21 ફેબ્રુઆરીથી શરૂ થશે UGC NET Exam, જાણો ક્યારે આપવામાં આવશે એડમિટ કાર્ડ?

TV9 GUJARATI

|

Updated on: Feb 18, 2023 | 8:20 AM

UGC NET ડિસેમ્બર 2022 સત્રની પરીક્ષા 21 ફેબ્રુઆરીથી શરૂ થશે. એડમિટ કાર્ડ ઓફિશિયલી વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાહેર કરવામાં આવશે.

21 ફેબ્રુઆરીથી શરૂ થશે UGC NET Exam, જાણો ક્યારે આપવામાં આવશે એડમિટ કાર્ડ?
UGC NET Exam (Symbolic Image)

Follow us on

UGC NET Admit Card 2023 : UGC NET ડિસેમ્બર 2022 સત્ર (UGC NET Exam 2023) પરીક્ષા 21 ફેબ્રુઆરી 2023 થી શરૂ થશે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સમગ્ર દેશમાં નિર્ધારિત કેન્દ્રો પર લેવામાં આવશે. હજુ સુધી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા નથી. એકથી બે દિવસમાં પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : UGC NET 2023ની તારીખ જાહેર કરવામાં આવી, પરીક્ષા 13 જૂનથી લેવાશે

જાહેર થયા પછી પરીક્ષામાં હાજર રહેવા વાળા ઉમેદવારો ઓફિશિયલી વેબસાઇટ ugcnet.nta.nic.in દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. ચાલુ પરીક્ષાના સમયપત્રક અનુસાર UGC NET ડિસેમ્બર 2022 સત્રના 57 વિષયોની પરીક્ષા 21 ફેબ્રુઆરી 2023 થી 24 ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે.

NTAએ 13મી ફેબ્રુઆરીએ પરીક્ષા સિટી સ્લિપ બહાર પાડી હતી. પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે અને તે બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટમાં પરીક્ષા સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટમાં બપોરે 3 થી 6 વાગ્યા સુધી ચાલશે.

UGC NET Admit Card 2023 How to Download

  • સૌ પ્રથમ ઉમેદવારો ઓફિશિયલી વેબસાઇટ ugcnet.nta.nic.in ની મુલાકાત લો.
  • હોમ પેજ પર આપેલા Download એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો. (જાહેર થયા પછી)
  • રજીસ્ટ્રેશન નંબર વગેરે દાખલ કરીને લોગિન કરો.
  • પરીક્ષાનું એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
  • હવે ચેક કરીને તેની પ્રિન્ટ કાઢી લો.

ઉમેદવારોએ આ નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ

પ્રવેશપત્ર વિના કોઈપણ ઉમેદવારને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રવેશ કાર્ડની સાથે ઉમેદવારે અધિકૃત ફોટો આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, મતદાર આઈડી અથવા પાન કાર્ડ સાથે રાખવું આવશ્યક છે. પરીક્ષા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ જ લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન વગેરે લઈ જવા દેવામાં આવશે નહીં. ઉમેદવારે નિયત સમય પહેલા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરાયેલી પરીક્ષા માર્ગદર્શિકા ચકાસી શકે છે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati