આજે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થઇ જશે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે મતદાન થયું હતું, જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે પશ્ચિમ બંગાળ સાથે એક જ તબક્કામાં મતદાન થયું હતું. બંગાળમાં મતદાનનો બીજો અને અંતિમ તબક્કો 29 એપ્રિલે યોજાયો હતો. અસમ રાજ્યમાં 126 વિધાનસભા બેઠક, કેરળ રાજ્યમાં 140 વિધાનસભા બેઠક, તમિલનાડુ રાજ્યમાં 234 વિધાનસભા બેઠક,
પશ્ચિમ બંગાળ રાજ્યમાં 294 વિધાનસભા બેઠક, પુડ્ડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશમાં 30 વિધાનસભા બેઠકના પરિણામાં આજે જાહેર થશે. આ ઉપરાંત પેટા ચૂંટણી માટે 8 બેઠકોના પણ પરિણામાં આજે જ જાહેર થવાના છે. આમ તમામ મળીને કુલ 832 વિધાનસભા બેઠકો થાય છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી જ કેબિનેટની બેઠકમાં આયુષ્યમાન ભારતની યોજનાને લાગુ કરાશે. તેને રોકનારા સામે કડક કાર્યવાહી કરાશે. ભયમુક્ત વાતાવરણ બનાવીને બતાવશે આ મોદીની ગેરંટી છે.
વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ભલે આજે 4 મેની સાંજ ભલે ઢળતી હોય પરંતુ બંગાળ માટે એક નવો સૂર્યોદય થયો છે. એક એવી સવાર, જેની પ્રતિક્ષા પેઢીઓએ કર્યો છે. ભાજપે જેટલી બેઠકો જીતી છે એ અહંકાર છે. હિસાની, ડરની રાજનીતિને ઉખાડી ફેકી છે. બંગાળની એક એવી યાત્રા શરૂ થઈ રહી છે. જ્યા વિકાસ અતૂટ વિશ્વાસ કદમથી કદમ મિલાવીને ચાલશે. બંગાળના ઉત્તમ ભવિષ્ય માટે ભાજપ દિવસ-રાત એક કરી દેશે. રોજગારી મળશે. પલાયન રોકાશે.
બંગાળના ભાગ્યમાં આજથી એક નવો અધ્યાય જોડાઈ ગયો છે. આજથી બંગાળ ભયમુક્ત થયું છે. બાંગ્લામાં પરિવર્તન થયું છે. આ જીતની સાથોસાથ વંદેમાતરમના 150 વર્ષની સાથે બંગાળના લોકોને સાદર નમન કર્યાં છે.
દેશના 20થી વધુ રાજ્યોમાં ભાજપ-એનડીએની સરકાર છે. અમારો મંત્ર છે નાગરિક દેવો ભવઃ જનતાની સેવામાં જોડાયેલા છીએ. એથી જ જનતા ભાજપ પર ભરોષો કરી રહી છે. જનતા સ્પષ્ટ જોઈ રહી છે જ્યા ભાજપ ત્યાં ગુડ ગર્વનન્સ. જયા ભાજપ ત્યાં વિકાસ. પાછલા વર્ષનો ટ્રેન્ડ જુઓ હરિયાણામાં ફરી સરકાર, મહારાષ્ટ્રમાં સરકાર, દિલ્હીમાં સફળતા મળી, બિહારમાં પણ સરકાર જોવા મળી. આ વિધાનસભા જ નહીં. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ટ્રેન્ડ જોવા મળે છે. ગુજરાતની અત્યાર સુધીનો હાઈએસ્ટ વોટશેર મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ગંગાજીની જેમ મા કામખ્યાની પણ ભાજપ પર કૃપા વરસી છે. આસામમાં સતત ત્રીજીવાર ભાજપની સરકાર જીતી છે.આસામના ચા વાળા ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે. પુડુચેરીની જનતા સામે વિઝન રાખ્યું હતુ. તેના પર જનતાએ વિશ્વાસ જગાવ્યો. જ્યા એનડીએ સરકારને ફરીથી સત્તા પર બેસાડી છે.
