AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરઃ સરકારી પોલીટેકનિક કોલેજને NBA તરફથી બે કોર્સને એક્રેડિટેશન

સરકારી પોલીટેનીકલ કોલેજને NBA તરફથી બે કોર્સને એક્રેડિટેશન પ્રાપ્ત થતા આ વિશેષના વિદ્યાર્થીઓને દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે નવી કોઈ પ્રવેશ પરીક્ષા નવી કોઈ પ્રવેશ પરીક્ષા આપવી નહીં પડે, તેમજ નોકરી માટે પણ આ કોલેજના કોર્ષને માન્ય અને પ્રાથમિકતા મળશે.

જામનગરઃ સરકારી પોલીટેકનિક કોલેજને NBA તરફથી બે કોર્સને એક્રેડિટેશન
Jamnagar: Accreditation of two courses from NBA to Government Polytechnic College
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 21, 2022 | 1:08 PM
Share

1983 માં સ્થપાયેલ જામનગરની(Jamnagar) સરકારી પોલીટેકનીક ટેકનિકલ શિક્ષણના (Government Polytechnic Technical Education)ઉત્તરોઉત્તર ગુણવત્તા સુધારા માટે સતત પ્રતિબધ્ધ્ તથા આઉટકમ બેઇઝ અને સ્કિલ બેઇઝ એજ્યુકેશનના અનુસરણ બાબતે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન, ન્યૂ દિલ્હી દ્વારા તારીખ 4-5-6 માર્ચ, 2022 ના સમયગાળા દરમિયાન થયેલી ઇન્સ્પેક્શન બાદ સંસ્થાના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને આગામી ત્રણ વર્ષ માટે એક્રેડિટેશન (Accreditation) પ્રાપ્ત થયું છે. જેને કારણે સંસ્થાના ફેકલ્ટીઓ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણ માટે વોશિંગ્ટન એકોર્ડમાં ભારત દેશ એક સભ્ય દેશ તરીકે જોડાયેલો છે. જે અનુસંધાને વોશિંગ્ટન એકોર્ડ મુજબ નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન, ન્યુ દિલ્હી દ્વારા ભારતમાં ટેકનીકલ સંસ્થાઓના શૈક્ષણિક સ્તર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુણવત્તા, આઉટકમ બેઇઝ એજ્યુકેશન અને પ્લેસમેન્ટ વગેરે બાબતોનું ઇન્સ્પેક્શન કરીને એક્રેડિટેશન આપવામાં આવે છે. એક્રેડિટેશન પ્રાપ્ત થયેલ કોર્ષના વિધાર્થીઓને અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ અર્થે અને નોકરી મેળવવા માટે સરળતા થશે. NBAની માન્યતા મળતા વિધાર્થીઓને દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી માટેના માર્ગ મોકળો થયો છે.

સરકારી પોલીટેકનિકલ કોલેજને NBA તરફથી બે કોર્સને એક્રેડિટેશન પ્રાપ્ત થતા આ વિશેષના વિદ્યાર્થીઓને દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે નવી કોઈ પ્રવેશ પરીક્ષા નવી કોઈ પ્રવેશ પરીક્ષા આપવી નહીં પડે, તેમજ નોકરી માટે પણ આ કોલેજના કોર્ષને માન્ય અને પ્રાથમિકતા મળશે. જેના કારણે વિધાર્થીઓમાં ખુશી સાથે ગૌરવની લાગણી છે.

રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત એવી જામનગર જિલ્લાની એકમાત્ર સરકારી પોલિટેકનિક કોલેજ વિધાર્થીઓને ઉત્કૃષ્ટ ટેકનિકલ જ્ઞાન તેમજ વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. અત્રેની સંસ્થાની કોમ્પ્યુટર એન્જીન્યરીંગ, મીકેનીકલ એન્જીન્યરીંગ, ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ, , સિવિલ એન્જીન્યરીંગ અને ઇસી એન્જીન્યરીંગ પૈકીની કોમ્પ્યુટર એન્જીન્યરીંગ અને મીકેનીકલ એન્જીન્યરીંગ વિદ્યાશાખાએ ગત શૈક્ષણિક વર્ષ 2021-22  NBA એક્રેડિટેશન માટે અરજી કરી છે. આ સંદર્ભે માર્ચ 4 થી 6 , 2022 દરમ્યાન NBA, દિલ્હી દ્વારા નિમાયેલ તજજ્ઞોએ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈને સંસ્થાના આચાર્ય એ. કે. ઝાલા, મીકેનીકલ એન્જીન્યરીંગ વિભાગના ખાતાના વડા એચ. વી. માંડલિયા, કોમ્પ્યુટર એન્જીન્યરીંગ વિભાગના ખાતાના વડા કે. એમ. શાહ, સંસ્થાના NBA કોર્ડિનર આર. બી. ડાભી તેમજ સંસ્થાના વિવિધ સ્ટાફને ઝીણવટથી પ્રશ્નો પૂછીને, ચર્ચા કરીને અહીની કામગીરીના આધાર પુરાવા વગેરે ચકાસવામાં આવ્યા હતા.

સંસ્થાની લાઈબ્રેરી, વિવિધ લેબોરેટરીઓ અને તેમાં રહેલ સાધનો, સંસ્થાનું બજેટ, જીટીયુનું વિધાર્થીઓનું રિઝલ્ટ, વિધાર્થીઓનું પ્લેસમેંટ, વિધાર્થીઓના પ્રોજેક્ટ્સ, સંસ્થાની Teaching learning પદ્ધતિઓ તેમજ શૈક્ષણિક સ્તર, ફેકલ્ટી દ્વારા લેવાયેલ તાલીમ અને તેમના દ્વારા થયેલ સંશોધન, વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી અનેક પ્રવૃતિઓ, સ્પોર્ટ્સ ફેસેલિટી તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંસ્થાના હાલના વિધાર્થીઓ, ભૂતપૂર્વ વિધાર્થીઓ, વાલીઓ, કંપનીઓ તેમજ તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે સંસ્થાના સ્ટાફની ગેરહાજરીમાં સંસ્થાની કાર્યપદ્ધતિ વિષે મુક્તપણે ચર્ચા કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા અને ચકાસણીમાં આવેલ NBAના નિશ્ચિત માપદંડો મુજબ તજજ્ઞો દ્વારા કાર્ય કરવામાં આવ્યું હતું. આ તમામ માપદંડોની ચકાસણીને આધારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને આગામી ત્રણ વર્ષ માટે એક્રેડિટેશન પ્રાપ્ત થયેલ છે. સંસ્થા ખાતે થેયલ NBAની આ મીટિંગમાં વડી કચેરી, DTE ગાંધીનગર તરફથી પણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વધુમાં આ કામગીરીમાં સંસ્થાના આચાર્ય દ્વારા જણાવ્યા મુજબ કમિશ્નર, ટેકનીકલ એજ્યુકેશન , ગાંધીનગર, વડી કચેરીના પ્રતિનિધિઓ, સંસ્થાના વિવિધ ખાતાના વડા, અધ્યાપકો, NBA કોર્ડીનેટર, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ ધગશ સાથે વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જહેમત ઉઠાવેલ. આખા ભારતની એન્જિનિયરિંગ કોલેજો માટે ખુબજ અઘરું ગણાતું. આ NBA એક્રેડિટેશનમાં સફળતા મેળવવા બદલ ટેકનિકલ શિક્ષણ કમિશ્નર જી. ટી. પંડ્યા દ્વારા સંસ્થાના આચાર્ય એ. કે. ઝાલા તેમજ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. NBAની ચકાસણી તેમજ સમગ્ર માપદંડો વિધાર્થીલક્ષી હોવાથી તેમની તૈયારી સંસ્થા દ્વારા સતત ચાલતી પ્રક્રિયા છે. આ ઉપરાંત સંસ્થા બાકી રહેલ અન્ય વિદ્યાશાખાઓ પણ NAB એક્રેડિટેશન માટે ભવિષ્યમાં અરજી કરશે અને વધુ સફળતા માટે કટિબદ્ધ છે.

આ પણ વાંચો :Surat : ગોડાદરામાં 6 વર્ષનો બાળક ટેરેસની પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળ્યો

Corona Update: દેશમાં કોરોનાએ રફ્તાર પકડી, છેલ્લા 24 કલાકમાં 2,380 નવા કેસ નોંધાતા લોકોમાં ચિંતા

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">