NTA Calendar 2023 જાહેર, CUET UG 2023 માટે ફેબ્રુઆરીથી કરો રજીસ્ટ્રેશન, મેમાં યોજાશે એક્ઝામ, જાણો શેડ્યુલ
UGC Chairman એમ જગદીશ કુમારે જણાવ્યું હતું કે, અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે CUET UG 2023ની પરીક્ષા 21 મેથી 31 મે, 2022 દરમિયાન લેવામાં આવશે.

દેશની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CUET શરૂ કરવામાં આવી છે. આ પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવે છે. વર્ષ 2023માં અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે CUET UG 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે જણાવ્યું કે, આગામી સત્રમાં CUET UG પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફેબ્રુઆરી 2023ના પ્રથમ સપ્તાહથી શરૂ થશે.
વેબસાઇટ પર રાખો નજર
યુજીસી ચેરમેનના જણાવ્યા અનુસાર, CUET UG 2023 માટેની પરીક્ષા મે મહિનામાં લેવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, જે વિદ્યાર્થીઓ આવતા વર્ષે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માગે છે, તેઓએ NTA CUET- cuet.samarth.ac.inની વેબસાઇટ પર નજર રાખો. NTA દ્વારા હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખોની જાહેરાત કરવામાં આવી નથી.
NTA Calendar 2023 બહાર પાડવામાં આવ્યું છે
વર્ષ 2023 માટેનું કેલેન્ડર નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જે NEET, JEE, CUET અને UGC NET જેવી પરીક્ષાઓનું આયોજન કરે છે. NTA એ JEE Mains 2023, NEET, CUET અને અન્ય પ્રવેશ પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. NTA 7 મેના રોજ NEET 2023નું આયોજન કરશે જ્યારે CUET 21 મે થી 31 મે, 2022 દરમિયાન UG એટલે કે અંડરગ્રેજ્યુએટ માટે કોમન યુનિવર્સિટી ટેસ્ટનું આયોજન કરશે.
NTA કેલેન્ડર મુજબ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે CUET PG 2023ની પરીક્ષા જૂનના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવશે. નવા સત્રના વર્ગો 1 ઓગસ્ટ 2023થી શરૂ થશે. રજીસ્ટ્રેશન શરૂ થયા પછી ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ cuet.samarth.ac.in પર જઈને અપ્લાય કરી શકશે.
JEE Main માટે રજીસ્ટ્રેશન શરૂ
આગામી વર્ષે JEE Mainની પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બે સત્રમાં લેવામાં આવશે. પ્રથમ સત્રની પરીક્ષા જાન્યુઆરી મહિનામાં અને બીજા સત્રની પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવામાં આવશે. જાન્યુઆરી સત્ર માટે JEE મુખ્ય પરીક્ષા 2023 માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જાન્યુઆરીમાં JEE મેન્સ 2023ની પરીક્ષા 24, 25, 27, 28, 29, 30 અને 31 જાન્યુઆરી 2023ના રોજ લેવામાં આવશે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.