Recruitment 2022: ભારત સરકાર આ જગ્યા માટે કરી રહ્યું છે ભરતી, પરીક્ષા વગર સિલેક્શન અને 2 લાખથી વધારે પગાર

|

Aug 01, 2022 | 1:11 PM

Passport Office Recruitment 2022: કેન્દ્રીય પાસપોર્ટ સંસ્થા, વિદેશ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ગૌણ કચેરીમાં પાસપોર્ટ અધિકારી અને સહાયક પાસપોર્ટ અધિકારીની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. સેન્ટ્રલ પાસપોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા કુલ 24 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

Recruitment 2022: ભારત સરકાર આ જગ્યા માટે કરી રહ્યું છે ભરતી, પરીક્ષા વગર સિલેક્શન અને 2 લાખથી વધારે પગાર
passport office recruitment

Follow us on

Passport Office Recruitment 2022: કેન્દ્રીય પાસપોર્ટ સંસ્થા, વિદેશ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ગૌણ કચેરીમાં પાસપોર્ટ અધિકારી (Passport Officer) અને સહાયક પાસપોર્ટ અધિકારીની (Assistant Passport Officer) જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે વ્યક્તિ યોગ્યતા ધરાવે છે તે અથવા જે અરજી કરવા માટે તૈયાર છે, તે પાસપોર્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઈટ passportindia.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સમયસર આ પોસ્ટ માટે અરજી કરી લે.

પાસપોર્ટ કાર્યાલયની તરફથી જાહેર કરવામાં આવેલી સુચના અનુસાર કેન્દ્રીય પાસપોર્ટ સંસ્થા આ ભરતી પ્રક્રિયા દ્વારા આ માટે કુલ 24 પદને ભરવામાં આવશે. ઉમેદવારો નીચે આપેલી પોસ્ટ્સની વિગતો ચકાસી શકે છે.

જૂઓ ક્યાં કેટલી જગ્યાઓ છે

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભરતીની માહિતી

પાસપોર્ટ ઓફિસર (મદુરાઈ) – 1 પોસ્ટ

આસિસ્ટન્ટ પાસપોર્ટ ઓફિસર

  1. અમૃતસર-1
  2. બરેલી-1
  3. જલંધર-1
  4. જમ્મુ-1
  5. નાગપુર-1
  6. પણજી-1
  7. રાયપુર-1
  8. શિમલા-1
  9. શ્રીનગર-1
  10. સુરત-1
  11. અમદાવાદ-1
  12. ચંડીગઢ-1
  13. દિલ્લી-2
  14. ગુવાહાટી-1
  15. હૈદરબાદ-1
  16. જયપુર-1
  17. કોલકતા-2
  18. કોઝિકોડ – 1 પોસ્ટ
  19. મુંબઈ – 2 પોસ્ટ્સ
  20. પુણે – 1 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત

  1. પાસપોર્ટ અધિકારી-આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડીગ્રી કરેલી હોવી જોઈએ. આ સિવાય તેમની પાસે 9 વર્ષનો કામનો અનુભવ પણ હોવો જરૂરી છે.
  2. સહાયક પાસપોર્ટ અધિકારી- ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. આ સિવાય તેની પાસે 5 વર્ષનો કામનો અનુભવ પણ હોવો જોઈએ.
  3. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો ભરતી સૂચના જોઈ શકે છે.

જાણો સેલરી

પાસપોર્ટ ઓફિસર – રૂપિયા 78,800થી રૂપિયા 2,09,200
સહાયક પાસપોર્ટ અધિકારી – રૂપિયા 67,700થી રૂપિયા 2,08,700

Next Article