AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCERTના પુસ્તકોમાં કોઈ કારણ વગર નથી થયા ફેરફાર, વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા, એક્સપર્ટ્સની લેવામાં આવી સલાહ

NCERT Books Rationalization : NCERT પુસ્તકોમાં થયેલા ફેરફારોને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. હવે આ ફેરફાર માટે એક્સટર્નલ એક્સપર્ટ્સની સલાહ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

NCERTના પુસ્તકોમાં કોઈ કારણ વગર નથી થયા ફેરફાર, વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા, એક્સપર્ટ્સની લેવામાં આવી સલાહ
NCERT Books Rationalisation
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 12:51 PM
Share

NCERT Books : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોને લઈને હોબાળો થયો છે. તેનું કારણ એ છે કે તાજેતરમાં તેણે તેનો અભ્યાસક્રમ અપડેટ કર્યો હતો અને પુસ્તકોમાંથી મુઘલો, મહાત્મા ગાંધી, નાથુરામ ગોડસે, રાષ્ટ્રપિતાના હત્યારા, હિંદુ ઉગ્રવાદીઓ અને 2002ના ગુજરાત રમખાણોના સંદર્ભો હટાવ્યા હતા. પુસ્તકોમાં આ ફેરફારને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. હવે સરકારે કહ્યું છે કે, NCERTએ અભ્યાસક્રમ બદલવા માટે એક્સટર્નલ એક્સપર્ટ્સની સલાહ લીધી છે.

આ પણ વાંચો : NCF Draft 2023 : ક્લાસરૂમ, મોર્નિંગ એસેમ્બલી સહિતની શાળાઓમાં થશે આ ફેરફારો, જાણો શું છે NCFના મોટા સૂચનો?

લોકસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાંથી એક્સટર્નલ એક્સપર્ટ્સના સૂચનો વિશેની માહિતી મેળવવામાં આવે છે. 18 જુલાઈ, 2022 ના રોજના જવાબમાં જણાવાયું છે કે NCERT ના સાત વિષય વિભાગો દ્વારા બે થી પાંચ સુધીના નિષ્ણાત જૂથોની નિમણૂક કરવામાં આવી હતી. પુસ્તકોમાં ફેરફાર કરવા માટે NCERTના પોતાના નિષ્ણાંતો પણ રોકાયેલા હતા. વિપક્ષ NCERT પુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવેલા વિષયોને લઈને સતત સવાલો ઉઠાવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ વિદ્વાનોએ પણ આ અંગે સવાલ ઉઠાવ્યા છે.

ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનમાં મુખ્ય ફેરફારો

હકીકતમાં, NCP સાંસદ મોહમ્મદ ફૈઝલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં સરકારે આ અંગેની માહિતી આપી હતી. ઇતિહાસ અને રાજનીતિ વિજ્ઞાનના પુસ્તકોમાં સૌથી વધુ ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે, NCERTએ ઈતિહાસના પુસ્તકમાં ફેરફાર માટે પાંચ નિષ્ણાતો અને રાજકીય વિજ્ઞાનના બે નિષ્ણાંતો સાથે વાત કરી હતી. સરકારના જવાબમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, પુસ્તકોમાં ફેરફાર માટે બેઠકનો રાઉન્ડ થયો હતો, જેમાં સૂચનો લેવામાં આવ્યા હતા.

પુસ્તકોમાં ફેરફાર માટે કોની સલાહ લેવામાં આવી હતી?

NCERTના ઈતિહાસ પુસ્તકમાં ફેરફારો માટે પાંચ નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી. જેમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઈતિહાસના પ્રોફેસર અને ઈન્ડિયન કાઉન્સિલ ફોર હિસ્ટોરિકલ રિસર્ચના સભ્ય સચિવ ઉમેશ કદમ, હિંદુ કોલેજના એસોસિયેટ પ્રોફેસર (ઈતિહાસ) ડો.અર્ચના વર્મા, દિલ્હી પબ્લિક સ્કૂલ આર.કે.પુરમના શિક્ષક શ્રુતિ મિશ્રા (ઇતિહાસ વિભાગના વડા) અને દિલ્હી સ્થિત કેન્દ્રીય વિદ્યાલયના બે શિક્ષકો કૃષ્ણ રંજન અને સુનીલ કુમાર સામેલ હતા.

જ્યારે રાજકીય વિજ્ઞાન માટે, NCERT એ ચાર નિષ્ણાંતો સાથે બેઠકના બે રાઉન્ડ યોજ્યા હતા. આ નિષ્ણાંતોમાં ભોપાલમાં NCERTની પ્રાદેશિક શિક્ષણ સંસ્થાનમાં રાજકીય વિજ્ઞાનના આસિસ્ટન્ટ પ્રોફેસર એન્થાંગપુઈ ખોબાંગ, હિંદુ કોલેજમાં રાજનીતિ વિજ્ઞાન ભણાવતા મનીષા પાંડે અને શાળાના શિક્ષકો કવિતા જૈન અને સુનિતા કથુરિયાનો સમાવેશ થાય છે.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">