Assembly Election 2022: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આટલા લાખ મતદારો પ્રથમ વખત કરશે મતદાન

પાંચ રાજ્યોની 690 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાં 18.34 કરોડથી વધુ લોકો ભાગ લઈ શકશે. આ 18.34 કરોડ મતદારોમાંથી 8.55 કરોડ મતદારો મહિલાઓ છે.

Assembly Election 2022: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આટલા લાખ મતદારો પ્રથમ વખત કરશે મતદાન
Assembly Election 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 8:38 PM

ચૂંટણી પંચે (Election Commission) શનિવારે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની (Assembly Election) તારીખોની જાહેરાત કરી હતી. પાંચ રાજ્યોમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. પાંચેય રાજ્યોના પરિણામ 10 માર્ચે આવશે. ચૂંટણીની શરૂઆત ઉત્તર પ્રદેશથી થશે. અહીં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં મતદાન થશે.

ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે. 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં મતદાન થશે. જ્યારે ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરી, બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરી, ત્રીજા તબક્કામાં 20 ફેબ્રુઆરી, ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને ફરીથી 7 માર્ચે મતદાન થશે.

24.9 લાખ યુવા પ્રથમ વખત મતદાન કરશે

પાંચ રાજ્યોની 690 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાં 18.34 કરોડથી વધુ લોકો ભાગ લઈ શકશે. આ 18.34 કરોડ મતદારોમાંથી 8.55 કરોડ મતદારો મહિલાઓ છે. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે 24.9 લાખ મતદાતાઓ પ્રથમ વખત મતદાન કરશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સમયસર ચૂંટણી કરવાની અમારી જવાબદારી

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે કોરોના (Corona Virus) સમયગાળા દરમિયાન ચૂંટણી યોજવી પડકારજનક છે. પરંતુ સમયસર ચૂંટણી કરવાની અમારી જવાબદારી છે. કોરોના નિયમો સાથે ચૂંટણી યોજાશે. ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ આ પાંચ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

જે પાંચ રાજ્યોમાં આજે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી તેમાં પંજાબ સિવાય અન્ય તમામ રાજ્યોમાં ભાજપ (BJP) સત્તા પર છે. પંજાબમાં કોંગ્રેસનું શાસન છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 14 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, જ્યારે ઉત્તરાખંડ અને પંજાબ વિધાનસભાનો કાર્યકાળ 23 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે.

15 જાન્યુઆરી સુધી જાહેર સભાઓ પર પ્રતિબંધ

ચૂંટણી પંચે કોરોના સમયગાળા દરમિયાન ચૂંટણી યોજવા માટે ખાસ તૈયારીઓ કરી છે. કોરોના સામે રક્ષણ માટે મતદાન મથકો પર સેનિટાઈઝર અને માસ્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે અને મતદાર કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. 15 જાન્યુઆરી સુધી કોઈ રેલી કે જાહેર સભા, રોડ શો, પદયાત્રા કે સાઈકલ કે બાઈક રેલી કે શેરી સભાઓ યોજવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે 15 જાન્યુઆરી સુધીમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેના વિશે વધુ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : Assembly Election 2022: કોંગ્રેસે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ઉઠાવ્યા સવાલ, જ્યારે ભાજપ અને અકાલી દળે કર્યું સ્વાગત

આ પણ વાંચો : Assembly Election 2022: કેટલી બેઠકો પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી, જાણો કયા રાજ્યમાં AAPની સ્થિતિ કેટલી મજબૂત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">