પાંચ પ્રદેશની જનતાએ જણાવ્યું કે, મધર ઓફ ડેમોક્રસી કેમ છે. આ આપણી રગોમાં દોડતા સંસ્કાર છે. આજે ભારતનું લોકતંત્ર જ નથી જીત્યુ, ભારતનું સંવિધાન પણ જીત્યું છે. 93 ટકા મતદાન થયું એ ઐતિહાસિક રહ્યું છે. અસમ, પુડુચેરી, તમિલનાડુ અને કેરળમાં પણ મતદાનના નવો રેકોર્ડ બન્યો છે. જેમાં મહિલાઓની ભાગીદારી વિશેષ રહી છે. ચૂંટણી પંચના તમામનો પણ આભાર માનુ છું. ભારતના લોકતંત્રની ગરીમાં બનાવી રાખવામાં તમારા કાર્યને યાદ કરાશે. 14 નવેમ્બરે બિહારના પરિણામ આવ્યા ત્યારે આ જ સ્થળેથી મે કહ્યું હતું. ગંગાજી બિહારથી આગળ વધીને ગંગાસાગર સુધી જાય છે. બંગાળની જીત સાથે ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ જ કમળ ખીલેલ છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ,બિહાર અને હવે પશ્ચિમ બંગાળ.
નીતિન નબિને હોદ્દો સંભાળ્યા બાદ આ પહેલી ચૂંટણી છે. તેમનુ માર્ગદર્શન કાર્યકર્તાઓને મળ્યું છે તે બહુમુલ્ય છે. આજે પેટાચૂંટણીઓના પરિણામ પણ ઉત્સાહ જનક રહ્યાં છે. મહારાષ્ટ્ર, ગુજરાત, નાગાલેન્ડ, ત્રિપુરામાં પણ ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે.
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દિલ્હી ખાતે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ઉપસ્થિત થયેલા કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક, અભૂતપૂર્વ છે. વર્ષોની સાધના, સિધ્દિમાં બદલાય તો ચહેરા પર ખુશી પ્રસરે તે દેશભરના ભાજપના કાર્યકરોના ચહેરા પર જોવા મળે છે. એક કાર્યકર્તા હોવાના સંબંધે, હુ દરેક કાર્યકર્તાની ખુશીમાં સામેલ થયો છું. આજનો દિવસ ખાસ છે. વિશેષ છે. દેશના ઉજ્જવળ ભવિષ્યની ઘોષણાનો દિવસ છે. ભારતના મહાન લોકતંત્ર પર, પરફોર્મેન્સના પોલિટીકલ પર, એક ભારત શ્રેષ્ઠ ભારતના નામ પરનો ભરોષો છે.
આ ચૂંટણીના પરિણામો બાદ INDI ગઠબંધન હવે પત્તાની માફક તુટી પડશે. INDI ગઠબંધનના નેતાઓને કારણે પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત થઈ છે.
એન્ટિ ઈન્કમબન્સી જેવી કોઈ ઘટના આસામમાં જોવા નથી મળતી. વડાપ્રધાન મોદીના નેતૃત્માં ગુજરાત, બિહાર, મઘ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપની સરકાર પુનઃ જીતતી આવે છે. આ જ કારણોસર દેશના અન્ય રાજ્યોમાં પણ ભાજપનો વિજય થતો આવ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિને દિલ્હી ખાતે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ઉપસ્થિત કાર્યકર્તાઓેને સંબોધતા કહ્યું કે, 2014 બાદ તમામ ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યો છે. તેમણે કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમને બિરદાવતા કહ્યું કે, વર્ષોના સંઘર્ષ બાદ પશ્ચિમ બંગાળમાં હિંસા, તાનાશાહ, ભયના વાતાવરણ વચ્ચે પ્રાણનુ બલિદાન આપનારા કાર્યકર્તાને નમન કરુ છું.
બંગાળ અને આસામમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેનાથી પાર્ટી કાર્યકરોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. પાર્ટી કાર્યકરો હાલમાં દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે ઉજવણી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબિન, રક્ષા પ્રધાન રાજનાથસિંહ પહોચ્યા છે. વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને ટૂંક સમય સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, પશ્ચિમ બંગાળમાં મળેલ ભવ્ય અને વિક્રમી જીતને લઈને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં જીત મેળવવા માટે પાર્ટીના અનેક કાર્યકરોની પેઢીઓના પ્રયાસ અને સંધર્ષને કારણે શક્ય બની છે. ભાજપના અનેક કાર્યકરોએ વાસ્તવિકતામાં સખત મહેનત કરી છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરી છે, તેને વેઢી છે.
ચૂંટણી પંચે કરેલ સત્તાવાર જાહેરાત અનુસાર, ભાજપના નેતા અગ્નિમિત્ર પોલ, આસનસોલ દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાંથી 40,839 મતે જીત મેળવી છે. તેમણે ટીએમસીના તાપસ બેનર્જીને હરાવ્યા છે.
પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય, પત્રકાર પરિષદ બાદ શ્યામા પ્રસાદ મુખર્જીના નિવાસસ્થાનની મુલાકાત લેશે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે.
બંગાળના ભવાનીપુરમાં મતગણતરી અટકાવી દેવામાં આવી છે. 15મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મમતા બેનર્જીનું પ્રતિનિધિત્વ કરતા એક એજન્ટે શારીરિક હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપો બાદ, મમતા પોતે મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. મમતા અને સુવેન્દુ બંને હાલમાં સ્થળ પર હાજર છે. CISFના DIG પણ ભવાનીપુરમાં મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે.
ભાજપે વિધાનસભાની ચૂટણી પરિણામોમાં બહુમતીના આંકડાને પાર કરતાની સાથે જ, મમતા બેનર્જીએ રાજ્યપાલ સાથે સાંજે 4:30 વાગ્યાનો સમય માંગ્યો છે.
પશ્ચિમ બંગાળની ભગવાનગોળા બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર 54 હજાર કરતા પણ વધુ મતે જીત મેળવી છે. તેમની નજીકના ઉમેદવાર ડાબેરીપક્ષના સીપીઆઈ (એમ)ના હતા. જેમને 49,590 મત મળ્યાં હતા.
પશ્ચિમ બંગાળમાં વલણોમાં ભાજપની સ્પષ્ટ બહુમતીને લઇને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર ભાજપ પરિવારને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં ભાજપની વ્યૂહરચના જીતી છે.
આસામની જોરહાટ બેઠકથી કોંગ્રેસના ગૌરવ ગોગોઇની હાર થઇ છે. 13 રાઉન્ડની ગણતરી પછી, ભાજપના ઉમેદવાર હિતેન્દ્ર નાથ ગોસ્વામીને 63,508 મત મળ્યા છે, જ્યારે ગૌરવ ગોગોઈને 43,882 મત મળ્યા છે.
કેરળ વિધાનસભા ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ટીના કાર્યકરોએ પાર્ટીની લીડની ઉજવણી કરી.
બંગાળમાં મમતા બેનર્જીના ઘરની બહાર ભાજપ સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા.
બંગાળના આસનસોલમાં મતગણતરી શરૂ થતાં હંગામો થયો. ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.
બંગાળમાં પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન આવ્યું છે. તેમણે ટીએમસી કાર્યકરોને મતગણતરી કેન્દ્રો પર રહેવા અને નિરાશામાં બૂથ છોડવા નહીં વિનંતી કરી છે. મમતાએ તેમના કાર્યકરોને કહ્યું, “ડરશો નહીં, અમારી જીત નિશ્ચિત છે. કેન્દ્રીય દળો કાયદા વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે. અમને મતગણતરી કેન્દ્રો વિશે જાણ કરવામાં આવી રહી નથી. ઘણી જગ્યાએ મતગણતરી બંધ થઈ ગઈ છે.”
તમિલનાડુ વેટ્રી કઝગમ (ટીવીકે) પાર્ટીના વડા થલાપતિ વિજયે 2026 ની વિધાનસભા ચૂંટણી માટે વિરુગમબક્કમ મતવિસ્તારમાંથી તેમના ભૂતપૂર્વ ડ્રાઇવરના પુત્ર સબરીનાથનને ટિકિટ આપી છે. ટ્રેન્ડ્સ દર્શાવે છે કે સબરીનાથન આગળ છે.
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારએ ભવ્ય જીત નોંધાવી છે. હર્ષદ પરમારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 30 હજાર 500 મતોથી પરાજય આપ્યો છે. આ જીત સાથે ભાજપે બેઠક પર પોતાની પકડ મજબૂત બનાવી છે અને કાર્યકરોમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.
જેમ જેમ મતગણતરી ચાલુ છે, તેમ તેમ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓની સ્થિતિ ઉભરી રહી છે. પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી પાછળ છે. તમિલનાડુની કોલાથુર બેઠક પર એમકે સ્ટાલિન પાછળ છે. કેરળમાં, ધર્મદામ બેઠક પર પિનરાયી વિજયન પાછળ છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા જલુકબારીમાં આગળ છે. પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી પણ તેમની થટ્ટનચાવાડી બેઠક પર આગળ છે.
