CUET UG 2024માં ઘણા મોટા ફેરફારો, હવે ફક્ત 6 વિષય પસંદ કરવાનો મળશે વિકલ્પ, જાણો સંપૂર્ણ વિગતો

|

Feb 13, 2024 | 6:54 AM

CUET UG 2024 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ વખતે CUET UGમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે 10 વિષયોને બદલે ઉમેદવારોને માત્ર 6 ટેસ્ટ પેપર પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ચાલો જાણીએ કે આ વખતે શું ફેરફાર કરવામાં આવ્યા છે.

CUET UG 2024માં ઘણા મોટા ફેરફારો, હવે ફક્ત 6 વિષય પસંદ કરવાનો મળશે વિકલ્પ, જાણો સંપૂર્ણ વિગતો
Many big changes in CUET UG 2024

Follow us on

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા ટૂંક સમયમાં CUET UG 2024 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ 2024માં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. પરીક્ષા હાઇબ્રિડ મોડમાં લેવામાં આવશે, જેથી કરીને ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોને ઘરની નજીક પરીક્ષા આપવાની સુવિધા મળી શકે. પરીક્ષા દરરોજ ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. CUET UG 2024 માટેની અરજી પ્રક્રિયા 19 ફેબ્રુઆરી સુધીમાં શરૂ થવાની શક્યતાઓ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર NTA અને UGCના સિનિયર અધિકારીઓના જણાવ્યા અનુસાર CUET UGમાં આ વખતે ઘણા ફેરફારો થવાના છે. આ એક્ઝામ 15 મે થી 31 મે દરમિયાન દેશભરમાં લેવામાં આવશે. ગયા વર્ષે CUET UG માટે 28 લાખ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. જેમાંથી ઉત્તરપ્રદેશના ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ હતી.

એક્ઝામ OMR શીટ પર લેવામાં આવશે

એક મીડિયા રીપોર્ટ અનુસાર UGCના અધ્યક્ષ એમ જગદીશ કુમારે જણાવ્યું હતું કે, વધારે રજીસ્ટ્રેશન વાળા વિષયો માટેની પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) ફોર્મેટને બદલે OMR શીટ્સનો ઉપયોગ કરીને લેવામાં આવશે. જે વિષયોમાં રજીસ્ટ્રેશન વધારે છે, તેની એક્ઝામ બહુવિધ પસંદગીના ફોર્મેટમાં એટલે કે OMR શીટ પર લેવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે ઘણી શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓનો એક્ઝામ હોલ તરીકે ઉપયોગ કરીશું, તેનાથી ગ્રામીણ અને દૂરના વિસ્તારોના ઉમેદવારોને ફાયદો થશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પરીક્ષા કેટલી શિફ્ટમાં લેવામાં આવશે

પરીક્ષા દરરોજ ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. સવારે 9 થી 11, બપોરે 12.30 થી 2 અને સાંજે 4 થી 5.30 સુધી. UCG પ્રમુખના જણાવ્યા અનુસાર હાઇબ્રિડ મોડથી પરીક્ષાના દિવસોની સંખ્યામાં પણ ઘટાડો થશે.

હવે વિદ્યાર્થીઓ 10ને બદલે માત્ર 6 વિષય પસંદ કરી શકશે

ઉમેદવાર દ્વારા પસંદ કરવામાં આવતા વિષયોની સંખ્યા 10થી ઘટાડીને 6 કરવામાં આવશે. કુમારના જણાવ્યા મુજબ NTA ડેટા દર્શાવે છે કે ઘણા વિદ્યાર્થીઓ તમામ 10 વિષય વિકલ્પો પસંદ કરી રહ્યા ન હતા. મોટી સંખ્યામાં વિકલ્પો હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

તેમણે કહ્યું કે, ડેટા દર્શાવે છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ માત્ર 4 કે 5 પેપર આપતા હતા. આ વખતે CUET UGમાં અમે વિદ્યાર્થીઓને માત્ર 6 ટેસ્ટ પેપર આપવાની મંજૂરી આપીશું. જેમાં ત્રણ ડોમેન વિષયો, બે ભાષાઓ અને સામાન્ય પરીક્ષાનો સમાવેશ થશે.

Published On - 3:08 pm, Mon, 12 February 24

Next Article