીથી 7 માર્ચની વચ્ચે યોજાશે. પાંચ રાજ્યોમાં ચૂંટણી 7 તબક્કામાં પૂર્ણ થશે. મતગણતરી 10 માર્ચે થશે.

 

આ પણ વાંચો : Punjab Assembly Election: કોંગ્રેસે ચૂંટણી માટે 8 ઉમેદવારોની યાદી જાહેર કરી, CM ચન્ની ભદૌર બેઠક પરથી પણ લડશે ચૂંટણી

આ પણ વાંચો : Goa Election: પી ચિદમ્બરમે TMC પર નિશાન સાધ્યું, કહ્યું- દીદીએ એક તરફ ગઠબંધનની વાત કરી, બીજી તરફ તોડી રહી છે કોંગ્રેસ

Next Article