આજના ચૂંટણી પરિણામોને લઈને ભાજપ મુખ્યાલયમાં ઉત્સવનો માહોલ છે. પીએમ મોદી આજે સાંજે 6:30 વાગ્યે પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે.
અત્યાર સુધી, ભાજપ બંગાળમાં કમાન્ડિંગ લીડ જાળવી રાખી રહ્યું છે. તે જ સમયે, મમતા બેનર્જીની ટીએમસી સરકારની 15 વર્ષ જૂની દિવાલ તૂટી રહી છે. અંતિમ પરિણામો હજુ બાકી છે.
વડોદરામાં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.55 ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 88.11 ટકા રહ્યું છે. શહેરભરમાં કુલ 6754 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. આ પરિણામોમાં A1 ગ્રેડ સાથે 137 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે A2 ગ્રેડમાં 779 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સારા પરિણામને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે અને ઉજવણીનો માહોલ સર્જાયો છે.
સુરતમાં ધોરણ 12ના પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરિણામ મળતાં જ વિદ્યાર્થીઓ ઢોલ-નગારા સાથે ઝૂમી ઉઠ્યા અને ઉજવણી કરી. ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પણ ઉત્તમ પરિણામને લઈ આનંદ છવાયો, જ્યાં શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી. સારા પરિણામને પગલે કેટલાક વિદ્યાર્થીઓ ભાવુક બન્યા હતા, જ્યારે હવે તેઓ પોતાના કરિયર માટે નવી દિશામાં આગળ વધવા ઉત્સાહિત નજરે પડી રહ્યા છે.
તમિલનાડુમાં ટીવીના અગ્રણી અભિનેતા વિજયના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી છે. અભિનેતા વિજયે રાજ્યમાં એક મહત્વપૂર્ણ આશ્ચર્ય સર્જ્યું છે. વિજયની પાર્ટી નંબર વન પાર્ટી બની છે. ટ્રેન્ડ્સ દર્શાવે છે કે પાર્ટી 100 ને વટાવી ગઈ છે.
પશ્ચિમ બંગાળમાં, ટીએમસીએ ભાજપની બેઠકોની લીડ ઘટાડી દીધી છે. ભાજપ 141 બેઠકો પર આગળ છે. દરમિયાન, ટીએમસીના ઉમેદવારો હવે 135 બેઠકો પર આગળ છે.
બંગાળના સિલિગુડીમાં પાર્ટી કાર્યાલયમાં ભાજપ કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે.
ચૂંટણી પંચના વલણો અનુસાર, મતગણતરીના બે રાઉન્ડ પછી, બંગાળના ભવાનીપુરમાં મમતા બેનર્જી 1,558 મતોથી પાછળ છે. સુવેન્દુ અધિકારી અહીં આગળ છે. નંદીગ્રામમાં પણ અધિકારી આગળ છે.
બંગાળમાં ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચવાની નજીક પહોંચી ગયું છે. બહુમતનો આંકડો ૧૪૭ છે, અને ભાજપ 144 બેઠકો પર આગળ છે. ટીએમસી 101 બેઠકો પર આગળ છે.
એટર વિજયની પાર્ટી, ટીવીકે, એ તમિલનાડુમાં બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ટીવીકે 89 બેઠકો પર આગળ રહીને નંબર વન રહ્યું છે. આ દરમિયાન, બંગાળમાં કઠિન લડાઈ થવાની શક્યતા છે. આસામ અને પુડુચેરીમાં ચિત્ર સ્પષ્ટ છે.
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન પ્રારંભિક રુઝાનો સામે આવ્યા છે. ત્રણ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર આગળ ચાલી રહ્યા છે અને તેમણે અંદાજે 6 હજાર મતોથી લીડ મેળવી છે. મતગણતરી આગળ વધતા અંતિમ પરિણામ અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે, જેના પર સૌની નજર ટકેલી છે.
ભવાનીપુરથી મમતા બેનર્જી ચાલી રહી છે પાછળ
તમિલનાડુના વલણોમાં વિજયની TVK બીજા નંબરથી આગળ ચાલતી પાર્ટી છે.
વલણોમાં આસામમાં ભાજપને બહુમત મળતુ જોવા મળી રહ્યુ છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ 100થી વધુ બેઠક પર આગળ ચાલી રહી છે.
દિલ્હી: આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થતાં દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં જલેબી તૈયાર કરવામાં આવી રહી છે. પાંચ રાજ્યોની સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓની મતગણતરી પણ આજે થઈ રહી છે.
