નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE Main Session 1 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેઇઇ મેઇન્સ સત્ર 1ની પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તેઓ NTAની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પરિણામ ચકાસી શકે છે. JEE Mains Result જોવા માટે વિદ્યાર્થીઓને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની જરૂર પડશે. લાખો વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન્સ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે જાહેર કરવામાં આવ્યું છે. ચેક કરવા માટે સીધી લિંક નીચે આપેલી છે.
આ પણ વાંચો : JEE Main Answer Key જાહેર, આ લિન્ક પરથી કરો ડાઉનલોડ
આ વર્ષે JEE મેઇન 2023 સત્ર 1 પરીક્ષા માટે 9 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 8.6 લાખ વિદ્યાર્થીઓએ BE, B.Tech માટે નોંધણી કરાવી હતી. આ સિવાય બી. આર્ક અને બી. પ્લાનિંગ માટે રજીસ્ટર કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 0.46 લાખ હતી. પેપર 1 ની પરીક્ષા માટે નોંધાયેલા 8.6 લાખ વિદ્યાર્થીઓમાંથી 8.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ રીતે 95.79 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. NTA દ્વારા JEE Mainનું પેપર લેવાઈ રહ્યું છે ત્યારથી અત્યાર સુધીની આ સૌથી વધુ સંખ્યા છે.
JEE Mains 2023 Session 1 Resultનું પરિણામ ડાયરેક્ટ આ લિંક પરથી તપાસો
BE, BTech માટે JEE મુખ્ય પેપર-1 ની પરીક્ષા 24, 25, 29, 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ લેવામાં આવી હતી. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પેપર-2 28 જાન્યુઆરીએ લેવામાં આવ્યું હતું. જેઇઇ મેઇનની પરીક્ષા દેશના વિવિધ શહેરોમાં 290 કેન્દ્રો પર લેવામાં આવી હતી.
JEE Mainsની પરીક્ષા અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ સહિત 13 ભાષાઓમાં લેવામાં આવી હતી. JEE Mains 2023નું બીજું સત્ર 6-12 એપ્રિલ દરમિયાન યોજાશે.