AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Education System : માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં, મિલેટ્રી ટ્રેનિંગ પણ, 5 પોઈન્ટમાં જાણો ઇઝરાયેલની શિક્ષણ વ્યવસ્થા અન્ય દેશો કરતાં કેમ છે ચડિયાતી

ઇઝરાયેલ સેન્ટ્રલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર ઇઝરાયેલની વસ્તી લગભગ 92 લાખ છે. અહીં આજુબાજુમાં આવેલા પડોશી દેશો સાથે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રણાલીમાં મહિલાઓ માટે 2 વર્ષ અને પુરુષો માટે 3 વર્ષ માટે મિલેટ્રી ટ્રેનિંગ કરવી ફરજિયાત છે.

Israel Education System : માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં, મિલેટ્રી ટ્રેનિંગ પણ, 5 પોઈન્ટમાં જાણો ઇઝરાયેલની શિક્ષણ વ્યવસ્થા અન્ય દેશો કરતાં કેમ છે ચડિયાતી
Israel Education System
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 1:52 PM
Share

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે તાજેતરમાં ચાલી રહેલા યુદ્ધમાં 700થી પણ વધુ ઈઝરાયેલના નાગરીકો મરી ગયા હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ દિવસોમાં ઇઝરાયેલ હમાસના હુમલાઓ સામે ઝઝૂમી રહ્યું છે. વિશ્વની બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમમાં ઇઝરાયેલ દેશનું નામ લેવામાં આવે છે. અહીં લશ્કરી તાલીમ એ શિક્ષણની સાથે જ આપવામાં આવે છે.

આ પણ વાંચો : Israel Palestine War: ઈઝરાયેલ પર હમાસના હુમલાની આગાહી 450 વર્ષ પહેલા કરવામાં આવી હતી, આ વ્યક્તિએ કહ્યું હતું કે…

સમગ્ર વિશ્વની અંદર ઈઝરાયેલનો ઈતિહાસ, ધર્મ, ભૂગોળ, પડોશીઓ સાથેના સંબંધોને લઈને અને આર્મી ફોર્સને લઈને ચર્ચામાં રહે છે. મીડિયાના અહેવાલો અનુસાર ઇઝરાયેલની શિક્ષણ પ્રણાલી શીખવા માટે એક ભારતીય પ્રતિનિધિમંડળે વર્ષ 2022માં ઇઝરાયેલની મુલાકાત લીધી હતી. તો અહીંયા આપણે એ જાણીએ કે ઈઝરાયેલની શિક્ષણ વ્યવસ્થા અન્ય દેશો કરતા શા માટે ચડિયાતી છે.

Israel Education System આ બાબતે છે ચડિયાતી

  1. AI આધારિત એજ્યુકેશન સિસ્ટમ : ઈઝરાયેલ ઘણા સમયથી ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી ઈનોવેશન આધારિત શિક્ષણ પ્રણાલીનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યું છે. ઇઝરાયેલની ઘણી સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં લાંબા સમયથી AI Training અભ્યાસક્રમોનો એક ભાગ છે.
  2. મિલેટ્રી ટ્રેનિંગ ફરજીયાત : ઇઝરાયેલની Educationj system મુજબ તમામ વિદ્યાર્થીઓએ Military Training લેવી ફરજીયાત છે. બધા વિદ્યાર્થીઓ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) સાથે જોડાયેલા રહે છે. IDF ટ્રેનિંગ સેન્ટરની ગણતરી વિશ્વના સૌથી અઘરા સેન્ટરમાં કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈઝરાયેલમાં રવિવારને વિકનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે. આ દિવસે સોમવારની જેમ પૂરા ઉત્સાહ અને આનંદથી કામ કરવામાં આવે છે.
  3. સરકારી ખર્ચ પર શિક્ષણ : ઇઝરાયેલમાં એજ્યુકેશન ફંડ વિવિધ યોજનાઓ અને પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને મદદ કરે છે. કોઈપણ વિદ્યાર્થીને શિક્ષણ મળે તે માટે આર્થિક સહયોગ આપવાનું કામ કરવામાં આવે છે. તે સરકારી અને ખાનગી એજન્સીઓ દ્વારા વ્યક્તિગત રીતે પણ પ્રદાન કરી શકાય છે.
  4. શાળામાં જવું ફરજિયાત : ઇઝરાયેલમાં 6 થી 18 વર્ષની ઉંમરના બાળકોએ શાળામાં જવું ફરજિયાત છે. શાળામાં અભ્યાસ ફરજિયાત છે. ઔપચારિક શિક્ષણ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 6 સુધી આપવામાં આવે છે. તે પછી મધ્યવર્તી શાળામાં ચાલુ રહે છે, જેમાં ગ્રેડ 7 થી 9 અને માધ્યમિક શાળા, જેમાં ગ્રેડ 10 થી 12નો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે પ્રાથમિક શિક્ષણ પછી 9% શાળાની વસ્તી બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે.
  5. પુસ્તકિયું જ્ઞાન જ નહીં, ટ્રેનિંગ પણ : ઈઝરાયેલની Education System ની ખાસ વાત એ છે કે અહીંની શાળાઓ માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નથી આપતી પણ અહીંની શાળાઓમાં વિદ્યાર્થીઓને દરેક પ્રકારના અભ્યાસ શીખવવામાં આવે છે. વૈશ્વિક સ્તરે તેમની છાપ બનાવવા માટે વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય કસોટીઓ આપવી પડે છે. આ માટે બીજા દેશોની ભાષાઓ તેમજ તેમના ઇતિહાસ અને દેશની ભૂગોળનું જ્ઞાન પણ ભણાવવામાં આવે છે.

શિક્ષણના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">