બોલીવુડની આજના સમયની આ ટોચની મોડેલ્સ, જે ભારતીય નથી પણ ….

આજે અમે તમને એવા પ્રખ્યાત બૉલીવુડ સિતારાઓ (Bollywood Stars) વિશે જણાવીશું, કે જેઓ હજુ સુધી ભારતીય નાગરિક બન્યા નથી. અમે તમને જણાવી દઈએ કે, જે વ્યક્તિ પાસે ભારતીય નાગરિકતા નથી, તે કોઈપણ ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી.

May 06, 2022 | 9:02 AM
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

May 06, 2022 | 9:02 AM

એમી જેક્સન બોલીવુડમાં રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ હતી, જ્યારે તેણે અક્ષય કુમાર સ્ટારર 'સિંઘ ઈઝ બ્લિંગ'માં તેનો એક્શન અવતાર રજૂ કર્યો હતો. આ બેહદ સુંદર અભિનેત્રી યુનાઇટેડ કિંગડમના લિવરપૂલની રહેવાસી છે, અને બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. તેનો યુનિક દેખાવ પણ તેના બ્રિટિશ મૂળને દર્શાવે છે.

1 / 10
બાર્બરા મોરી જે બોલીવુડના 'હાર્ટ થ્રોબ' ઋત્વિક રોશન સાથે 2011માં ફિલ્મ કાઈટ્સમાં જોવા મળી હતી. બાર્બરા મેક્સિકો અને ઉરુગ્વેની બેવડી રાષ્ટ્રીયતા ધરાવે છે.

2 / 10
સ્વીડનના સ્ટોકહોમમાં જન્મેલી, આ સ્વીડિશ-ગ્રીક અભિનેત્રી એલી અવરામ જે સ્વીડિશ નાગરિકતા ધરાવે છે. તેણીનું અસલી નામ એલિસાબેટ એવરામિડો છે, અને તેણી વ્યાપકપણે વખાણાયેલા સ્કેન્ડિનેવિયન ટોક શો 'સ્કાવલાન'માં પણ જોવા મળી છે. તેણીએ બોલીવુડમાં પણ અપાર ખ્યાતિ મેળવી છે.

3 / 10
બોલિવૂડમાં જુના જમાનામાં ટોચનું સ્થાન મેળવનારી સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક, હેલેન એ બર્મીઝ મૂળની સુંદરી છે. જેનો જન્મ 1938માં એંગ્લો-ઈન્ડિયન પિતા અને બર્મીઝ માતાથી થયો હતો. તેણીના આકર્ષક અને આઇકોનિક ડાન્સ મૂવ્સ માટે જાણીતી, હેલેન હિન્દી ફિલ્મોમાં સ્પોટ થયેલી પ્રથમ વિદેશી અભિનેત્રી પણ હતી.

4 / 10
આજે આ શ્રીલંકન સુંદરીએ બોલિવૂડમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી લીધું છે, પરંતુ તેમ છતાં તેની પાસે ભારતીય નાગરિકતા નથી. 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકા સૌંદર્ય સ્પર્ધાની વિજેતા, જેક્લીન શ્રીલંકાની નાગરિક છે, જો કે તેનો જન્મ બહેરીનમાં થયો હતો.

5 / 10
કલ્કી કોચલીન એ બોલીવુડની શ્રેષ્ઠ કલાકારોમાંની એક છે. પરંતુ બિનપરંપરાગત રીતે તેણી ભારતીય નાગરિક નથી. તેણીનો જન્મ તામિલનાડુ સ્થિત પુડુચેરીમાં થયો હતો. તેણીના માતાપિતા ફ્રેન્ચ નાગરિક હોવાથી કલ્કી પણ ફ્રેન્ચ નાગરિક છે.

6 / 10
નરગીસ ફખરી એક એવી સેલિબ્રિટી છે, કે જે બહુવિધ રાષ્ટ્રીયતાઓ ધરાવે છે. પાકિસ્તાની પિતા અને ચેક માતાથી જન્મેલી, નરગીસ ફખરી એક અમેરિકન મોડલ છે, અને તેની પાસે અમેરિકન નાગરિકતા છે.

7 / 10
ફેમિના મિસ ઈન્ડિયા 2007ની વિજેતા સારાહ જેન ડાયસનું મૂળ ઓમાનના મસ્કતમાં છે. રોમન કેથોલિક માતા-પિતાથી જન્મેલી, સારાહે મોડલિંગ સાથે તેના સફળ કાર્યકાળ પછી બોલિવૂડની ધરતી પર પગ મૂક્યો હતો.

8 / 10
નોરા ફતેહી એ આજે બોલીવુડની શ્રેષ્ઠ ડાન્સરમાંની એક ગણાય છે. તેણી કેનેડાની નાગરિક છે. તેનું ફેમેલી મોરોક્કોમાં રહે છે. નોરા ફતેહીએ બૉલીવુડ ઉપરાંત ટોલીવુડની ફિલ્મોમાં પણ પ્રશંશનીય અભિનય કર્યો છે. નોરા ફતેહી એ મોરોક્કોની સૌથી લોકપ્રિય હસ્તીમાંની એક ગણાય છે.

9 / 10
શીર્લે સેટીયા એ મૂળ ગુજરાતના દમણની છે. જો કે, તેનો જન્મ ન્યુઝીલેન્ડમાં થયો હતો, માટે તેણી ભારતીય નાગરિક નથી. શીર્લે ફોર્બ્સ મેગેઝીનના કવરપેજ પર પણ ચમકી ચુકી છે. શીર્લે સેટીયા એ આજે બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી, મોડેલ અને જાણીતી સિંગર પણ છે.

10 / 10

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati