Mehndi Course : મહેંદી પર સર્ટિફિકેટ કોર્સ શરૂ, કોઈપણ લઈ શકે છે એડમિશન, જાણો શું છે તેની વિશેષતા
મહેંદી પર સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ વયની મહિલાઓ આમાં પ્રવેશ લઈ શકે છે. પ્રવેશ માટેની ઓનલાઈન અરજીની પ્રક્રિયા એક સપ્તાહ બાદ શરૂ થશે. કોર્સમાં પ્રવેશ લેનારા કોઈપણ ભાષામાં પરીક્ષા આપી શકશે.

હવે યુનિવર્સિટીમાં મહેંદી શીખવવામાં આવશે. જેમાં દીકરીની સાથે માતા, દાદી અને નાની પણ પ્રવેશ લઈ શકશે. 48 કલાકનો સંપૂર્ણ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. મહેંદી પર સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમ નિરંતર શિક્ષણ અને વિસ્તરણ કાર્ય વિભાગ હેઠળ હાથ ધરવામાં આવશે. બેઝિક ઓફ મહેંદી એન્ટરપ્રેન્યોરશીપ નામના આ કોર્સમાં પ્રવેશ માટેની અરજીની પ્રક્રિયા 7 દિવસ પછી શરૂ થશે.
આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 30 કલાકનો યોગા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે
કોર્સની ફી 8,500 રૂપિયા રાખવામાં આવી છે, જે ઓનલાઈન અરજી દ્વારા સમયસર ભરવાની રહેશે. કોર્સની ખાસ વાત એ છે કે તેમાં 70 ટકા પ્રેક્ટિકલ અને 30 ટકા થીયરી ભણાવવામાં આવશે. આ કોર્સ 48 કલાકનો હશે અને એક બેચમાં માત્ર 30 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે.
કોણ શીખી શકે છે?
મહેંદી ક્યાંથી આવી અને તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ, મહેંદીનો છોડ કેવી રીતે ઉગે છે અને તેનો કેવી રીતે ઉછેરી શકાય છે? મેંદીના છોડમાંથી મહેંદી કેવી રીતે બનાવવામાં આવે છે તેની માહિતી અને અન્ય ઘણી બાબતો આ કોર્સમાં કરાવવામાં આવશે.
તેની વિશેષતા શું છે?
મહેંદી સર્ટિફિકેટ કોર્સમાં પ્રવેશ માટે કોઈ લાયકાતની જરૂર નથી. તેમાં કોઈપણ પ્રવેશ લઈ શકે છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોઈ વય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ભણતી વખતે ભાષાની કોઈ સમસ્યા નહીં રહે. નવી શિક્ષણ નીતિ હેઠળ પરીક્ષા કોઈપણ ભાષામાં આપી શકાશે. કોર્સ પૂર્ણ કર્યા બાદ યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.
મહિલાઓને મળશે રોજગાર
યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર કોર્સમાં મહેંદી લગાવવાની વિવિધ ડિઝાઇન પણ સમજાવવામાં આવશે. કોર્સ પૂરો કર્યા પછી મહિલાઓ મહેંદી નિષ્ણાત તરીકે કામ કરવાનું શરૂ કરી શકે છે. તેનાથી મહિલાઓ માટે રોજગારની નવી તકો પણ ખુલશે.