શું NEET UG પરીક્ષા મુલતવી રાખવામાં આવશે…? જાણો શું છે લેટેસ્ટ અપડેટ

|

May 06, 2022 | 9:34 AM

NEET UG Postponement: વિદ્યાર્થીઓ NEET UG 2022ની પરીક્ષાને લગતી Exam date લંબાવવાની સતત માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ #PostponeNEETUG2022 ટ્રેન્ડમાં છે.

શું NEET UG પરીક્ષા મુલતવી રાખવામાં આવશે...? જાણો શું છે લેટેસ્ટ અપડેટ
neet ug 2022 exam

Follow us on

NEET UG Exam Update 2022: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, ઉમેદવારો સતત NEET UG 2022 પરીક્ષા મુલતવી રાખવાની માગણી કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ #PostponeNEETUG2022 ટ્રેન્ડમાં છે. અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ NEET UG નોંધણી માટેની સમયમર્યાદા લંબાવી છે. NEET UG 2022 પરીક્ષાની તારીખ 17 જુલાઈ, 2022 નક્કી કરવામાં આવી છે. પરંતુ ઉમેદવારો ઇચ્છે છે કે NEET 2022 મુલતવી રાખવામાં આવે કારણ કે તેમને લાગે છે કે તેમની પાસે પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય નથી.

વિદ્યાર્થીઓ NEET મુલતવી રાખવાની કરી રહ્યા છે માંગ

તેઓએ એવી દલીલ પણ કરી છે કે JEE મેનના ઉમેદવારોને વધારે મહેનત કરવા મળે છે અને જ્યારે તેમના માટે બોર્ડની પરીક્ષા અને અન્ય બાબતોને સમાવવા માટે પેપર મોકૂફ રાખવામાં આવ્યું છે, તો શા માટે NEET UG પરીક્ષા મુલતવી રાખવામાં આવી નથી. જો કે અત્યાર સુધી NTA અથવા કોઈપણ સંબંધિત ઓથોરિટીએ NEET UGને મુલતવી રાખવા અંગે કંઈપણ સૂચવ્યું નથી. જ્યારે કેટલાક લોકો માને છે કે જો નોંધણીની સમયમર્યાદા લંબાવવામાં આવે છે, તો NEET સ્થગિત થવાની થોડી આશા હોઈ શકે. વિદ્યાર્થીઓને NEET પરીક્ષા સંબંધિત કોઈપણ અપડેટ્સ માટે NTA દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર જાહેરાતની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે.

તમે 15મી મે સુધી અરજી કરી શકો છો

NEET UG એપ્લિકેશન ભરવાની શરૂઆત 6ઠ્ઠી એપ્રિલે થઈ હતી. અગાઉ NEET UG નોંધણીની છેલ્લી તારીખ 6મી મે હતી, જે વધારીને 15મી મે કરવામાં આવી છે. આ મેડિકલ પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

NEET UG પરીક્ષા આ વર્ષે પણ પેન અને પેપર મોડમાં લેવામાં આવશે. પરીક્ષા 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવશે. NEET પરીક્ષા 17મી જુલાઈ 2022ના રોજ લેવામાં આવશે. NEET 2022 ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન (Botany)ના 180 બહુવિધ પસંદગીના પ્રશ્નો માટે લેવામાં આવશે.

Next Article