Ahemdabad : ગુજરાત યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર ! માઇગ્રેશન સર્ટિફિકેટ થી લઈને ડિગ્રી સર્ટિફિકેટના વેરિફિકેશન ફીમાં રાહત
ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેમણે વેરિફિકેશન ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં લીધો છે. જે અંતર્ગત માઈગ્રેન સર્ટિફિકેટનો દર 452 રૂપિયાથી ઘટાડીને 295 રૂપિયા કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીના દ્વારા યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ વેરિફિકેશન ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેમણે વેરિફિકેશન ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં લીધો છે. જે અંતર્ગત માઈગ્રેન સર્ટિફિકેટનો દર 452 રૂપિયાથી ઘટાડીને 295 રૂપિયા કરવામાં આવ્યો છે. ત્યાં જ માર્કશીટ વેરિફિકેશનનો દર 109 રૂપિયાથી ઘટાડીને 100 રૂપિયા કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીને પ્રોવિઝન સર્ટિફિકેટનો દર 436 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવામાં આવ્યો છે અને ડિગ્રી વેરિફિકેશન દર 377 રૂપિયાથી ઘટાડીને 250 રૂપિયા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad: પ્રાંતિજના MLA ગજેન્દ્ર પરમારને હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન, કહ્યું આ રાહતને કોર્ટનું નરમ વલણ ન સમજતા
ગુજરાત યુનિવર્સિટી દ્વારા વેરિફિકેશનની ફીમાં વધારો
આ અગાઉ ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ સહિતની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં માર્કશીટ વેરિફિકેશનની રૂપિયા 50 ફીનાં હવે રૂ.404 કરાઈ હતી. તથા ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200ની ફીની જગ્યાએ રૂપિયા 554 કરાયા હતાં. જેના પગલે ABVPએ ફીમાં વધારાનો વિરોધ કર્યો હતો. જેમાં VC અને રજિસ્ટ્રાર હાજર ન રહેતાં તાળાબંધી કરવામાં આવી હતી. જેમાં ખાનગીકરણનાં પ્રોત્સાહનને લઈને ABVPએ પણ વિરોધ કર્યો હતો.
NSUI દ્વારા ફી વધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી
એબીવીપીએ ફીમાં ઘટાડો કરવા વિદ્યાર્થી સંગઠને માગ કરી હતી. જ્યારે બીજી તરફ આ જ મુદ્દે NSUI દ્વારા ફી વધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી હતી. આ ફી વધારાને લઈને મુખ્યમંત્રીને જાહેર કરેલા વોટ્સએપ નંબર પર પણ જાણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા , ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલ કવરનાં રૂપિયા 500નાં રૂ.736 કરાયા હતા. તથા માઇગ્રેશન સર્ટીફીકેટનાં રૂપિયા 110ના રૂ. 452 કરાયા હતા. પ્રોવિઝનલ સર્ટીફીકેટનાં રૂપિયા 200નાં 436 કરાયા હતાં. જેમાં વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારના સર્ટિફિકેટના રૂપિયા 1500નો ખર્ચ થતો જે હવે રૂપિયા 4500 કરાયા હતાં.