ભારતમાં ખુલશે વિદેશી યુનિવર્સિટીના કેમ્પસ, UGCના નવા નિયમ મૂજબ ઘરે બેઠા કરી શકાશે કોર્સ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર દુનિયાની ટોપ યુનિવર્સિટીઓની બ્રાંચ ભારતમાં ખુલશે. UGCના અધ્યક્ષ એમ. જગદીશ કુમારે જણાવ્યું હતું કે, નવા નિયમોનો ઉદ્દેશ્ય ભારતમાં વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના પ્રવેશની સુવિધા આપવાનો છે. આ સાથે જ ભારતમાં ઉચ્ચ શિક્ષાને એક આંતરરાષ્ટ્રીય પરિમાણ પ્રદાન કરવાનો છે.
ભારતમાં નવી શિક્ષણ નીતિ (NEP 2020) આવ્યા બાદ ભારતની શિક્ષા વ્યવસ્થામાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. આ ક્રમમાં વધુ એક કાર્ય થવા જઈ રહ્યું છે. હવે દુનિયાની ટોપ લિસ્ટમાં સામેલ યુનિવર્સિટીની બ્રાંચ ભારતમાં ખુલશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે, UGC એ બુધવારે વિદેશી યુનિવર્સિટીઓને તેમની એડમિશન પ્રોસેસ અને ફી નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વાયત્તતા સાથે ભારતમાં તેમના કેમ્પસ સ્થાપવા અને સંચાલન કરવાની મંજૂરી આપવાના નિયમોની સૂચના બહાર પાડી છે.
વિદેશી યુનિવર્સિટીઓની બ્રાંચ ભારતમાં શરૂ કરવામાં આવશે
UGC તરફથી ભારતમાં વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસની સ્થાપના અને સંચાલનનો ડ્રાફ્ટ, 2023 આ વર્ષે જાન્યુઆરીમાં કમિશન દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદથી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, વિદેશી યુનિવર્સિટીઓની બ્રાંચ ભારતમાં શરૂ કરવામાં આવશે. હવે યુજીસીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.
યુજીસીએ આપી જાણકારી
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર દુનિયાની ટોપ યુનિવર્સિટીઓની બ્રાંચ ભારતમાં ખુલશે. UGCના અધ્યક્ષ એમ. જગદીશ કુમારે જણાવ્યું હતું કે, નવા નિયમોનો ઉદ્દેશ્ય ભારતમાં વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના પ્રવેશની સુવિધા આપવાનો છે. આ સાથે જ ભારતમાં ઉચ્ચ શિક્ષાને એક આંતરરાષ્ટ્રીય પરિમાણ પ્રદાન કરવાનો છે.
UGC announces (Setting up & Operation of Campuses of Foreign Higher Educational Institutions in India) Regulations, 2023.
1/3 Read more: pic.twitter.com/m2EcxozVHn
— UGC INDIA (@ugc_india) November 8, 2023
ઓનલાઈન ક્લાસની સુવિધા મળશે
યુજીસીના નવા નિયમો અનુસાર, વિદેશી યુનિવર્સિટીઓએ ભારતમાં કેમ્પસ સ્થાપવા માટે તમામ પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા પડશે. આ ઉપરાંત વિદેશી યુનિવર્સિટીઓને ઓનલાઈન કોર્સ, ઓનલાઈન ક્લાસ અને ડિસ્ટન્સ લર્નિંગ જેવા પ્રોગ્રામ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો : સૈનિક સ્કૂલમાં એડમિશન માટેની અરજી પ્રક્રિયા શરૂ, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
નિયમ અનુસાર ભારતમાં કેમ્પસ શરૂ કરનારી વિદેશી યુનિવર્સિટીઓએ નવા કોર્સ શરૂ કરતા પહેલા UGC પાસેથી મંજૂરી લેવાની રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં કેમ્પસ શરૂ કરવા માટે, વિદેશી યુનિવર્સિટીઓએ દુનિયાની ટોપની 500 યુનિવર્સિટીઓના લિસ્ટમાં સામેલ થવું પડશે.