ભાજપનો વોટ શેર ઓછો પણ બેઠકો વધુ; કોંગ્રેસને મતની ટકાવારી વધુ છતાં આંકડામાં કેમ પાછળ ?

|

Oct 08, 2024 | 12:40 PM

હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણોમાં ભાજપને મોટી બહુમતી મળતી દેખાઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર દર્શાવાતા આંકડા અનુસાર જે રૂઝાન સામે આવી રહ્યું છે તે મુજબ ભાજપને 48 અને કોંગ્રેસને 36 બેઠકો મળી રહી છે. જો કે આ પરિણામોમાં એક બાબત જોવા જેવી છે તે છે વોટ શેર.

ભાજપનો વોટ શેર ઓછો પણ બેઠકો વધુ; કોંગ્રેસને મતની ટકાવારી વધુ છતાં આંકડામાં કેમ પાછળ ?

Follow us on

Election Result 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર દર્શાવાતા આંકડા અનુસાર, ભાજપને 48 અને કોંગ્રેસને 36 બેઠકો મળી રહી છે. જો કે, આ પરિણામોમાં એક બાબત જોવા જેવી છે તે છે વોટ શેર. વોટ શેરમાં કોંગ્રેસ 41 ટકા સાથે આગળ છે જ્યારે ભાજપ પાછળ છે.

ભાજપની મત ટકાવારી ઓછી, બેઠકો વધુ

વોટ શેરમાં કોંગ્રેસ 41 ટકા સાથે આગળ છે, જ્યારે ભાજપને 38 ટકા મત મળતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ ઘણી સીટો પર બમ્પર વોટથી આગળ છે, પરંતુ હજુ પણ ઘણી સીટો પર થોડા વોટથી પાછળ છે.

કોંગ્રેસને વધુ વોટ પરંતુ પાછળ કેમ ?

હરિયાણામાં કોંગ્રેસને વધુ વોટ શેર મળી રહ્યો છે, અત્યાર સુધીના આંકડા અનુસાર કોંગ્રેસને 41 ટકા વોટ મળી રહ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસને ઘણી સીટો પર બમ્પર વોટ મળી રહ્યા છે. આ જ કારણ છે કે તેનો વોટ શેર વધારે છે, પરંતુ મોટાભાગની સીટો પર રસાકસી ભર્યો મુકાબલો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જો કે 90 બેઠક ધરાવતી હરિયાણા વિધાનસભા ચૂંટણીના આખરી પરિણામ આવી ગયા બાદ જ જાણી શકાશે કે હરિયાણામાં સરકાર કોણ બનાવે છે. હાલમાં જે આંકડા દર્શાવવામાં આવ્યા છે તે, મતગણતરી દરમિયાન આગળ રહેલા ઉમેદવારોના આધારે છે. જ્યારે મતગણતરી સંપન્ન થાય અને વિજેતાઓની જાહેરાત થાય ત્યાર બાદ જ સ્પષ્ટ થઈ શકશે કે કયા પક્ષને સ્પષ્ટ બહુમતી મળી છે.

આ સમાચાર લખાઈ રહ્યાં છે તે સમયે ભાજપને 39.55 ટકા મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 40.16 ટકા મત મળ્યા છે. આમ છતા કેન્દ્રીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ ઉપર જે ઉમેદવારો મતગણતરી દરમિયાન આગળ છે તેમાં ભાજપના 48 અને કોંગ્રેસના 36 ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે.

Next Article