તમિલનાડુ-કેરળમાં કોંગ્રેસ ગઠબંધન આગળ ચાલી રહ્યુ છે.
બંગાળમાં શરુઆતના વલણોમાં જોવા મળી રહી છે કાંટાની ચક્કર, 31 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે.
પાંચેય રાજ્યોમાં પોસ્ટલ મત ગણતરી શરૂ થઈ ગઈ છે. 30-40 મિનિટ માટે પોસ્ટલ મત ગણતરી કરવામાં આવશે. આ પછી, પ્રથમ વલણો બહાર આવશે. EVM ખોલવાનું શરૂ થશે. આ પછી, પરિણામો જાહેર થવાનું શરૂ થશે.
મતગણતરી શરુ થતા પહેલા PM મોદીએ X પોસ્ટ કરી.
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સિલવાઈ ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જ્યાં ચૂંટણીની જૂની અદાવતને લઈ એક જ સમુદાયના બે જૂથો આમને સામને આવી ગયા હતા. બંને પક્ષોએ ડંડા અને ધારિયા જેવા હથિયારો વડે એકબીજા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બબાલમાં આશરે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પેટલાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ આ અથડામણને કારણે ગામમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ છે અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.
પૂર્વોત્તર ભારતના આસામમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો પર સૌની નજર ટકેલી છે. ભાજપ અહીં સત્તાની હેટ્રીક નોંધાવશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને સતત બીજી વખત સીએમ પદ મળશે કે નહીં તે અંગે ઉત્સુકતા છે. બીજી તરફ, કોંગ્રેસ 2026ના પરિણામોમાં સત્તા હાંસલ કરી શકશે કે નહીં અને ગૌરવ ગોગોઈ પાર્ટીને ફરી સત્તા સુધી લઈ જઈ શકશે કે નહીં તે મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
તમિલનાડુ અને કેરળના ચૂંટણી પરિણામો પર પણ રાજકીય વર્તુળોમાં બાજ નજર રાખવામાં આવી રહી છે. તમિલનાડુની 234 બેઠકો અને કેરળની 140 બેઠકો માટે મતદાન યોજાયું હતું. અહીં એમ.કે. સ્ટાલિનની સત્તા સામે થલપથી વિજયનો પ્રભાવ પડકાર ઊભો કરશે કે નહીં તે ચર્ચાનો વિષય છે, જ્યારે AIADMK ફરી સત્તા પર વાપસી કરશે કે નહીં તે પણ મહત્વપૂર્ણ છે. કેરળમાં ડાબેરી સરકાર ફરી સત્તામાં આવશે કે કોંગ્રેસને તક મળશે તે અંગે અનિશ્ચિતતા છે. સાથે જ પુડુચેરીમાં પણ 30 બેઠકોના પરિણામો થોડીવારમાં જાહેર થવાના છે, જે સમગ્ર રાજકીય દૃશ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
થોડીવારમાં પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે, જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળના પરિણામો પર સૌની નજર ટકેલી છે. અહીં મમતા બેનરજીની સત્તા યથાવત રહેશે કે બદલાશે તે મુદ્દે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં બહુમતી મેળવવા માટે 147 બેઠકોનો આંકડો પાર કરવો જરૂરી છે. જોકે, ફાલતા બેઠક પર હિંસા અને ગેરરીતિઓની ફરિયાદોને પગલે મતદાન રદ કરાયું છે, અને હવે ત્યાં 21 મેના રોજ ફરી મતદાન થશે તેમજ તેનું પરિણામ 24 મેના રોજ જાહેર થશે. તેથી, હાલ 294માંથી 293 બેઠકોના જ પરિણામો જાહેર થવાના છે.
ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં સખાવત મેમોરિયલ સરકારી ગર્લ્સ હાઇ સ્કૂલ ખાતે મતગણતરી કેન્દ્રની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની 293 વિધાનસભા બેઠકો માટે મતગણતરી આજે સવારે 8 વાગ્યે શરૂ થશે. ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં TMC ઉમેદવાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી રહ્યા છે.
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. બેઠક ભાજપના નેતા ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડી હતી. આ ચૂંટણીમાં કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતું. ભાજપ તરફથી હર્ષદ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર જોવા મળી.
ભવાનીપુર મતગણતરી કેન્દ્ર પર હંગામો થયો, જ્યાં મમતા બેનર્જી ટીએમસીના ઉમેદવાર છે.
Published On - 7:01 am, Mon, 4 May 26