
4 big news from election results of 5 states : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂટણીના જાહેર થઈ રહેલા પરિણામો ઉપર એક નજર નાખતા કેટલીક રાજકીય મહત્વની ઘટનાઓ ઘટી છે તે સામે આવી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે તે સૌથી મોટા સમાચાર લેખાય છે. તો આવા જ બીજા રાજકીય સમાચાર આસામમાં ભાજપનો સતત ત્રીજીવાર વિજય છે. ટુંકમાં આસામમાં ભાજપે હેટ્રીક ફટકારી છે. વર્ષોથી ડાબેરીઓ જ્યાં રાજ કરી રહ્યાં હતા તે કેરળમાં તેમનો ગઢ તુટી ગયો છે. તો દક્ષિણ ભારતમાં તમિલનાડુના રાજકારણમાં ફિલ્મી ચહેરો એ સત્તા સ્થાને બેસે તેમાં કોઈ નવાઈ નથી એ વાત ફરી સાબિત થઈ છે.
ભારતીય જનતા પાર્ટીએ સતત ત્રીજીવાર સરકાર બનાવીને આસામમાં હેટ્રિક ફટકારી છે. ભાજપે સાબિત કર્યું છે કે તે હવે પૂર્વોતર રાજ્યમાં ફક્ત ‘અચાનક જીતી જતો રાજકીય’ પક્ષ નથી, પરંતુ મુખ્ય રાજકીય પક્ષ છે. વિકાસલક્ષી મુદ્દાઓ અને હિન્દુત્વની વિચારધારાના મજબૂત મિશ્રણ દ્વારા, આસામમાં હિમંતા બિસ્વા શર્માએ સમગ્ર ચૂંટણીલક્ષી મેદાનમાં એકતરફી જીતમાં ફેરવી દીધું. ભાજપ દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિ, આક્રમક ચૂંટણી પ્રચાર, હિમંતા બિસ્વા શર્માની લોકપ્રિયતાને વટાવવી, વિરોધ પક્ષોને મજબૂત પડકાર આપવામાં અન્ય રાજકીય પક્ષોને રણમેદાન છોડવા મજબૂર કર્યાં.
જ્યારે ખેલાની વાત આવે છે ત્યારે પશ્ચિમ બંગાળ નજર સામે આવે. આ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળનાના લોકોએ વાસ્તવિક ‘ખેલા’ નો ખેલ પાડી દીધો. ચૂંટણી દરમિયાન એક પ્રચાર રેલી દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે આગાહી કરી હતી: “4 મેના રોજ સવારે મતગણતરી શરૂ થશે; મતપેટીઓ સવારે 8 વાગ્યે ખુલશે; પ્રથમ રાઉન્ડ સવારે 9 વાગ્યે, બીજો રાઉન્ડ સવારે 10 વાગ્યે; બપોરે 1 વાગ્યા સુધીમાં, મતગણતરી પૂર્ણ થશે – અને તે દીદી માટે ‘ટાટા, બાય-બાય’ હશે.” અમિત શાહના આ કથનને, પશ્ચિમ બંગાળના મતદારોએ સાચી પાડી દીધી.
થલાપતિ વિજય. આ નામ હવે દક્ષિણ ભારતના લોકો માટે અજાણ્યું નથી. ફિલ્મ અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે તમિઝગા વેત્રી કઝગમ (ટીવીકે) નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો અને તમિલનાડુમાં જાદુઈ વિજય હાંસલ કર્યો. તેમના પહેલા જ ચૂંટણી પ્રચારમાં, વિજયની રાજકીય પાર્ટીએ રાજ્યમાં એક પ્રબળ શક્તિ તરીકે ઉભરી આવી છે. ટીવીકેએ રાજ્યના બે અનુભવી રાજકીય દિગ્ગજો, ડીએમકે અને એઆઈએડીએમકેને પાછળ છોડી દીધા છે. વિજયની પાર્ટી હાલમાં 234 વિધાનસભા બેઠકોમાંથી 108 બેઠકો પર આગળ છે.
દક્ષિણના રાજ્ય કેરળમાં ડાબેરીઓનો અંતિમ અને મજબૂત ગઢ હતો. જો કે, આ ચૂંટણીમાં, તે ગઢ સંપૂર્ણપણે તૂટી ગયો છે. રાજ્યમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે, અને કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફએ સત્તામાં પાછા ફરવાનો સંકેત આપ્યો છે. કેરળમાંથી જે રીતે પરિણામોના સંકેત સામે આવી રહ્યાં છે તે અનુસાર આ સમાચાર લખાય છે ત્યારે ચૂંટણી પંચના ડેટા અનુસાર, યુડીએફ હાલમાં 140 માંથી 104 બેઠકો પર આગળ છે.
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી પરિણામોને લઈને તમામ સમાચાર જાણવા માટે તમે અહી ક્લિક કરો.