AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCERT એ લીધો મહત્ત્વનો નિર્ણય, ‘મુઘલો’ના ચેપ્ટર દૂર કરીને હવે ભણાવશે ‘કુંભમેળો’ અને ‘ચારધામ’

NCERT એ ધોરણ-7ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ઘણા ફેરફારો કર્યા છે. મુઘલો અને દિલ્હી સલ્તનત સંબંધિત પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ પ્રાચીન ભારતીય રાજવંશો અને સરકારી યોજનાઓ જેવા નવા પ્રકરણો ઉમેરવામાં આવ્યા છે.

NCERT એ લીધો મહત્ત્વનો નિર્ણય, 'મુઘલો'ના ચેપ્ટર દૂર કરીને હવે ભણાવશે 'કુંભમેળો' અને 'ચારધામ'
NCERT Removes Mughal Chapters
| Updated on: Apr 28, 2025 | 7:52 AM
Share

NCERT એ ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટા ફેરફારો કર્યા છે. નવા પુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનત સંબંધિત પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ પ્રાચીન રાજવંશો, પવિત્ર ભૂગોળ અને મેક ઇન ઇન્ડિયા અને બેટી બચાવો, બેટી પઢાઓ જેવી સરકારી યોજનાઓ સંબંધિત નવા પ્રકરણો ઉમેરવામાં આવ્યા છે.

પાઠ્યપુસ્તકોમાં થયા ફેરફારો

આ ફેરફારો નવી શિક્ષણ નીતિ (NEP) અને રાષ્ટ્રીય શાળા શિક્ષણ માટેનો અભ્યાસક્રમ માળખું (NCFSE) 2023 અનુસાર કરવામાં આવ્યા છે. જેમાં ભારતની પરંપરાઓ, જ્ઞાન પ્રણાલી અને સ્થાનિક સંદર્ભને પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું છે.

NCERT અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં બહાર પાડવામાં આવેલા પુસ્તકો પહેલા ભાગના છે. પુસ્તકોનો બીજો ભાગ આગામી મહિનાઓમાં પ્રકાશિત થશે. દરમિયાન, અધિકારીઓએ પુષ્ટિ કરી નથી કે દૂર કરાયેલા પ્રકરણો આગામી પુસ્તકોમાં સમાવવામાં આવશે કે નહીં. નવા પુસ્તક “Exploring Society: India and Beyond” માં હવે મૌર્ય, મગધ, શુંગ અને સાતવાહન જેવા પ્રાચીન ભારતીય રાજવંશો પર પ્રકરણો છે.

તીર્થયાત્રાઓનો પણ ઉલ્લેખ

નવા પુસ્તકોમાં ‘How the Land Becomes Sacred’ શીર્ષકવાળા પ્રકરણમાં બાળકોને ભારત અને ધાર્મિક સ્થળો અને તીર્થસ્થાનોનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. આમાં ચાર ધામ યાત્રા, 12 જ્યોતિર્લિંગ અને શક્તિપીઠોની સાથે નદીઓ, પર્વતો અને જંગલોના સંગમને પવિત્ર સ્થળો તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પુસ્તકમાં પ્રયાગરાજમાં તાજેતરમાં યોજાયેલા મહા કુંભ મેળામાં ભાગ લેનારા 66 કરોડ લોકોનો પણ ઉલ્લેખ છે. ત્યાં થયેલી નાસભાગ અને મૃત્યુનો ઉલ્લેખ પાઠ્યપુસ્તકમાં કરવામાં આવ્યો નથી.

ત્રિરંગા પ્રકરણ

નવા પુસ્તકમાં ભારતના બંધારણ અને ત્રિરંગા ધ્વજમાં કરવામાં આવેલા ફેરફારો પર પણ મહત્વપૂર્ણ પ્રકરણો આપવામાં આવ્યા છે. આમાં જણાવાયું છે કે 2004 પહેલા લોકો પોતાના ઘર પર ધ્વજ ફરકાવી શકતા નહોતા. આ પછી તે એ પણ સંદર્ભ આપે છે કે કેવી રીતે સુપ્રીમ કોર્ટે એક નાગરિકની અરજી પર ચુકાદો આપ્યો અને ધ્વજ ફરકાવવો એ અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ આવ્યો. હવે “પૂર્વી” નામના અંગ્રેજી પુસ્તકમાં 15 માંથી 9 વાર્તાઓ મહાન ભારતીય લેખકોની છે. આમાં ટાગોર, કલામ અને રસ્કિન બોન્ડની કૃતિઓનો સમાવેશ થાય છે.

વિપક્ષે તેને ‘ભગવાકરણ’ ગણાવ્યું

વિપક્ષી નેતાઓએ પુસ્તકોમાં આ ફેરફારોને ‘ભગવાકરણ’ ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે NCERT ના ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બાળકોને રમખાણો વિશે શીખવવાથી, બાળકો નકારાત્મક બાબતો શીખશે અને આવા નાગરિક બનશે.

માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">