AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GSEB HSC Result 2021 : ગુજરાત બોર્ડ 12 સાયન્સના રિપીટર્સનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

આ વર્ષે બોર્ડે કોરોના વાયરસના કારણે રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે 10 અને 12 ની બોર્ડની પરીક્ષા રદ કરી હતી. ગુજરાત બોર્ડે સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમ્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12નું પરિણામ પહેલાથી જ જાહેર કરી દીધું છે.

GSEB HSC Result 2021 : ગુજરાત બોર્ડ 12 સાયન્સના રિપીટર્સનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
Gujarat Board 12th Science Repeaters Result Declared
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 4:19 PM
Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ 12 સાયન્સના રિપીટર અને આઇસોલેટેડ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દીધુ છે. આ પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને બોર્ડની વેબસાઇટ gseb.org પરથી તેમનુ સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે બોર્ડે કોરોના વાયરસના કારણે રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે 10 અને 12 ની બોર્ડની પરીક્ષા રદ કરી હતી. ગુજરાત બોર્ડે સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમ્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ 12નું પરિણામ પહેલાથી જ જાહેર કરી દીધું છે.

ગુજરાત બોર્ડે આ વર્ષે ધોરણ 12 માં 100% પાસ ટકાવારી મેળવી છે. પરીક્ષા માટે કુલ 4,00,127 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાં 2,10,375 છોકરાઓ અને 1,89,752 છોકરીઓ હતી.

આવી રીતે ચેક કરો પરિણામ

1.   પરિણામ તપાસવા માટે, સૌ પ્રથમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.

2.   તે પછી ‘H.S.C સાયન્સ  (Repeater/Isolated) – જુલાઈ 2021’ લિંક પર ક્લિક કરો.

3.   હવે 6 અંકનો સીટ નંબર દાખલ કરો અને ગો પર ક્લિક કરો.

4.   પરિણામ તમારી સામે હશે.

5.   જો તમે ઇચ્છો તો, તમે પરિણામની પ્રિન્ટ આઉટ લઈ શકો છો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ 12 આર્ટ્સ અને કોમર્સનું પરિણામ 31 જુલાઈએ જાહેર કર્યું હતું. સાયન્સના રેગ્યુલર વિદ્યાર્થીઓ માટેનું પરિણામ 17 જુલાઈએ જાહેર થયું હતું. ગુજરાત બોર્ડ 12 ની પરીક્ષા રદ્દ થયા બાદ વિદ્યાર્થીઓનું પરિણામ ધોરણ 10 થી અત્યાર સુધીના તેમના પરફોર્મન્સના આધારે બનાવ્યુ છે.

કુલ 691 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 9455 અને 35288 વિદ્યાર્થીઓએ અનુક્રમે A2 અને B1 ગ્રેડ મેળવ્યા છે અને કુલ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓમાંથી 565 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જે તમામ ગ્રેડના વિદ્યાર્થીઓમાં સૌથી વધુ છે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે નોંધાયેલા 1.7 લાખ ઉમેદવારોમાંથી 3245 ને A1 ગ્રેડ મળ્યો છે.

આ પણ વાંચો :RRB NTPC Answer Key 2021 : આજે બહાર પહશે આરઆરબી એનટીપીસી ભરતી પરીક્ષાની આંસર-કી, જાણો કેવી રીતે કરશો ચેક

આ પણ વાંચોNPCIL Recruitment 2021: સરકારી કંપનીમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તક,જાણો વિગતવાર

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">