NEET 2023 રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, આ સાઈટ પર ઓનલાઈન કરી શકાશે અપ્લાય
NEET UG 2023 Registration Process : NEET 2023 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ક્યાં કરવું તે જાણીએ.

NEET UG Registration : નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2023 માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મોડી રાત્રે NEET UG 2023 માટે અરજી ફોર્મ બહાર પાડ્યા છે. જે ઉમેદવારો NEET 2023 માટે અરજી કરવા માગે છે તેમણે NTAની ઓફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in પર જવું પડશે. એપ્લિકેશન ફોર્મ ફક્ત ઓફિશિયલ વેબસાઇટ દ્વારા જ ભરી શકાય છે. ચાલો જાણીએ કે NEET UG માટે કેવી રીતે અરજી કરવી.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓને મદદ કરશે ‘Saathi Portal’, ફ્રીમાં કરી શકશો IIT અને NEETની તૈયારી, જાણો શું છે ખાસ
આપણે જાણીએ છીએ કે, એપ્લિકેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઉમેદવારો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. ચાલો પહેલા જાણીએ તેનું શેડ્યૂલ
NEET UG 2023 Official Notification
NEET UG 2023 શેડ્યૂલ
| ઓનલાઈન રજીસ્ટ્રેશનની શરૂઆતની તારીખ | 6 માર્ચ 2023 |
| ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ | 6 એપ્રિલ 2023 |
| કરેક્શન વિન્ડો ખોલવાની તારીખ | આગળ જણાવવામાં આવશે |
| એડમિટ કાર્ડ | ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે |
| પરીક્ષા તારીખ | 7 મે 2023 |
NEET UG 2023 રજીસ્ટ્રેશન કરો
- NEET UG રજીસ્ટ્રેશન માટે ઓફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in ની મુલાકાત લો.
- હોમપેજ પર તમે NEET UG application form 2023 link દેખાશે. તેની લિંક પર ક્લિક કરો.
- હવે એક નવું લોગીન/રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
- NTA NEET પોર્ટલ પર લોગિન કરો અને અરજી ફોર્મ ચેક કરો.
- તમામ જરૂરી વિગતો સાથે ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- એપ્લિકેશન ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લો.
NEET 2023 Examની તારીખ
અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET 2023 ની પરીક્ષા 7 મેના રોજ લેવામાં આવશે. NTA એ જાહેરાત કરી કે NEET UG પરીક્ષાની તારીખ પહેલાથી જ જાહેર કરવામાં આવી હતી.
NEET Application Form 2023 Link
NEET UG Exam પેટર્ન
NEET 2023ના પ્રશ્નપત્રમાં કુલ 200 પ્રશ્નો હશે. જેમાં 180 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તમામ પ્રશ્નોમાંથી 45-45 પ્રશ્નો ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાંથી પૂછવામાં આવશે. બાયોલોજી વિભાગમાં 90 પ્રશ્નો હશે. ઉમેદવારોને કહેવામાં આવે છે કે, તેઓએ NEET 2023 syllabus અનુસાર પરીક્ષાની તૈયારી કરવી પડશે.
એપ્લિકેશન ફી
આ વર્ષે તમામ ઉમેદવારો માટે NEET માટેની અરજી ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ રજીસ્ટ્રેશન માટે 1700 રૂપિયા ચૂકવવાના રહેશે. EWS અને OBC માટે અરજી ફી 1600 રૂપિયા છે. SC, ST, PWD અને થર્ડ જેન્ડર ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 900 છે. ભારત બહારથી અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 9500 ચૂકવવા પડશે.