‘હું બીમાર છું, સર્જરી કરાવી છે’ શિક્ષકોએ બતાવ્યા આવા કારણો, જાણો કેમ?

|

Mar 30, 2023 | 5:21 PM

હાલમાં જ જ્યારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવાની પ્રક્રિયાને લઈને મોટાપાયે શિક્ષકોના ગલ્લાં તલ્લાં જોવા મળી રહ્યા છે, અંદાજે 15થી 20 ટકા શિક્ષકોએ બોર્ડને મુક્તિ માટે અરજી કરી છે.

‘હું બીમાર છું, સર્જરી કરાવી છે’ શિક્ષકોએ બતાવ્યા આવા કારણો, જાણો કેમ?

Follow us on

એક તરફ રાજ્યમાં શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ જે શિક્ષકો છે, તે પણ પરેશાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાલમાં જ જ્યારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે, ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવાની પ્રક્રિયાને લઈને મોટાપાયે શિક્ષકોના ગલ્લાં તલ્લાં જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, પેપર ચકાસણી પહેલા જ 1500થી વધુ શિક્ષકોની ‘તબિયત’ બગડી ગઈ હોવાની અરજીઓ મળી છે.. ‘હું બીમાર છું, સર્જરી કરાવી છે’ જેવાં કારણ આગળ ધરી પેપર ચકાસણીથી મુક્તિ આપવા માંગ કરી છે.

અંદાજે 15થી 20 ટકા શિક્ષકોએ મુક્તિ માટે કરી અરજી

પહેલી એપ્રિલથી ધોરણ 10 અને 12 ધોરણના બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણીનો કાર્યક્રમ શરૂ થશે. જો કે તે પહેલા શિક્ષકોએ આ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવવા , માંગતા હોવાનો વિષય ચર્ચાઈ રહ્યો છે. જેમાં અંદાજે 15થી 20 ટકા શિક્ષકોને તેમની અરજી અને કારણો સંબંધિત દસ્તાવેજોને આધારે પેપર ચકાસણીમાંથી મુક્તિ અપાઈ છે.

અમદાવાદ શહેરના ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 46 શિક્ષકે પેપર ચકાસણીની કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી. જેમાં 15 શિક્ષકોને બોર્ડે પેપર ચકાસણી માંથી મુક્તિ આપી છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 17 શિક્ષકે અરજી કરી હતી, જેમાંથી 5 શિક્ષકને જ પેપર ચકાસણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો : સ્નાતકો માટે શિક્ષણ ક્ષેત્રમાં નોકરીની ખાસ તક, મળશે મહિને 30,000થી વધુ પગાર

શિક્ષકોને મળતા ટી. એ અને ડી. એ ખૂબ જ ઓછી હોવાની રાવ

શિક્ષકોએ બોર્ડના પેપર ચકાસણી માટે રજા તો મૂકી પરંતુ હવે સવાલ એ થાય કે શા માટે શિક્ષકો પેપર ચકાસવાની કામગીરીથી દૂર રહે છે? જેમાં મુખ્ય કારણ એ છે કે શિક્ષકને મળતા ટીએ અને ડીએની કિંમત ખૂબ જ ઓછી છે. ધોરણ-10 અને 12માં શિક્ષકોને ટી. એ-ડી. એ માટે 240 રૂપિયા અપાય છે. વળી અન્ય જિલ્લામાં પેપર ચેક કરવા જવું પડે છે, જેથી શિક્ષકોને 240 રૂપિયાથી વધુ ખર્ચ થાય છે.

જો દૂર કેન્દ્ર હોય તો રાત્રી રોકાણની વ્યવસ્થા પણ શિક્ષકે જાતે કરવાની હોય છે. શિક્ષકને એક પેપર ચેક કરવાના ફક્ત 6 રૂપિયા જ મળે છે. જે આર્થિક રીતે પોષાતું ન હોવાની શિક્ષકોની ફરિયાદો હંમેશા રહે છે.મહત્વનું છે કે, આવા જ કારણોને લઈ મોટાપાયે આ વખતે શિક્ષકો બીમારીના કારણોથી આગળ રહેવા માંગતા હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.

પેપર ચકાસવાની કામગીરીથી દૂર રહેવા અનેક પ્રયત્ન

બોર્ડે જ્યારે શિક્ષકોએ આપેલા કારણો સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરી ત્યારે યોગ્ય જણાય તે શિક્ષકોને મુક્તિ આપી છે, પરંતુ આ પહેલાંના વર્ષોમાં પેપર તપાસનો આદેશ થયો હોવા છતાં પણ ખાનગી સ્કૂલોના ઘણા શિક્ષકો પરીક્ષાના પેપર જોવાની કામગીરીથી દૂર રહેતા હતા, જેઓને કાર્યવાહીના રૂપે સામાન્ય દંડ કરાતો હતો, પરંતુ કોઈ શિક્ષાત્મક પગલાં લેવાતા ન હતા. જો કે, આ પેપર ચકાસવાની કામગીરીથી દૂર રહેવા માટે અન્ય પ્રયોગો પણ થતાં રહે છે. પરીક્ષાનાં પેપરોની ચકાસણી સમયે જ સ્કૂલમાંથી રાજીનામું આપી દે છે, અને એક-દોઢ મહિના બાદ ફરી જોડાઈ જાય છે.. જો કે, બોર્ડે આવા શંકાસ્પદ શિક્ષકોની તપાસના આદેશ પણ આપી દીધા છે.

Published On - 8:23 pm, Wed, 29 March 23

Next Article